AHMEDABAD : CM ભુપેન્દ્ર પટેલે 711 કરોડના વિકાસ કાર્યોના લોકાર્પણ અને ખાતમૂહુર્ત કર્યા

CM Bhupendra Patel in Ahmedabad : મુખ્યમંત્રીએ રૂ.521 કરોડના 21 પ્રજાલક્ષી કામોના લોકાર્પણ અને રૂ.190 કરોડના ખર્ચે 13 જનહિતલક્ષી કાર્યોના ખાતમૂહુર્ત સહિત કુલ રૂ.711 કરોડના વિકાસ કાર્યોની આજે અમદાવાદના નગરજનોને ભેટ અર્પણ કરી હતી.

AHMEDABAD : CM ભુપેન્દ્ર પટેલે 711 કરોડના વિકાસ કાર્યોના  લોકાર્પણ અને  ખાતમૂહુર્ત કર્યા
CM Bhupendra Patel in Ahmedabad
| Edited By: | Updated on: Dec 03, 2021 | 10:24 PM

AHMEDABAD : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને અમદાવાદ શહેરી વિકાસ સત્તા મંડળના રૂ.521 કરોડના 21 પ્રજાલક્ષી કામોના લોકાર્પણ અને રૂ.190 કરોડના ખર્ચે 13 જનહિતલક્ષી કાર્યોના ખાતમૂહુર્ત સહિત કુલ રૂ.711 કરોડના વિકાસ કાર્યોની આજે અમદાવાદના નગરજનોને ભેટ અર્પણ કરી હતી.આજના લોકાર્પણ અને ખાતમૂહૂર્ત પ્રસંગે મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, સર્વાંગી વિકાસના ધ્યેયને વરેલી રાજ્ય સરકારે શહેરો અને ગામડાંઓને સુવિધાયુક્ત બનાવવા અનેકવિધ પગલાં ભર્યા છે. લઘુત્તમ સાધનોના મહત્તમ ઉપયોગ કરીને જ્યાં માનવી ત્યાં સુવિધા પહોંચાડવા સરકારે કમર કસી છે.

તેમણે કહ્યું કે પ્રવર્તમાન સરકારે નિર્ધારિત સમય પહેલા વિકાસ કાર્યો પૂર્ણ કરવા પ્રતિબદ્ધ છે. પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ જોયેલા આત્મનિર્ભર ભારતના સ્વપ્નને સાકાર કરવા ગુજરાતના શહેરો અને ગામોને આત્મનિર્ભર બનાવી આત્મનિર્ભર ગુજરાત થી આત્મનિર્ભર ભારતના સંકલ્પને પૂર્ણ કરવાની નેમ મુખ્યમંત્રીએ વ્યક્ત કરી હતી.આ પ્રસંગે તેઓએ જણાવ્યું કે, રાજ્યના શહેરોમાં ઈઝ ઓફ લિવિંગ ની સુવિધાઓ આપીને જનહિત લક્ષી સેવાઓને સીટીઝન સેન્ટ્રિક બનાવવા સરકાર દ્વારા સુદ્રઢ વ્યવસ્થાપન કરવામાં આવ્યું છે.

આજે લોકાર્પણ અને ખાતમૂહૂર્ત કરાયેલા વિવિધ વિકાસ પ્રકલ્પોમાં એ ઇ-બસોનું લોકાર્પણ ટકાઉ વિકાસના નિર્ધારને વેગવંતુ બનાવશે તેવો ભાવ મુખ્યમંત્રીએ વ્યક્ત કર્યો હતો.મુખ્યમંત્રીએ આ પ્રસંગે નાગરિકો માટે તેમના પ્રશ્નોની રજૂઆત અંગે ના સરકારમાં દરવાજા હર હંમેશ ખુલ્લા હોવાનું જણાવી પ્રજાના પ્રશ્નો અને તેમની રજુઆતોના નિવારણ લાવવા માટે સરકારે સંનિષ્ઠ પ્રયાસો હાથ ધર્યા હોવાનુ જણાવ્યું હતું.

રાજ્યના સર્વાંગી વિકાસની પ્રતિબદ્ધતા સાથે રાજ્યને આંતરરાષ્ટ્રીય સ્તરે મોડેલ સ્ટેટ બનાવવા ની દિશામાં સરકાર કટિબદ્ધ હોવાનું મુખ્યમંત્રીએ ઉમેર્યું હતું.લોકાર્પણ કરાયેલ વિવિધ વિકાસ કાર્યોમાં ઈતિહાસીક વિક્ટોરિયા ગાર્ડનનું રીડેવલપમેન્ટ અને 100 કરોડ ના ખર્ચે વિકસાવેલી 60 નવી BRTS બસ અને ચાર્જિંગ સ્ટેશનને પણ નગરજનોની સેવામાં ખુલ્લા મુકવામાં આવ્યા હતા.

આ વિકાસ કાર્યોમાં અમદાવાદ શહેરના નરોડા અને નિકોલ વિસ્તારમા નવા બે ફાયર સ્ટેશનોનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે.મુખ્યમંત્રીના વરદ હસ્તે પી.એમ. સ્વનિધી યોજનાના લાભાર્થીઓને પ્રતિક રૂપે સહાય વિતરણ કરવામાં આવી હતી.મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના હસ્તે હેરિટેજ સિટી અમદાવાદથી અવગત કરાવતી ‘સ્માર્ટ હેરિટેજ મોબાઈલ’ એપનુ લોન્ચીંગ અને અમદાવાદ શહેર વિષે મહત્વની માહિતી આપતા કેટલોગનું અનાવરણ કરવામાં આવ્યું હતું.

વિકાસ કાર્યોના લોકાર્પણ અને ખાતમૂહૂર્ત કાર્યક્રમમાં મંત્રી પ્રદીપ પરમાર, ધારાસભ્ય વલ્લભ કાકડીયા, સુરેશપટેલ, અરવિંદ પટેલ,શહેરના મેયર કિરીટ પરમાર, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન હિતેશ બારોટ, મ્યુનિસિપલ કમિશનર મૂકેશ કુમાર, પૂર્વ મેયર અમિત પોપટલાલ શાહ, કોર્પોરેટર , અમ.મ્યુ.કોર્પો.ના અધિકારીઓ, શહેરના અગ્રણીઓ, શહેરીજનો ઉપસ્થિત રહ્યા હતા.

આ પણ વાંચો :  BHUJ : સશસ્ત્ર સેના ધ્વજદિને ઉદાર હાથે ફાળો આપી બલિદાન આપનારા સૈનિકોના પરિવારોને મદદ કરવા અપીલ

આ પણ વાંચો : ગુજરાતની વધુ એક સિદ્ધી : દેશનું સૌથી મોટું મેન્યુફેક્ચરિંગ હબ બન્યું Gujarat, મહારાષ્ટ્રને પણ પાછળ રાખી દીધું