Breaking News: સ્ટેટ GST વિભાગના 31 કોમ્પ્યુટર કોચિંગ ક્લાસ પર દરોડા, 20 કરોડ રૂપિયાના બેનામી વ્યવહારો મળ્યા

Ahmedabad: સ્ટેટ GST વિભાગના કોમ્પ્યુટર કોચિંગ ક્લાસ પર GST વિભાગે કાર્યવાહી કરતા દરોડા કર્યા. 15 પ્રાઈવેટ ક્લાસિસ સર્વિસ આપતા હોવા છતા વેરો ભરતા ન હતા. 15 ક્લાસિસના 31 સ્થળો પર GST વિભાગે દરોડાની કાર્યવાહી કરી છે. જેમા 20 કરોડ રૂપિયાના બેનામી વ્યવહારો મળ્યા છે.

Breaking News: સ્ટેટ GST વિભાગના 31 કોમ્પ્યુટર કોચિંગ ક્લાસ પર દરોડા, 20 કરોડ રૂપિયાના બેનામી વ્યવહારો મળ્યા
| Edited By: | Updated on: Jul 28, 2023 | 9:52 PM

Ahmedabad: સ્ટેટ GST વિભાગના કોમ્પ્યુટર કોચિંગ ક્લાસ પર GST વિભાગે કાર્યવાહી કરતા દરોડા કર્યા. 15 પ્રાઈવેટ ક્લાસિસ સર્વિસ આપતા હોવા છતા વેરો ભરતા ન હતા. ગુજરાતમાં  15 ક્લાસિસના 31 સ્થળો પર GST વિભાગે દરોડાની કાર્યવાહી કરી છે. જેમા 20 કરોડ રૂપિયાના બેનામી વ્યવહારો મળ્યા છે. આ કોચિંગ ક્લાસ દ્વારા વિદ્યાર્થીઓની ફીની રકમ છુપાવવામાં આવી છે. વિદ્યાર્થીઓ પાસેથી રોકડમાં ફી લઈ તેનો વેરો ભરવામાં આવતો ન હતો. GST વિભાગે અમદાવાદમાં 4, સુરતમાં 24, વડોદરામાં 1 અને રાજકોટમાં 2 મળી કુલ 31 સ્થળોએ દરોડાની કાર્યવાહી કરી છે.

સ્ટેટ GST વિભાગ દ્વારા કુલ 31 સ્થળોએ દરોડાની કાર્યવાહી

સ્ટેટ GST વિભાગ દ્વારા માર્કેટ ઈન્ટેલિજન્સ તથા સિસ્ટમ બેઝ્ડ એનાલિસિસના આધારે સંશોધનની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જેના ભાગરૂપે GST વિભાગના ધ્યાનમાં આવ્યુ કે કોમ્પ્યુટર કોચિંગ ક્લાસીસના સંચાલકો GST કમ્પ્લાયન્સ યોગ્ય રીતે કરતા નથી. જેથી GST વિભાગે કોમ્પ્યુટર મલ્ટીમીડિયા, એનિમેશન અને અન્ય વિવિધ કોમ્પ્યુટર કોર્સિસના કોચિંગની સેવાઓ પુરી પાડતા 15 પ્રાઈવેટ ક્લાસિસના કુલ 31 સ્થળોએ દરોડાની કાર્યવાહી હાથ ધરી છે.

આ પણ વાંચો : Gujarati Video: GMERS કોલેજોમાં ફી વધારાને લઇને કોંગ્રેસનો પ્રહાર, ગરીબ-મધ્યમ વર્ગના વિદ્યાર્થીઓનું ડોકટર બનવાનું સપનું તૂટશે

અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટના ક્લાસિસમાં GST વિભાગના દરોડા

GST વિભાગે અમદાવાદમાં 4, સુરતમાં 24, વડોદરામાં 1 અને રાજકોટમાં 2 કોમ્પ્યુટર કોચિંગ ક્લાસિસ પર દરોડાની કાર્યવાહી કરી છે. આ ચેકિંગ દરમિયાન ક્લાસિસના સંચાલકો દ્વારા ક્લાઉડ બેઝ્ડ ERP સોફ્ટવેરમાં હિસાબો છુપાવવાનું બહાર આવ્યુ છે. આ તપાસ દરમિયાન ખૂલ્યુ છે કે કોચિંગ ક્લાસિસ દ્વારા વિદ્યાર્થી અને બેચની સંખ્યા તેમજ ફીની રકમ છુપાવવામાં આવતી હતી.

હાલ GST વિભાગને તપાસ દરમિયાન અંદાજિત રૂપિયા 20 કરોડના બિનહિસાબી વ્યવહારો મળી આવ્યા છે. આ પેઢીઓના હિસાબી સાહિત્ય, બેન્ક સ્ટેટમેન્ટ, લોકર, બેંક ખાતાની વિગતો, લોકર સહિતનાની સઘન ચકાસણી કાર્યવાહી કરવામાં આવી રહી છે.

અમદાવાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

 

Published On - 7:37 pm, Fri, 28 July 23