અમદાવાદ અને સુરત મહાનગરપાલિકામાં આઉટગ્રોથ વિસ્તારમાં શહેરી જનસુખાકારી વધારો કરતા કુલ રૂપિયા 214 કરોડના કામોને મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અન્વયે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સૈદ્ધાંતિક મંજૂરી મળી છે. અમદાવાદમાં ડ્રેનેજ અને પાણીનાં 6 કામ તથા સુરતમાં ભૌતિક આંતરમાળખાકીય સુવિધાના 76 કામો હાથ ધરાશે.
આ પણ વાંચો-Bhavnagar : 22 અને 23 એપ્રિલે ગુજરાત અને તમિલનાડુના ખેલાડીઓ વચ્ચે ‘ચેલેન્જર્સ ટ્રોફી’ સ્પર્ધા યોજાશે
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યનાં મહાનગરોમાં જનસુખાકારી વૃદ્ધિના કામોને વેગ આપતો વધુ એક જન હિતકારી નિર્ણય કર્યો છે. સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અન્વયે અમદાવાદ અને સુરત મહાનગર પાલિકાએ આઉટગ્રોથ વિસ્તારના વિકાસ કામો માટે રજૂ કરેલી દરખાસ્તોને તેમણે સૈદ્ધાંતિક મંજૂરી આપી છે.
CM ભૂપેન્દ્ર પટેલે આપેલી આ સૈદ્ધાંતિક મંજૂરીના પરિણામે અમદાવાદ મહાનગર પાલિકાના આઉટ ગ્રોથ વિસ્તાર વિકાસ કામો સંદર્ભે રૂપિયા 138.46 કરોડના ખર્ચે ડ્રેનેજ તથા પાણીનાં 6 કામોની દરખાસ્તને મંજુરી મળી છે. આ ઉપરાંત CMએ સુરત મહાનગરપાલિકાના આઉટગ્રોથ વિસ્તારના ભૌતિક આંતરમાળખાકીય સુવિધાઓના વિવિધ 76 કામો માટે અંદાજીત 75.78 કરોડ રૂપિયાના કામોને પણ સૈદ્ધાંતિક મંજૂરી આપી છે.
રાજ્ય સરકારે શહેરી વિસ્તારોમાં અને તેની વધારેલી હદ-આઉટગ્રોથ વિસ્તારોમાં પાણી, ગટર વ્યવસ્થા, રોડ રસ્તા, સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ, સ્ટ્રીટલાઈટ વગેરે માળખાકીય સુવિધાનો વધારો કરવાનો નિર્ણય લીધો છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાદર્શનમાં આ હેતુસર આ વર્ષે રાજ્યના શહેરી વિકાસ વિભાગના બજેટમાં શહેરી ક્ષેત્રોની માળખાકીય સુવિધાઓ માટે 37 ટકાનો માતબર વધારો પણ સૂચવવામાં આવ્યો છે. એટલું જ નહીં, મહાનગર પાલિકા, નગર પાલિકા તેમજ શહેરી સત્તા મંડળોમાં પાયાની માળખાકીય સુવિધાઓ માટે અમલી બનાવાયેલી સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના રૂપિયા 8086 કરોડની જોગવાઈ સાથે 2024 સુધી લંબાવવામાં આવી છે.
ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…