Ahmedabad : પોલીસકર્મીએ પરિવાર સાથે 12 મા માળેથી પડતુ મુકી જીવન ટૂંકાવ્યુ,સામુહિક આપઘાતનું કારણ અકબંધ

સ્વભાવે શાંત અને હસમુખ એવા પોલીસ કર્મી કુલદીપસિંહ યાદવના (Kuldip Sinh Yadav) આપઘાતને પગલે પોલીસ બેડામાં શોક સાથે માતમ છવાયો છે.

Ahmedabad : પોલીસકર્મીએ પરિવાર સાથે 12 મા માળેથી પડતુ મુકી જીવન ટૂંકાવ્યુ,સામુહિક આપઘાતનું કારણ અકબંધ
Police Constable commit suicide with family
| Edited By: | Updated on: Sep 07, 2022 | 1:17 PM

અમદાવાદમાં (Ahmedabad) એક પોલીસકર્મીએ પરિવાર સાથે સામૂહિક આપઘાત (Suicide)  કર્યો હોવાના અહેવાલ મળી રહ્યા છે.સોલામાં આવેલ દીવા હાઇટ્સના બારમાં માળેથી પડતું મૂકી પોલીસકર્મીએ જીવન ટૂકાવ્યુ છે.પોલીસકર્મી કુલદીપસિંહ યાદવ ( kuldipsinh yadav)  વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં એકાઉન્ટ શાખામાં ફરજ બજાવતા હતા.હાલ  કુલદીપસિંહ તેમની પત્ની અને ત્રણ વર્ષની બાળકીનું મોત નિપજતા પોલીસ બેડામાં શોકની લહેર ફેલાઈ છે.

પોલીસ બેડામાં શોકની લહેર

સ્વભાવે શાંત અને હસમુખ એવા પોલીસ કર્મી કુલદીપસિંહ યાદવના આપઘાતની ધટનાએ પોલીસ બેડામાં શોક સાથે માતમ છવાયો છે.વર્ષ 2016ની બેચના પોલીસ કોન્સ્ટેબલ કુલદીપસિંહ પોતાના નિવાસ સ્થાને પત્ની અને ત્રણ વર્ષની બાળકી સાથે આપઘાત કર્યો.હાલ પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.

Published On - 10:03 am, Wed, 7 September 22