ઉનાળાના વેકેશન દરમિયાન અમદાવાદથી ગોવાની બસનું ભાડું થયુ પ્લેનથી પણ મોંઘુ, જાણો શું છે ભાવ

|

May 22, 2023 | 3:44 PM

Ahmedabad News : સામાન્ય દિવસોમાં અમદાવાદ-ગોવાનું એરફેર 4000 રુપિયા હોય છે. જ્યારે ગોવા-અમદાવાદ બસનું ભાડું વધીને હાલ રુપિયા 4200 થઇ ગયુ છે.

ઉનાળાના વેકેશન દરમિયાન અમદાવાદથી ગોવાની બસનું ભાડું થયુ પ્લેનથી પણ મોંઘુ, જાણો શું છે ભાવ

Follow us on

હાલમાં ઉનાળાનું (Summer 2023) વેકેશન ચાલી રહ્યુ છે. લોકો પોતાના પરિવાર સાથે ફરવા જવાનું આયોજન કરી રહ્યા છે. જો કે વેકેશનમાં ફરવા જનારાઓની સંખ્યામાં વધારો થતા વિમાની મુસાફરીનું (air fare) તો ભાડુ વધ્યુ જ છે. સાથે બસનું ભાડુ પણ વધી ગયુ છે. ખાસ કરીને સ્પાઇસ જેટની અમદાવાદ-ગોવા ફલાઇટ તેમજ ગો ફર્સ્ટની ફલાઇટ બંધ થઇ જતા અન્ય એરલાઇન્સ સાથે બસના ભાડામાં પણ વધારો થયો છે. બસનું ભાડુ હાલ વિમાન મુસાફરીની ટિકિટ જેટલુ જ થઇ ગયુ છે.

આ પણ વાંચો-Gujarati video : મહેસાણામાં વસાઇ પાસે ST બસ અને આઇસર વચ્ચે થયો અકસ્માત, બસમાં સવાર મહિલાનું મોત

સામાન્ય દિવસોમાં અમદાવાદ-ગોવાનું એરફેર 4000 રુપિયા હોય છે. જો કે એરફેર જેટલુ ભાડુ હાલ અમદાવાદ-ગોવા વન-વેનું થઇ ગયુ છે. ઉનાળા વેકેશનના કારણે ગોવા-અમદાવાદ વન-વે એરફેર હાલમાં રુપિયા 14,578 જેટલુ છે. જ્યારે ગોવા-અમદાવાદ બસનું ભાડું વધીને હાલ રુપિયા 4200 થઇ ગયુ છે.

રિંકુ સિંહનું કરોડોનું ઘર કોના નામે છે?
Loan on Aadhaar Card : આધાર કાર્ડનો ઉપયોગ કરીને આ રીતે મળશે 2 લાખની લોન
ભારતના 100 રૂપિયા ઇન્ડોનેશિયામાં જઈ કેટલા થઈ જાય ?
શિયાળાના 3 મહિના સુધી દરરોજ ખાઓ 2 ખજૂર,મળશે લાભ
Indian Flag : કયા ભારતીયે બનાવ્યો હતો ભારતનો રાષ્ટ્રધ્વજ ?
ડાયાબિટીસમાં કઈ મીઠાઈઓ ખાવી? આ છે શ્રેષ્ઠ વિકલ્પ

વેકેશનમાં હવાઇ મુસાફરી મોંઘી બનતી હોય છે. ત્યારે લોકો બસની મુસાફરીને વિકલ્પ તરીકે પસંદ કરતા હોય છે. જો કે હવે બસની મુસાફરી પણ મોંઘી બનતા ફરવા જવાનું આયોજન બનાવનારાઓને નિરાશા સાંપડી છે. ગોવા-અમદાવાદનું વન વે એરફેર સામાન્ય દિવસોમાં 3500થી 4000 રુપિયા રહેતુ હોય છે. જો કે હાલમાં એરફેર વધીને 14500ને પાર થયુ છે.

સ્પાઇસ જેટની ફ્લાઇટ બંધ થતા અનેક લોકોને અમદાવાદ-ગોવાની બીજી ફ્લાઇટમાં જવુ હવે ખર્ચાળ સાબીત થાય તેમ છે. આ ઉપરાંત ટ્રેનમાં પણ છેલ્લી ઘડીએ ટિકિટ મળે તેમ નથી. જેના કારણે લોકો બસ મુસાફરીનો વિકલ્પ પસંદ કરે છે. જો કે હવે ગોવા-અમદાવાદ માટે બસનું ભાડું રુપિયા 4500થી પણ વધી ગયુ છે. સામાન્ય દિવસોમાં તે રુપિયા 2500 આસપાસ હોય છે.

એરફેર વધી રહ્યો હોવાથી અનેક લોકો હવે અન્ય રાજ્યમાં પણ બસમાં જ મુસાફરી કરીને જઇ રહ્યા છે. હાલમાં ઉનાળા વેકેશનના કારણે પર્યટન સ્થળો હાઉસફૂલ જોવા મળી રહ્યા છે. તેવામાં ગોવા જવા તો લોકો પડાપડી કરી રહ્યા છે. જેથી અમદાવાદ-ગોવાનું એરફેર ખૂબ જ વધી ગયુ છે.

અમદાવાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Article