રાજ્યમાં કેન્સરના દર્દીઓને રેડિયો એક્ટિવ સારવારમાં વધુ સુવિધા મળશે, પ્રોજેક્ટ શરૂ કરવા 70 કરોડ રૂપિયા ફાળવવાની સૈદ્ધાંતિક મંજૂરી

|

May 09, 2023 | 10:06 PM

ધ ગુજરાત કેન્સર એડ રિસર્ચ ઈન્સ્ટિટ્યુટમાં સાયક્લોટ્રોન પ્રોજેક્ટ શરૂ કરવા 70 કરોડ રૂપિયા ફાળવવાની સૈદ્ધાંતિક મંજૂરી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આપી છે. મુખ્યમંત્રી અને આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલની ઉપસ્થિતિમાં આરોગ્ય વિભાગની ઉચ્ચસ્તરીય બેઠકમાં મહત્વપૂર્ણ નિર્ણય લેવાયો છે.

રાજ્યમાં કેન્સરના દર્દીઓને રેડિયો એક્ટિવ સારવારમાં વધુ સુવિધા મળશે, પ્રોજેક્ટ શરૂ કરવા 70 કરોડ રૂપિયા ફાળવવાની સૈદ્ધાંતિક મંજૂરી

Follow us on

અમદાવાદ જિલ્લાના દસક્રોઈ તાલુકાના ખોડિયારમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કાર્યરત કરવાનો પણ નિર્ણય કરાયો છે. ત્રણ ગામોની 8 હજાર જેટલી ગ્રામીણ જનતાને નજીકના સ્થળે જ આરોગ્ય સારવાર-સુવિધા ઉપલબ્ધ થાય તેવી સુવિધા ઉપલબ્ધ કરવામાં આવશે. ખાસ કરીને સાયક્લોટ્રોન પ્રોજેક્ટ શરૂ થતાં ભવિષ્યમાં રેડિયો એક્ટિવ પદાર્થનું કોઈ પણ સમયે ઉત્પાદન થઈ શકાશે. 1 હજાર સ્ક્વેર મીટરમાં સાયક્લોટ્રોન બંકર અને 1 હજાર સ્ક્વેર મીટરમાં યુટિલિટી બિલ્ડિંગનું નિર્માણ થશે. વધુમાં ન્યુક્લિયર મેડિસીન વિભાગનું પોતાનું સાયક્લોટ્રોન પણ શરૂ થવાથી ભવિષ્યમાં વર્ષે અંદાજે 16 હજાર જેટલા દર્દીઓને કેન્સર તપાસ અને સારવારનો લાભ આપી શકાશે.

સાયક્લોટ્રોન ફોર ન્યુક્લિયર મેડિસીનનો પ્રોજેક્ટ દોઢથી બે વર્ષમાં પૂર્ણ થશે

ધ ગુજરાત કેન્સર એન્ડ રિસર્ચ ઈન્સ્ટિટ્યુટમાં સાયક્લોટ્રોન પ્રોજેક્ટ શરૂ કરવા માટે રાજ્ય સરકારે 70 કરોડ રૂપિયાની ફાળવણી કરવાનો સૈદ્ધાંતિક નિર્ણય કર્યો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને અને આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલની ઉપસ્થિતિમાં મળેલી આરોગ્ય વિભાગની ઉચ્ચસ્તરીય બેઠકમાં આ સમગ્ર નિર્ણય ઉપરાંત આરોગ્ય સેવાઓના સંદર્ભમાં કેટલાક મહત્વપૂર્ણ નિર્ણયો પણ લેવામાં આવ્યા હતા. આ સાયક્લોટ્રોન પ્રોજેક્ટ અંતર્ગત રેડિયો એક્ટિવ પદાર્થનું ઉત્પાદન કરવામાં આવશે અને તેનો ઉપયોગ યુટિલિટી બિલ્ડિંગની અંદર કેન્સરના રોગના નિદાન તેમજ સારવાર માટે થઈ શકશે.

આ પણ વાંચો : કેબિનેટ મંત્રી કનુ દેસાઈએ અમદાવાદ-સમસ્તીપુર સ્પેશિયલ ટ્રેનને પ્રસ્થાન સંકેત બતાવીને શુભારંભ કર્યો

દેશી સફેદ જુવાર ખાવાના ફાયદા, જાણીને ચોંકી જશો
Cannesમાં કિયારા અડવાણીનો ચાલ્યો જાદું, પિંક અને બ્લેક ગાઉનમાં લૂટી મહેફિલ
જાહ્નવી કપૂરની ફિટનેસ ટ્રેનર પણ છે ખૂબ ગ્લેમરસ, જુઓ તસવીર
આ મેદાન પર રમાશે ભારત અને પાકિસ્તાનની મેચ, જુઓ વીડિયો
First Ballot Box વિશે જાણો, તેના દ્વારા થઈ હતી દેશની પ્રથમ ચૂંટણી
Knowledge : ચાલતી ટ્રેનમાં ધડક-ધડક અવાજ કેમ આવે છે? જાણો કારણ

ગુજરાત કેન્સર એન્ડ રિસર્ચ ઈન્સ્ટિટ્યુટ ખાતે આ પ્રોજેક્ટ શરૂ થવાથી વધુ પ્રમાણમાં ઉત્પાદન ક્ષમતા સાથે જ્યારે જોઈએ ત્યારે રેડિયો એક્ટિવ પદાર્થ મળી શકશે. એટલું જ નહીં, દર્દી-દીઠ તપાસમાં પણ ઓછો ખર્ચ આવશે. આ પ્રોજેક્ટ અને તેની સુસંગત વ્યવસ્થા માટે 1 હજાર સ્ક્વેર મીટર જગ્યાની જરૂરિયાત સાયક્લોટ્રોન બંકર બનાવવા તથા બેઝમેન્ટ સહિત પાંચ માળના યુટિલિટી બિલ્ડિંગ નિર્માણ માટે 1 હજાર સ્ક્વેર મીટર જગ્યાની જરૂરિયાત રહેશે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સમક્ષ આ સમગ્ર પ્રોજેક્ટનું પ્રેઝન્ટેન્શન આરોગ્ય વિભાગના અધિક મુખ્ય સચિવ મનોજ અગ્રવાલે કર્યુ હતું. આ પ્રોજેક્ટ અંદાજે બે વર્ષની અવધિમાં પૂર્ણ થશે. આ ઉચ્ચસ્તરીય બેઠકમાં અન્ય એક મહત્વપૂર્ણ નિર્ણય અમદાવાદ જિલ્લાના દસક્રોઈ તાલુકાના ખોડિયાર ખાતે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર શરૂ કરવાનો પણ લેવાયો છે. પ્રવર્તમાન સ્થિતિએ કાસિન્દ્રા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર હેઠળ ખોડિયાર પેટા આરોગ્ય કેન્દ્રનો સમાવેશ થયેલો છે.

 

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

Next Article