પાટીદાર અગ્રણી નરેશ પટેલને લઇને કોંગ્રેસ નેતા હાર્દિક પટેલે આપ્યું આ મોટું નિવેદન

|

Dec 06, 2021 | 6:24 PM

હાર્દિક પટેલે કહ્યું કે એક એક વ્યક્તિ પાર્ટીમાં આવશે એમ ટીપે ટીપે સરોવર ભરાય એમ પાર્ટી આગળ આવશે. નરેશભાઈ સ્વતંત્ર રીતે નિર્ણય લેશે એ ગમશે.

ગુજરાત(Gujarat)  કોંગ્રેસના(Congress) નવા વરાયેલા પ્રમુખ જગદીશ ઠાકોરના પદગ્રહણ સમારોહમાં કોંગ્રેસ નેતા હાર્દિક પટેલે(Hardik Patel)  પાટીદાર અગ્રણી અને ખોડલધામના ટ્રસ્ટી નરેશ પટેલને(Naresh Patel)  લઇને મોટું નિવેદન કર્યું છે. જેમાં નરેશ પટેલે રાજકારણમાં આવવાના આવેલા સંકેત બાદ હાર્દિક પટેલે કહ્યું કે નરેશભાઈ સૌરાષ્ટ્રમાં સમાજમાં સક્રીય છે. નરેશ ભાઈ સમાજના પ્રતિષ્ઠિત વ્યક્તિ છે. તેમણે સમાજના અનેક કામો કર્યા છે.

તેમજ જો તે રાજકારણમાં આવી અને કામ કરવા ઇચ્છતા હોય તો દરવાજા ખુલ્લાં છે. નરેશભાઈ કોંગ્રેસમાં આવવા માગે તો પાર્ટી લાલજાજમ બિછાવવા તૈયાર છે.બે દિવસ પહેલા પણ જગદીશભાઈ ઠાકોરે કહ્યું હતું કે, નરેશભાઈ રાહુલ ગાંધી કે અશોક ગહેલોતને મળ્યા હોય તો એમાં ખોટુ નથી. નરેશભાઈ કોંગ્રેસમાં આવશે તો કાર્યકર્તા અને હોદ્દેદાર રાજી થશે.

હાર્દિક પટેલે વધુમાં કહ્યું કે એક એક વ્યક્તિ પાર્ટીમાં આવશે એમ ટીપે ટીપે સરોવર ભરાય એમ પાર્ટી આગળ આવશે. નરેશભાઈ સ્વતંત્ર રીતે નિર્ણય લેશે એ ગમશે.

ખોડલધામના ટ્રસ્ટી નરેશ પટેલે સમાજ કહેશે તો સક્રિય રાજનીતિમાં ઝંપલાવીશ તેવું નિવેદન આપ્યું હતું. તેમજ આજે અનામત આંદોલન સમયે પાટીદાર યુવાનો પર થયેલા કેસ પરત ખેંચવા સહિતના મુદ્દે મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ સાથે આજે પાટીદાર અગ્રણીઓની બેઠક યોજી હતી. સીએમ નિવાસસ્થાને યોજાનાર આ બેઠક પહેલા પાટીદાર અગ્રણી અને ખોડલધામના ટ્રસ્ટી નરેશ પટેલે સૂચક નિવેદન આપ્યું હતું ન

સાથે જ નરેશ પટેલે સ્પષ્ટતા કરી કે ખોડલધામ જ્યારથી બન્યું છે ત્યારથી તમામ રાજકીય પક્ષોના નેતાઓ આવતા જતા હોય છે અને ટ્રસ્ટી તરીકે તેમની સાથે ચર્ચા વિચારણા થતી હોય છે.સાથે જ તેઓએ તટસ્થ હોવાની વાત કરીને દરેક પક્ષને સરખો ન્યાય મળતો હોવાની વાત કરી.

આ પણ  વાંચો: ગુજરાતમાં ઓમીક્રોનની એન્ટ્રી બાદ અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ઓમિક્રોન વોર્ડ શરૂ કરાયો 

આ  પણ વાંચો :  વડોદરા યુવતી દુષ્કર્મ અને આત્મહત્યા કેસમાં નવો વળાંક, ઓએસીસ સંસ્થા સામે ગુનો દાખલ

Next Video