કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલ 33 જિલ્લાઓના પ્રવાસ કરશે, લોકસભા ચૂંટણી પૂર્વે સંગઠન મજબૂત કરવા કવાયત

|

Aug 15, 2023 | 9:22 AM

ગુજરાતમાં કોંગ્રેસને શક્તિ પ્રદાન કરવાનું જેમને કામ સોંપવામાં આવ્યું છે, એવા શક્તિસિંહ ગોહિલ સંસદનું ચોમાસુ સત્ર પૂર્ણ થયા બાદ લોકસભા ચૂંટણીની તૈયારીઓમાં લાગી ગયા છે. જેના ભાગરૂપે તેઓ ગુજરાતના તમામ 33 જિલ્લાઓ અને 8 મહાનગરપાલિકાનો પ્રવાસ કરશે.

કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલ 33 જિલ્લાઓના પ્રવાસ કરશે, લોકસભા ચૂંટણી પૂર્વે સંગઠન મજબૂત કરવા કવાયત

Follow us on

Ahmedabad : લોકસભા ચૂંટણી (Lok Sabha Elections) પૂર્વે કોંગ્રેસના (Congress) સંગઠનને મજબૂત બનાવવામાં લાગેલ શક્તિસિંહ ગોહિલ (Shaktisinh Gohil) તમામ 33 જિલ્લાઓ અને આઠ મહાનગરપાલિકાઓનો પ્રવાસ કરશે. શક્તિસિંહ ગોહિલ જે તે જિલ્લામાં પહોંચે એ પૂર્વે જિલ્લાની બેઠકો પૂર્ણ કરી તૈયારીઓ આદરી દેવા સૂચના અપાઈ છે.

આ પણ વાંચો-Mandi : જંબુસરની APMCમાં બાજરીના મહત્તમ ભાવ રૂપિયા 2600 રહ્યા,જાણો જુદા-જુદા પાકના ભાવ

લોકસભા ચૂંટણીની તૈયારીઓ

ગુજરાતમાં કોંગ્રેસને શક્તિ પ્રદાન કરવાનું જેમને કામ સોંપવામાં આવ્યું છે, એવા શક્તિસિંહ ગોહિલ સંસદનું ચોમાસુ સત્ર પૂર્ણ થયા બાદ લોકસભા ચૂંટણીની તૈયારીઓમાં લાગી ગયા છે. જેના ભાગરૂપે તેઓ ગુજરાતના તમામ 33 જિલ્લાઓ અને 8 મહાનગરપાલિકાનો પ્રવાસ કરશે. શક્તિસિંહ વિવિધ જિલ્લાના પ્રવાસે પહોંચે એ પૂર્વે જિલ્લા સંગઠને તેમની બેઠકો પૂર્ણ કરવા પણ સૂચના અપાઈ છે. પ્રદેશ કાર્યાલય ખાતે મળેલા સંગઠન હોદ્દેદારોની બેઠકમાં પ્રમુખના પ્રવાસો અને નવા સંગઠનને લઈ ચર્ચાઓ કરાઈ હતી.

કપડા કેટલીવાર પહેર્યા પછી ધોવા જોઈએ, મોટાભાગના લોકો કરતા હોય છે આ ભૂલ
કોઈ બીજું તો નથી વાંચી રહ્યું તમારા WhatsApp મેસેજ, આ રીતે કરો ચેક
Ambani Family: મુકેશ અંબાણીનો પરિવાર એન્ટિલિયાના 27માં માળે કેમ રહે છે ?
Charger: ફોન ચાર્જર અસલી છે કે નકલી તે કેવી રીતે ઓળખવું?
નદીમાં સિક્કો ફેંકવાથી ખરેખર મનોકામના પૂર્ણ થાય છે? પ્રેમાનંદ મહારાજે કહ્યું સત્ય
Biggest Vastu Dosh: ઘરમાં સૌથી મોટો વાસ્તુ દોષ શું હોય છે?

જિલ્લા સંગઠનોમાં મન ફાવે એમ નિમણૂક ન કરવા લેવાયો નિર્ણય

કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં પ્રદેશના પદાધિકારીઓ, ઉપપ્રમુખો અને મહામંત્રીઓ ઉપસ્થિત રહ્યા હતા. જેમાં કોંગ્રેસના જિલ્લા સંગઠનમાં મન ફાવે એમ નિમણૂકો નહીં કરવા અને જે તે જિલ્લા પ્રભારી સાથે સંકલન કર્યા બાદ જ નિમણૂક આપવા માટેનો નિર્ણય લેવામાં આવ્યો છે.

સંગઠનના હોદ્દેદારોને જન સંપર્ક વધારવા અપીલ

આ સિવાય સંગઠનમાં નિષ્ક્રિય સભ્યો જાતે પદ છોડે અને એમની જગ્યાએ કોને જવાબદારી સોંપી શકાય એ ભલામણ કરવા તેમજ હાલમાં જે કાર્યકરો કામ કરી રહ્યા છે એમની જવાબદારીનું મૂલ્યાંકન કરી નવી નિમણૂકો આપવા માટે પણ ચર્ચા કરાઈ હતી. શક્તિસિંહ ગોહિલ સંગઠનના હોદ્દેદારોને જન સંપર્ક વધારવા અપીલ કરી છે સાથે જ લોકસભા ચૂંટણી પૂર્વે સંગઠનને વધારે મજબૂત બનાવવા પણ જણાવ્યું હતું.

અમદાવાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો