ગજબ ફિલ્મી કહાની! ભીક્ષુકને જીવતો સળગાવ્યો અને ખુદનુ મોત સાબીત કરી 80 લાખનો વીમો પકવ્યો

અમદાવાદના નિકોલમાંથી એક હત્યાનો આરોપી ઝડપાયો હતો. પરંતુ આ સામાન્ય હત્યાની કહાની નહોતી. આ હત્યામાં મૃતક વ્યક્તિ અને આરોપીનુ નામ એક જ હતુ. માથું ખંજવાળી દેવાય એવી આ ઘટનામાં આરોપીએ પોતાનો વીમો પકવવા માટે એક ભીક્ષુકને જ ગાડીમાં પુરીને સળગાવી દીધો હતો. ત્યારબાદ લાશને સ્વીકારી અલગ જ નામથી જીવન જીવવા લાગ્યો હતો. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે આરોપીને ઝડપી લઈને તપાસ શરુ કરી છે.

ગજબ ફિલ્મી કહાની! ભીક્ષુકને જીવતો સળગાવ્યો અને ખુદનુ મોત સાબીત કરી 80 લાખનો વીમો પકવ્યો
80 લાખનો વીમો પકવ્યો
| Edited By: | Updated on: Nov 08, 2023 | 3:42 PM

અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે એક એવા શખ્સની ધરપકડ કરી છે, જે વર્ષ 2006માં પોલીસ ચોપડે મૃત્યુ પામ્યો છે. એટલે કે ઝડપાયેલ યુવકે વીમો પકવવા માટે પોતાનુ જ મોત કારમાં સળગી જવાથી થયાનુ સાબીત કર્યુ હતુ. 17 વર્ષ અગાઉની આ ઘટનામાં પોતાના જ મોતને સાબિત કરીને લાશને પરિવારજનો દ્વારા સ્વિકાર કરાવી લીધી હતી.

આ પણ વાંચોઃ મેઘરજમાં ખુલ્લી ગટરમાં બાળક ખાબક્યુ, ચીસાચીસ કરતા આસપાસના લોકોએ દોડી આવી બચાવ્યો

ત્યાર બાદ આરોપી અમદાવાદમાં રહીને નવા નામ અને ઠામ સાથે જીવન જીવવા લાગ્યો હતો. પરંતુ તેની આ ચાલ 17 વર્ષે ખુલી જવા પામી છે અને હવે જેલમાં જવાનો વખત પણ આવી ચૂક્યો છે. આરોપીએ નવા નામ અને સરનામા માટે બોગસ ડોક્યુમેન્ટ પણ તૈયાર કરીદીધા હતા. પરંતુ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે તે તમામ ભેદ ઉકેલીને હવે આરોપીને જેલને હવાલે કરી દીધો છે.

નવા નામથી જીવન ગુજારવાની શરુઆત કરી

અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ઝડપેલા આરોપીનું નામ અનિલસિંઘ વિજયપાલસિંઘ ચૌધરી છે. જોકે વર્ષ 2006 થી તે અમદાવાદમાં રાજકુમાર વિજયકુમાર ચૌધરીના નામે મનમોહનનગર નિકોલ ખાતે વસવાટ કરે છે.ઝડપાયેલા આરોપી પાસેથી રાજકુમાર ના નામના તમામ ડોક્યુમેન્ટ પણ મળી આવ્યા છે. જેની તપાસ કરતા તે તમામ દસ્તાવેજ ખોટા બનાવવામાં આવ્યા છે.

જે અંગે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ગુનો નોધી તપાસ કરતા 17 વર્ષ પહેલા આગ્રામાં થયેલી હત્યાનો ભેદ ઉકેલાયો. જોકે આગ્રા પોલીસ તે બનાવને માત્ર એક અકસ્માત સમજી તપાસ કરતી હતી. પરંતુ ક્રાઈમ બ્રાન્ચે તે હત્યાના ખતરનાક ગુનાનો ભેદ ઉકેલ્યો અને 80 લાખનો વીમો પકવવા માટે એક ભિક્ષુકની હત્યા કરાઈ હોવાનો ખુલાસો કર્યો અને આરોપીની ધરપકડ કરી.

વીમો પકવવા કહાની ઘડી

ઝડપાયેલ આરોપી અનિલસિંઘ ઉર્ફે રાજકુમાર ની બોગસ દસ્તાવેજો ના ગુનામાં ધરપકડ કરી પૂછપરછ કરતા હકીકત સામે આવી હતી. જેમાં અનિલસિંઘ તેના પિતા વિજયપાલસિંઘ તેનો ભાઈ અને તેના મિત્રએ મળી વર્ષ 2004 માં હત્યાનું કાવતરું રચ્યું હતું. જે કાવતરાના ભાગરૂપે 2004 માં અનિલ ના નામે lic ની જીવન મિત્ર નામની 20 લાખની પોલિસી લેવામાં આવી હતી, જે પોલીસીમાં જો પોલિસી ધારકનું અકસ્માતે મૃત્યુ થાય તો ચાર ઘણા એટલે કે 80 લાખ રૂપિયા મળવાના હતા.

જેથી વર્ષ 2006ના જાન્યુઆરી મહિનામાં અનિલના પિતા વિજય પાલે અનિલના નામે એક સેન્ટ્રો ગાડી લીધી અને તેનો પણ વીમો ઉતરાવ્યો હતો. બાદમાં 31 જુલાઈ 2006ના રોજ અનિલે ઘનકોર થી ગાઝિયાબાદ જતી ટ્રેનમાં ભિક્ષુકવૃત્તિ કરતા યુવકને જમાડવાના બહાને પોતાની સાથે લઈ ગયો. જેને બેભાન કરી પોતાની ગાડી નો અકસ્માત સર્જી તેને આગ લગાવી દીધી હતી.

જોકે તે ગાડીમાં મૃતક અનિલ નહીં પરંતુ ભિક્ષુક હતો, તે વાત જાણતા હોવા છતાં અનિલના પરિવારે કે મૃતદેહ સ્વીકાર્યો. તેના અંતિમ સંસ્કાર કર્યા અને પરિવાર તથા સમાજ માટે અનિલને મૃત જાહેર કરી તેને 80 લાખ રૂપિયા ની પોલીસી પણ પકવી લીધી હતી.

આગ્રા પોલીસને કરાઈ જાણ

બનાવટી દસ્તાવેજોની અને આ દસ્તાવેજો ક્યાં બનાવ્યા કોની પાસે બનાવ્યા તેની તપાસ હાથ ધરાઈ છે. સાથે જ 31 જુલાઈ 2006 માં થયેલી હત્યા ની માહિતી આગ્રા પોલીસને આપતા પોલીસે અકસ્માતના ગુનામાં હત્યાની કલમો ઉમેરી અનિલસિંઘ તેના પિતા વિજયપાલસિંઘ સહિત ગુનામાં સંડોવાયેલા અન્ય આરોપીઓની શોધખોળ અને ધરપકડની કાર્યવાહી શરૂ કરી છે.

આરોપી અનિલ ઉર્ફે રાજકુમાર એટલો ચાલાક હતો કે, હત્યાને અંજામ આપી ગણતરીના કલાકોમાં અમદાવાદ આવી ગયો અને અને છેલ્લા 17 વર્ષથી તેની પત્ની અને બાળકોથી પણ આ વાત છુપાવી હતી. સાથે જ જો તેના પરિવારના કોઈ વ્યક્તિને મળવું હોય તો દિલ્હી અથવા સુરત મળવા આવી જતો હતો.

અમદાવાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published On - 3:34 pm, Wed, 8 November 23