ગુજરાતમાં(Gujarat) રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય અંતર્ગત મોબાઈલ હેલ્થ ટીમોને આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલ (Rishikesh Patel) દ્વારા મોબાઈલ હેલ્થ વાહનોને(Mobile Heath Van) લીલી ઝંડી આપી હતી. જેમાં 18 વર્ષ સુધીના બાળકોની મફતમાં તપાસ, નિદાન અને સારવાર મોબાઈલ હેલ્થ ટીમ દ્વારા કરવામાં આવશે.રાજ્યમાં 992 મોબાઈલ હેલ્થ ટીમ કામગીરી કરશે.એક ટીમમાં આયુષ ડોકટર મેલ, ડોક્ટર ફિમેલ, ફાર્માસિસ્ટ કમ કમ્પ્યુટર ઓપરેટર અને એ.એન.એમ કાર્યરત રહેશે.મોબાઈલ હેલ્થ ટીમ ગામડે ગામડે જઈને બાળકોની તપાસ કરશે.પ્રાથમિક રોગથી લઈ ગંભીર પ્રકારના રોગનું સ્ક્રીનીંગ, નિદાન અને સારવાર થશે.શાળા આરોગ્ય-રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ અંતર્ગત રાજયના તમામ ડીલીવરી પોઇન્ટ ખાતે દરેક નવજાત શીશુનુ બર્થ ડીફેકટ સ્ક્રીનીંગ કરવામાં આવે છે.
જ્યારે નવજાત શિશુ થી 6 વર્ષના આંગણવાડીના બાળકો, ધો. 1 થી 12 માં અભ્યાસ કરતાં તમામ વિદ્યાર્થીઓ 18 વર્ષ સુધીના શાળાએ જતાં અને ન જતાં બાળકો, આશ્રમશાળા,મદ્રેશા, ચિલ્ડ્રન હોમના બાળકોને “4D”(બર્થ ડીફેકટ, ડેવલપમેન્ટલ ડીલે, ડીસીઝ અને ડેફીસીઅન્સી) પ્રમાણે આર.બી.એસ.કે. મોબાઇલ હેલ્થ ટીમ (આયુષ તબીબો (પુરૂષ અને સ્ત્રી), ફાર્માસીસ્ટ અને આરોગ્ય કાર્યકર (સ્ત્રી).દ્વારા નિયમિત રીતે તમામ બાળકોની આરોગ્ય ચકાસણી અને સંદર્ભ સેવા દ્વારા સારવાર પુરી પાડવામાં આવે છે. આર.બી.એસ.કે. પ્રોગ્રામ વર્ષ 2013 -14 થી ભારત સરકાર દ્વારા અમલીકરણ કરવામાં આવ્યો હતો, જે ગુજરાત રાજ્યમાં ચાલતા શાળા આરોગ્ય પ્રોગ્રામ સાથે સંલગ્ન કરવામાં આવ્યો.
રાજ્યમા દર વર્ષે અંદાજીત કુલ 1 કરોડ 53 લાખ જેટલા બાળકોના આરોગ્યની ચકાસણી, સ્થળ પર સારવાર અને જરૂરીયાતવાળા બાળકો ને સરકારી આરોગ્ય સંસ્થાઓ (PHC/ CHC/SDH/ જિલ્લા હોસ્પિટલો/મેડિકલ કોલેજ સંલગ્ન હોસ્પિટલો અને સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલો ખાતે રીફર કરીને તદ્દન મફત સારવાર આપવામાં આવે છે.રાજ્યમાં કુલ ૯૯૨ આર.બી.એસ.કે. મોબાઇલ હેલ્થ ટીમો કાર્યરત છે જેમાં કુલ ચાર વ્યક્તિઓનો સમાવેશ થાય છે (૩૯૬૮) જે પૈકી બે આયુષ ડોક્ટર (મેલ અને ફિમેલ) એક ફાર્માસીસ્ટ અને એક એ.એ.એમ હોય છે તેમના દ્વારા રોજીંદી બાળકોની આરોગ્ય ચકાસણી કરવામાં આવે છે.
આર.બી.એસ.કે. મોબાઇલ હેલ્થ ટીમો દ્વારા આંગણવાડી (વર્ષમાં બે વાર) અને શાળાઓના (વર્ષમાં બે વાર) બાળકોની આરોગ્ય તપાસણી નિયમિત રીતે કરવાની થતી હોય છે, તેમજ આરોગ્ય તપાસણી કરવા માટે ટુલ કીટ સાથે રાખવાની હોય છે જેના માટે ડેડીકેટેડ વાહનની જોગવાઇ કરવામાં આવેલ છે. ટીમોએ દૈનિક 100 થી 120 બાળકોની ચકાસણી કરવાની હોય છે) કરેલ બાળકોની તપાસણીની વિગતો આર.બી.એસ.કે. સોફટવેરમાં નિયમિત અપડેટ કરવામાં આવે છે.
આર.બી.એસ.કે. મોબાઇલ હેલ્થ ટીમો દ્વારા જરૂર જણાય ત્યારે બાળકના રેફરલ હોસ્પિટલ ખાતે લઇ જવા માટે પણ આ જ વાહનનો ઉપયોગ કરવામાં આવે છે. હદય, કિડની અને કેન્સરના રોગ માટે સુપરસ્પેશ્યાલીટી સેવાઓ જેમાં કીડની, બોનમેરો અને લીવર પ્રત્યારોપણ, અને કોકલીયર ઇમ્પ્લાન્ટની સારવારનો સમાવેશ થાય છે તેમજ જરૂરીયાતવાળા બાળકોને વિનામૂલ્યે ચશ્મા વિતરણ કરવામાં આવે છે.
આ પણ વાંચો : જામનગરઃ જી. જી. હોસ્પિટલના ઓર્થોપેડિક વિભાગ દ્વારા સમગ્ર ગુજરાત માટે પોસ્ટ ગ્રેજ્યુએટ લેકચર કોર્ષનું ભવ્ય આયોજન
આ પણ વાંચો : ધો-10-12ની પ્રીલિમિનરી પરીક્ષાનું પેપર લીક થતા ખળભળાટ, તપાસના આદેશ અપાયા
Published On - 4:11 pm, Fri, 18 February 22