Ahmedabad : મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન કોરિડોર માટે માઉન્ટેન ટનલનું નિર્માણ

નિર્માણાધીન પર્વતીય ટનલ ગુજરાતના વલસાડ જિલ્લાના ઉમ્બરગાંવ તાલુકાના ઝરોલી ગામથી લગભગ 1 કિમી દૂર સ્થિત છે. ટનલ સ્ટ્રક્ચરમાં ટનલ, ટનલ પોર્ટલ અને અન્ય કનેક્ટિંગ સ્ટ્રક્ચર્સ જેવા કે ટનલ એન્ટ્રન્સ હૂડનો સમાવેશ થાય છે. જે ટનલનું નિર્માણ ન્યુ ઓસ્ટ્રિયન ટનલીંગ મેથડ (NATM) દ્વારા કરવામાં આવી રહ્યું છે.

Ahmedabad : મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન કોરિડોર માટે માઉન્ટેન ટનલનું નિર્માણ
Bullet Train
| Edited By: | Updated on: Sep 27, 2023 | 9:24 AM

અમદાવાદ-મુંબઈ બુલેટ ટ્રેનનું (Bullet Train) કામ પૂર જોશમાં ચાલી રહ્યું છે. જે રૂટમાં પહાડી વિસ્તાર પણ આવે છે. ત્યાં બુલેટ ટ્રેન પસાર કરવા માટે બુલેટ ટ્રેન પ્રોજેક્ટ દ્વારા ટનલ બનાવવાનું કામ કરાઇ રહ્યું છે. જે ટનલ બુલેટ ટ્રેન પ્રોજેક્ટની અંદર એકમાત્ર ટનલ છે. C4 પેકેજમાં વાપી, બીલીમોરા, સુરત, ભરૂચ અને સુરત ડેપો નામના ચાર સ્ટેશનો સહિત ગુજરાત રાજ્યમાં વાપી અને વડોદરા વચ્ચે વાયડક્ટની 237 કિમી લંબાઈની ડિઝાઈન અને બાંધકામની અંદર પહાડી ટનલ બનાવવાનું કામ સારી રીતે ચાલી રહ્યું છે. MAHSR C-4 પેકેજમાં આ એકમાત્ર ટનલ છે.

આ પણ વાંચો Ahmedabad : PM નરેન્દ્ર મોદી આજે કરશે ‘સમિટ ઓફ સક્સેસ’ પેવેલિયનનું ઉદ્ઘાટન, રાજ્યને કરોડોના વિકાસ કાર્યોની આપશે ભેટ

નિર્માણાધીન પર્વતીય ટનલ ગુજરાતના વલસાડ જિલ્લાના ઉમ્બરગાંવ તાલુકાના ઝરોલી ગામથી લગભગ 1 કિમી દૂર સ્થિત છે. ટનલ સ્ટ્રક્ચરમાં ટનલ, ટનલ પોર્ટલ અને અન્ય કનેક્ટિંગ સ્ટ્રક્ચર્સ જેવા કે ટનલ એન્ટ્રન્સ હૂડનો સમાવેશ થાય છે. જે ટનલનું નિર્માણ ન્યુ ઓસ્ટ્રિયન ટનલીંગ મેથડ (NATM) દ્વારા કરવામાં આવી રહ્યું છે.

પર્વતીય ટનલની મુખ્ય લાક્ષણિકતાઓ

પર્વતીય ટનલની મુખ્ય લાક્ષણિકતાઓ વિશે વાત કરીએ તો, આ ટનલની કુલ લંબાઈ 350 મીટર છે, તેનો વ્યાસ 12.6 મીટર છે, તો ટનલની ઊંચાઈ 10.25 મીટર છે. તેમજ તેનો આકાર સિંગલ ટ્યુબ ઘોડા-જૂતા આકારનો છે. આ ટનલમાં 2 ટ્રેક બનાવવામાં આવશે.

અન્ય માહિતી જોઈએ તો MAHSR કોરિડોરમાં સાત પર્વતીય ટનલ હશે, જેનું નિર્માણ NATM પદ્ધતિનો ઉપયોગ કરીને કરવામાં આવશે. જેમાં C 4 પેકેજમાં આ એક માત્ર ટનલનું કામ કરવામાં આવ્યું છે. જે ટનલ બુલેટ ટ્રેન રૂટમા એક આકર્ષણનું કેન્દ્ર બનશે. તેમજ મુસાફરો જ્યારે બુલેટ ટ્રેન માંથી બેસી તે ટનલમાંથી પસાર થશે ત્યારે લોકોને વિદેશ જેવો અનુભવ પણ થશે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો