Breaking News Rath yatra 2023 : ભગવાન જગન્નાથજી નવા રથમાં થયા બિરાજમાન, થોડી જ વારમાં નગરચર્યાએ નીકળશે નાથ

|

Jun 20, 2023 | 6:51 AM

દેશ-વિદેશના લાખો ભક્તો જેની સમગ્ર વર્ષ આતુરતાપૂર્વક રાહ જોઇ રહ્યા હતા તે મંગળ ઘડી આખરે આવી પહોંચી છે. આજે અષાઢી બીજના પાવન પર્વે ભગવાન જગન્નાથજીની 146મી રથયાત્રા નીકળશે. ભગવાન જગન્નાથજી, ભાઇ બલરામ અને બહેન સુભદ્રાજી નગરચર્યાએ નીકળી ભક્તોને આશીર્વાદ આપશે.

Breaking News Rath yatra 2023 : ભગવાન જગન્નાથજી નવા રથમાં થયા બિરાજમાન, થોડી જ વારમાં નગરચર્યાએ નીકળશે નાથ
Lord Jagannath

Follow us on

RathYatra 2023 : દેશ-વિદેશના લાખો ભક્તો જેની સમગ્ર વર્ષ આતુરતાપૂર્વક રાહ જોઇ રહ્યા હતા તે મંગળ ઘડી આખરે આવી પહોંચી છે. આજે અષાઢી બીજના પાવન પર્વે ભગવાન જગન્નાથજીની 146મી રથયાત્રા નીકળશે. ભગવાન જગન્નાથજી, ભાઇ બલરામ અને બહેન સુભદ્રાજી નગરચર્યાએ નીકળી ભક્તોને આશીર્વાદ આપશે. વહેલી સવારે 4 વાગ્યે મંગળા આરતી યોજાઈ હતી.

જેમાં ગૃહપ્રધાન અમિત શાહ સહિતના અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહેશે. મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલના હસ્તે પહિંદવિધિ કરવામાં આવશે. જે બાદ ત્રણેય રથને પ્રસ્થાન કરાવવામાં આવશે.

આ પણ વાંચો : Rathyatra 2023 : કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે અમદાવાદના જગન્નાથ મંદિરમાં મંગળા આરતીમાં લીધો ભાગ, જૂઓ Video

ડિનર પહેલાં અને ડિનર પછી દારૂ પીવામાં શું તફાવત છે, દરેકે જાણવું જોઈએ
પૂર્વ દિશામાં પગ રાખીને સૂવાથી શું થાય છે ?
ગુજરાતી સિંગર અરવિંદ વેગડાના ગીત વગર ખેલૈયાની નવરાત્રી અધુરી છે, જુઓ ફોટો
આ 5 લોકોના ઘરે ક્યારેય ન કરવુ જોઈએ ભોજન
શ્રાદ્ધમાં આ સરળ ટીપ્સની મદદથી બનાવો દૂધપાક
આજનું રાશિફળ તારીખ : 20-09-2024

આ વખતની રથયાત્રા ખરા અર્થમાં અનેક રીતે ખાસ બની રહેશે. ભગવાન જગન્નાથજી, બલરામજી અને સુભદ્રાજી એમ ત્રણેય નવા રથમાં બિરાજમાન થઇને નગરચર્યા કરશે. રથયાત્રાને લઇને ભક્તોમાં અભૂતપૂર્વ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. જગન્નાથજીની એક ઝલક મેળવવા ભક્તો આતૂર બન્યા છે. ભગવાન જગન્નાથજીની રથયાત્રાને લઇને સમગ્ર રૂટ પર લોખંડી સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. થ્રી-ડી મેપિંગ અને ડ્રોન જેવી હાઇટેક ટેકનોલોજીના માધ્યમથી રથયાત્રા પર ચાંપતી નજર રાખવામાં આવી રહી છે.

ભગવાન જગન્નાથજી રથયાત્રા સૌથી વધુ પહિંદ વિધિ કરવાનો રેકોર્ડ કોના નામે

અમદાવાદમાં ભગવાન જગન્નાથજી રથયાત્રા સૌથી વધુ પહિંદ વિધિ કરવાનો રેકોર્ડ તત્કાલીન સીએમ નરેન્દ્ર મોદીના નામે છે. નરેન્દ્ર મોદીએ વર્ષ 2002 થી વર્ષ 2013 સુધી કુલ 12 વર્ષ સુધી રથયાત્રાની પહિંદ વિધિ કરી હતી. આ ઉપરાંત ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલ, છબીલદાસ મહેતા, સુરેશ મહેતા, શંકરસિંહ વાઘેલા,અને આનંદીબહેન પટેલને રથયાત્રાની પહિન્દ વિધિ કરી રથયાત્રાનો પ્રારંભ કરાવ્યો હતો.

જેમાં પૂર્વ સીએમ કેશુભાઈ પટેલે પણ 5 વખત પહિંદ વિધિ કરી છે. આનંદીબહેન પટેલ મુખ્યપ્રધાન પદે ત્રણ વખત રથયાત્રામાં પહિંદવિધિ કરીને થયાત્રાનો શુભારંભ કરાવ્યો હતો. જ્યારે સીએમ તરીકે વિજય રૂપાણીએ પણ 5 વખત રથયાત્રાની પહિંદ વિધિ કરી છે. તેમજ પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પહિંદવિધિ કરી હતી.

આ સમાચાર હમણા જ બ્રેકિંગ સ્વરૂપે આવ્યા છે. આ સમાચારને અમે વધુ અપડેટ કરી રહ્યાં છીએ. વધુ વિગતો માટે અહીં ક્લિક કરો tv9gujarati.com..

Published On - 6:22 am, Tue, 20 June 23

Next Article