Jagannath Rathyatra 2022 : રથયાત્રાને પગલે પોલીસની સજ્જડ સુરક્ષા, સંવેદનશીલ રૂટ પર પોલીસે કરી ફ્લેગ માર્ચ

|

Jun 28, 2022 | 8:56 AM

દરિયાપુર વિસ્તારમાં RAF, SRP સહિત સ્થાનિક પોલીસ દ્વારા ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવ્યુ હતુ.રથયાત્રામાં કોઇ અનિચ્છનીય બનાવ ન બને તે માટે રથયાત્રા રૂટ પર લોખંડી સુરક્ષા બંદોબસ્ત(Ahmedabad Police)  ગોઠવાયો છે.

Jagannath Rathyatra 2022 : રથયાત્રાને પગલે પોલીસની સજ્જડ સુરક્ષા, સંવેદનશીલ રૂટ પર પોલીસે કરી ફ્લેગ માર્ચ
Police flag march on Rathyatra route

Follow us on

રથયાત્રાને(Rathyatra)  લઇને સેન્ટ્રલ સિક્યુરિટી ફોર્સે (Central Security Force) શહેરના સંવેદનશીલ વિસ્તારનો મોરચો સંભાળ્યો છે.સોમવારે રથયાત્રા રૂટ પર પોલીસે ફ્લેગ માર્ચ કર્યુ હતુ. ઉપરાંત દરિયાપુર વિસ્તારમાં RAF, SRP સહિત સ્થાનિક પોલીસ દ્વારા ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવ્યુ હતુ.રથયાત્રામાં કોઇ અનિચ્છનીય બનાવ ન બને તે માટે રથયાત્રા રૂટ પર લોખંડી સુરક્ષા બંદોબસ્ત(Ahmedabad Police)  ગોઠવાયો છે.બીજી તરફ ટ્રાફિક વિભાગ(traffic department)  દ્વારા નક્કી કરેલા રસ્તાઓ પર 30 જૂન અને 1 જુલાઈના બે દિવસ દરમિયાન કોઈ પણ વાહનનું પાર્કિંગ થઈ શકશે નહીં.

નો પાર્કિંગની સાથે પોલીસ કમિશનર દ્વારા  AMTS તેમજ BRTS રૂટ પણ ડાઈવર્ટ કરવામાં આવ્યા છે. કાલુપુર રેલવે સ્ટેશન(kalupur Railway station)  પાસેથી રથયાત્રા પસાર થવાની હોવાથી ત્યાં મુસાફરોને હાલાકી પડે નહી તેમાં માટે બસ અને ઈ-રીક્ષાની વ્યવસ્થા કરવામાં આવી છે.

આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

લોખંડી સુરક્ષા વ્યવસ્થા ગોઠવાશે

અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની(Jagannath Rathyatra)  145મી રથયાત્રા માટે લોખંડી સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. કાયદો વ્યવસ્થા જળવાઇ રહે તે માટે પોલીસ સજ્જ રહેશે. વધુમાં આશિષ ભાટિયાએ કહ્યું હતુ કે રાજ્યમાં સૌથી મોટી રથયાત્રા અમદાવાદમાં નીકળે છે. જેથી અમદાવાદમાં પોલીસ ખાસ સુરક્ષા વ્યવસ્થા કરશે. અમદાવાદમાં(Ahmedabad)  રથયાત્રા દરમિયાન કુલ 24 હજારથી વધુ પોલીસકર્મી ખડેપગે રહેશે. ત્યારે હાઇટેક્નોલોજી સાથે 24 હજારથી વધુ પોલીસ જવાનો તૈનાત રખાશે.

બંદોબસ્તમાં પેરા મિલિટરી સહિત SRP અને ચેતક કમાન્ડો પણ હશે. તો કાયદો-વ્યવસ્થાની સ્થિતિ જાળવવા ક્રાઇમ બ્રાન્ચને મહત્વની જવાબદારી સોંપાઈ છે. ગુજરાત ATS અને ક્રાઇમ બ્રાન્ચ શકમંદો પર નજર રાખશે. અન્ય રાજ્યમાંથી આવેલા અમુક લોકોની હિલચાલ પર નજર રખાશે. કોઈ અનિચ્છનીય ઘટના બને તો લોકડાઉન અને ઇન્ટરનેટ બંધ કરવા સુધીની તૈયારીઓ કરવામાં આવી રહી છે.

Next Article