Ahmedabad : સાણંદ (municipality) નગરપાલિકા દ્વારા કરવામાં આવેલા કર વધારાના વિરોધમાં સાણંદના વેપારીઓએ આજે બંધનું એલાન આપ્યું છે. રહેણાંક વિસ્તારમાં 200 ટકા તેમજ કોમર્શિયલ મિલકત પર 400 ટકાનો વધારો કરાતાં રહીશો તેમજ વેપારીઓમાં રોષ ફેલાયો છે. સાણંદમાં રહેણાંક મિલકત વેરો રૂ.339 થી વધારી રૂ.560 કરાયો છે. તો પાણી વેરો રૂ.800થી વધારી રૂ.2000 કરાયો છે.
આ પણ વાંચો Gujarat University : ઉત્તરવહી કાંડમાં દોઢથી બે લાખમાં પરીક્ષા પાસ કરાવવામાં આવી હોવાનો NSUIનો આક્ષેપ
આકરા કરબોજ સામે સાણંદના રહીશો તેમજ વેપારીઓમાં રોષ જોવા મળી રહ્યો છે. જેના પગલે આજે વેપારી, શાકભાજી, પાથરણા એસોસિએશનોએ સાણંદ બંધ પાળ્યો છે. સાણંદ નગરપાલિકાએ મિલકત તેમજ પાણી વેરા ઉપરાંત શિક્ષણ કર 10થી વધારીને 17 ટકા કરાયો છે, તો સફાઈ વેરામાં રૂ.200થી 500નો તેમજ દિવાબત્તી વેરામાં રૂ.150થી 300 કરાયો છે.
આ ઉપરાંત નવી ખરીદાયેલી મિલકતની પાલિકામાં નોંધણી માટે પણ એક ટકા ફી લાગુ કરાઈ છે. સાણંદ નગરપાલિકામાં હાલ વહીવટદાર તરીકે મામલતદાર છે. ત્યારે કરવેરામાં વધારો કરાતાં લોકોમાં રોષ ફેલાયો છે. ત્યારે આજે વેરા વધારાના વિરોધમાં સાણંદ બંધ રહેશે. આ બંધમાં વેપારી, શાકભાજી તેમજ પાથરણા એસોસિએશનો જોડાયા છે.
સાણંદ નગરપાલિકાએ કરેલા વેરા વધારાના નિર્ણય સામે પર ઉતર્યા છે. વેરા વધારા સામે લોકોએ સાણંદને સજ્જડ બંધ પાળી રોષ ઠાલવ્યો છે. સાણંદ બજારમાં તમામ દુકાનો બંધ જોવા મળી. સ્થાનિકોનો આક્ષેપ છે કે પ્રાથમિક સુવિધાઓ પુરી પાડવામાં નગર પાલિકા તંત્ર નિષ્ફળ રહ્યું છે, ત્યારે પાલિકા કઇ રીતે લોકો પાસેથી વેરા વધારો વસુલી શકે.
વધુમાં લોકોએ આરોપ લગાવ્યો છે કે ગંદકીથી ખદબદાતી શેરીઓ, ખુલ્લી અને ગંધ મારતી ગટરો, બિસ્માર રસ્તા, થોડા વરસાદમાં પાણીથી ભરાઈ જતી સોસાયટી, રાહદારીઓને અડફેટે લેતા રખડતાં ઢોર સહિત અનેક સમસ્યા છે. ત્યારે વચનો આપીને ગયેલ નેતા પાછા ફર્યા નથી. સાણંદમાં ફૂટપાથ પર શાકમાર્કેટ બની ગયા છે. આટલી અસુવિધા હોવા છતાં લોકોના માથે ત્રણ ગણો વેરો નાખ્યો છે. વેરા વધારા સામે નગરજનો એક થયા છે અને નગરપાલિકા સામે વિરોધ નોંધાવ્યો છે.
અમદાવાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
Published On - 9:14 am, Sat, 15 July 23