રાજ્યમાં હજુ તો શિયાળાની શરૂઆત પણ બરાબર નથી થઈ. હજુ ઠંડી સામાન્ય વર્તાઈ રહી છે. ત્યાં રાજ્યમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. જેને લઈને રાજ્યમાં શિયાળ વચ્ચે કમોસમી વરસાદ જોવા મળશે. જે હવામાન વિભાગની વરસાદને લઈને આગાહી છે. તો 5 દિવસ બાદ પડનાર વરસાદ બાદ ઠંડીમાં પણ વધારો થવાની આગાહી કરાઈ છે.
હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે રાજ્યમાં આગામી 5 દિવસ વાતાવરણ સૂકું રહેશે. જોકે 5 દિવસ બાદ 6 અને 7 માં દિવસે કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી આવી છે. એટલે કે 25 અને 26 નવેમ્બરે કમોસમી રાજ્યમાં વરસાદ રહેશે. જ્યાં સામાન્ય થી મધ્યમ કમોસમી વરસાદ રહી શકે છે. આમ આગામી દિવસોમાં રાજ્યમાં માવઠાની આગાહી કરવામાં આવી છે.
25 નવેમ્બરે દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી કરાઇ છે. તો 26 નવેમ્બરે દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં કેટલાક સ્થળે વરસાદની આગાહી કરવામાં આવી છે. વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધતા અને એક ટ્રફ બનતા વરસાદની આગાહી કરવામાં આવી છે. જે કમોસમી વરસાદ બાદ તાપમાનમાં 4 ડિગ્રી જેટલું તાપમાન ઘટતા ઠંડીમાં વધારો થશે.
એટલું જ નહીં પણ વરસાદને લઈને હવામાન વિભાગે ખેડૂતોને અપીલ પણ કરી છે. હવામાન વિભાગે વરસાદના 5 દિવસ પહેલા આગાહી કરી ખેડૂતોને સચેત કર્યા છે અને અપીલ કરી છે કે ખેડૂતો વરસાદ પહેલા તેમનો પાક સુરક્ષિત જગ્યા પર ખસેડી દે જેથી તેમના પાક ને નુકશાન ન થાય અને ખેડૂતોને રડવાનો વાર ન આવે. અને લોકો સુધી તે પાક પહોંચી પણ શકે.
હવામાન વિભાગની અધિકૃત વિગતો પ્રમાણે ઠંડીના પારાના આંકડા જોઈએ તો આજે સૌથી ઓછું તાપમાન નલિયામાં 13.4 ડિગ્રી નોંધાયું. જેની સાથે અમદાવાદ 20.8, ગાંધીનગર 19, વડોદરા 20, સુરત 23.6, ડીસા 19, કચ્છ ભુજ 17.7, ભાવનગર 21, દ્વારકા 20.6, ઓખા 24.8, પોરબંદર 20.7, રાજકોટ 19.7 અને વેરાવળ 21.8 તાપમાન નોંધાયું. તો દિવસ દરમિયાન હાલમાં 32 ડિગ્રી આસપાસ તાપમાન છે. જે તાપમાનમાં 5 દિવસ બાદ વરસાડ પડતા ઘટાડો આવશે અને ત્યારે લોકોને ખરી ઠંડીનો અનુભવ થશે.