Breaking News: અમદાવાદ ઈસ્કોન બ્રિજ પર અકસ્માત કાંડના આરોપી તથ્ય પટેલને જેલમાં ધકેલાયો

|

Jul 24, 2023 | 4:57 PM

Ahmedabad: અમદાવાદ ઈસ્કોન બ્રિજ પર અકસ્માત કેસમાં 9 લાશો ઢાળી દેનાર આરોપી તથ્ય પટેલને જેલમાં ધકેલવામાં આવ્યો છે. તથ્યના ત્રણ દિવસના રિમાન્ડ આજે પૂર્ણ થતા તેને કોર્ટમાં રજૂ કરાયો હતો. જેમા પોલીસે વધુ રિમાન્ડની માગ ન કરતા તેને જેલમાં મોકલવાનો આદેશ કરાયો છે. જો કે કોર્ટે તથ્યને તેના વકીલને મળવા દેવાની મંજૂરી ગ્રાહ્ય રાખી છે.

Breaking News: અમદાવાદ ઈસ્કોન બ્રિજ પર અકસ્માત કાંડના આરોપી તથ્ય પટેલને જેલમાં ધકેલાયો

Follow us on

Ahmedabad: અમદાવાદ ઈસ્કોન બ્રિજ પર અકસ્માત કેસમાં 9 લાશો ઢાળી દેનાર આરોપી તથ્ય પટેલને જેલમાં ધકેલવામાં આવ્યો છે. તથ્યના ત્રણ દિવસના રિમાન્ડ આજે પૂર્ણ થતા તેને કોર્ટમાં રજૂ કરાયો હતો. જેમા પોલીસે વધુ રિમાન્ડની માગ ન કરતા તેને જેલમાં મોકલવાનો આદેશ કરાયો છે. જો કે કોર્ટે તથ્યને તેના વકીલને મળવા દેવાની મંજૂરી ગ્રાહ્ય રાખી છે.

બુધવારે 19 જૂલાઈની મધ્યરાત્રિએ  માલેતુજારના બિલ્ડર, જમીન દલાલ અને રાજકીય વગ ધરાવતા પ્રજ્ઞેશ પટેલના આ ગુમાની દીકરાએ 142ની સ્પીડે જગુઆર કાર ચલાવી ઈસ્કોન બ્રિજ પર અકસ્માત સર્જયો હતો. જેમાં ઘટનાસ્થળે જ 9 લોકોના કમકમાટીભર્યા મોત નીપજ્યા હતા અને મરણની ચિત્કારીઓ ઉઠી હતી. આ અકસ્માતમાં મૃતકોમાં 2 પોલીસના જવાનો પણ સામેલ હતા. બે પોલીસ કોન્સ્ટેબલના પણ મોત થયા હતા.

અગાઉ તથ્ય થાર ગાડીથી કરી ચુક્યો છે અકસ્માત

આ અગાઉ પણ તથ્ય પટેલે થાર ગાડીથી અકસ્માત કર્યો હોવાનુ પોલીસ રિમાન્ડ દરમિયાન કબૂલ્યુ છે. તથ્યએ થાર ગાડીથી ત્રીજી જૂલાઈએ સિંધુ ભવન રોડ પર આવેલી મોવ કાફેની દીવાલ સાથે અથડાવ્યાનું પોલીસ સમક્ષ કબૂલ્યુ હતુ. ઈસ્કોન બ્રિજ પર અકસ્માત કર્યો તેના 20 દિવસ પહેલા સિંધુભવન રોડ પર પૂરઝડપે થાર ગાડી ચલાવી કાફેની દીવાલ સાથે અથડાવી હતી. જેમા કાફેની દીવાલને નુકસાન પહોંચ્યુ હતુ.

IPL 2025માં MS ધોનીના રમવા પર સસ્પેન્સ યથાવત
માંસ કેમ ન ખાવું જોઈએ ? દેવરાહા બાબાએ જણાવ્યું મોટું કારણ, જુઓ Video
Indian Oil ભારતમાં, તો પછી વિશ્વની સૌથી મોટી Oil Company કઈ છે?
ઘરે તુલસી છે ! જાણી લો મંજરી કયા દિવસે ન તોડવી જોઈએ?
સ્વાતંત્ર્ય સંગ્રામ દરમિયાન આવી મોટી ગાડીઓમાં ફરતા હતા મહાત્મા ગાંધી, જુઓ Photos
ખાલી પેટ ખીરા કાકડીનું જ્યુસ પીવાથી જાણો શું થાય છે?

આ પણ વાંચો : Breaking News : ઇસ્કોન બ્રિજ અકસ્માત કેસનું તથ્ય સામે આવ્યું, તપાસ દરમિયાન આરોપીએ કર્યા મોટા ખુલાસા, જુઓ Video

ત્રીજી જૂલાઈએ અકસ્માત કર્યો ત્યારે શું તથ્ય નશામાં હતો ?

આ બાબતે તથ્યની પૂછપરછ કરતા તથ્યએ સ્વીકાર્યુ હતુ કે તેનાથી અકસ્માત થયો હતો. જો કે આધારસૂ્ત્રોના જણાવ્યા મુજબ ત્રીજી જૂલાઈએ અકસ્માત થયો ત્યારે તે નશામાં હતો આથી સરખી રીતે કાર ચલાવી શક્તો ન હતો. આ બાબતે ટ્રાફિક પોલીસ સ્ટેશનમાં ડ્રીંક એન્ડ ડ્રાઈવનો કેસ ન થાય તે માટે તથ્યના માલેતુજાર પિતાએ લાખોમાં સમાધાન કર્યુ હતુ. જો કે તથ્યએ દારૂ પીધો હતો કે નહીં તે અંગે માહિતી મળી શકે તેમ નથી.

અમદાવાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Input Credit- Ronak Varma- Ahmedabad

 

 

 

 

 

 

Published On - 4:04 pm, Mon, 24 July 23

Next Article