રાજ્યમાં યોજાયેલી પરીક્ષાના ઉમેદવારો માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે. 9 એપ્રિલે યોજાયેલી જુનિયર ક્લાર્કની પરીક્ષાનું પરીણામ જાહેર થયુ છે. સરકારી ભરતીની તૈયારી કરતા ઉમેદવારો માટે સારા સમાચાર સામે આવ્યા છે. રાજ્યમાં યોજાયેલી જુનિયર ક્લાર્ક અને તલાટીની પરીક્ષાના પરિણામો જાહેર કરવામા આવ્યા છે.
જુનિયર ક્લાર્કની પરીક્ષા ની માર્કશીટ નીચેની લીંક પરથી ડાઉનલોડ કરી શકાશે.
લિંક 1https://t.co/pdYAPob0mXલિંક 2https://t.co/JeDVb6AK5o
— Hasmukh Patel (@Hasmukhpatelips) June 16, 2023
ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા 9 એપ્રિલે જુનિયર ક્લાર્કની પરીક્ષા લેવાઈ હતી. રાજ્યના 32 જિલ્લાના 3 હજાર કેન્દ્રો પર આ પરીક્ષા યોજાઈ હતી. જેમા રાજ્યના 9.58 લાખ ઉમેદવારોએ પરીક્ષા આપી હતી. આ પરીક્ષાનું એકવાર પેપર લીક થયા બાદ બીજીવાર કોઈપણ ગેરીરીતિ વિના પરીક્ષા યોજવી એ ઉમેદવારોની સાથે તંત્રની પણ કસોટી હતી. જો કે આ પરીક્ષા શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થઈ હતી અને ક્યાંય થી પણ કોઈ ગેરરીતિની ઘટના સામે આવી ન હતી. આ પરીક્ષાનું સમગ્ર આયોજન IPS અને GPSSBના ચેરમેન હસમુખ પટેલના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યુ હતુ. પરીક્ષાર્થીઓએ પણ સુચારુ આયોજનની હસમુખ પટેલની કામગીરીને પણ વખાણી હતી.
જુનિયર ક્લાર્કની 1181 જગ્યાઓ માટે તારીખ 9 એપ્રિલ 2023 ના રોજ ગુજરાતની અલગ અલગ કેંદ્રો ખાતે યોજાઈ હતી, જેમાં જુનિયર ક્લાર્ક પ્રશ્નપત્ર માં વિધાન વાક્યો વાળા પ્રશ્નો વધુ પુછાયા હતા જેથી ઉમેદવારોને પેપર થોડુ હાર્ડ પડ્યુ હોય તેવુ જણાઈ આવ્યુ હતુ. ત્યારબાદ જુનિયર ક્લાર્ક OMR શીટ પણ GPSSB દ્વારા જાહેર કરાઈ જેના દ્વારા વિધાર્થીઓ પ્રોવિઝન્લ આન્સર કી ની મદદથી તેમના માર્ક ગણી ચુક્યા હશે.
ગુજરાત પંચાયત પસંદગી મંડળ દ્વારા દર વર્ષે જુનિયર ક્લાર્કની જગ્યાઓ માટે ભરતી બહાર પાડવામાં આવે છે, જેમાં લાયકાત ધરાવતા ઉમેદવારો અરજી કરી આ વર્ગ 3 ની પોસ્ટ માટે પરીક્ષા આપે છે. આ વર્ષની પરીક્ષા અગાઉ જાન્યુઆરી મહિનામાં લેવાની હતી પરંતુ તે રદ થતા પરીક્ષા ૩ મહિના મોડી 9 એપ્રિલ ના રોજ યોજાઈ હતી. હવે પંચાયત વિભાગ દ્વારા જુનિયર ક્લાર્કનુ પરીણામ જલ્દીથી વિધાર્થીઓને આપી, તેમના હાથમા ઓર્ડર જલ્દી આપી શકાય તે અંગેની કવાયત શરૂ થઈ ગઈ છે.
આ પણ વાંચો : Breaking News: રાજ્યમાં 7 મે એ યોજાયેલી તલાટીની પરીક્ષાનું પરિણામ થયુ જાહેર, 8 લાખ 64 ઉમેદવારોએ આપી હતી પરીક્ષા
GPSSB Junior Clerk Result 2023 ચકાશવા માટે ઉમેદવારે પોતાનુ પ્રવેશ કાર્ડ (બેઠક નંબર) સાથે લઈ નીચેના સ્ટેપ ફોલોવ કરી ઓનલાઈન જોઈ શકે છે.
Published On - 7:21 pm, Fri, 16 June 23