રાજ્યમાં આગામી ત્રણ દિવસ સામાન્યથી છૂટોછવાયો વરસાદ પડવાની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. આ ત્રણ દિવસ દરમિયાન ઠંડર સ્ટ્રોમ અને હેલસ્ટ્રોમ એક્ટિવિટી પણ રહેશે. ત્રણ દિવસ દરમિયાન તાપમાન યથાવત રહેશે. જ્યારે 1 ડિગ્રી તાપમાન ઉપર નીચે રહી શકે છે. અમરેલી, સોમનાથ, ભાવનગરમાં વરસાદની પડવાની આગાહી છે તો બીજી તરફ રાજકોટ, અમરેલી અને બનાસકાંઠામાં કરા પડવાની પણ સંભાવના છે.
વલસાડ, નવસારી, ડાંગ, નર્મદા, અને સુરતમાં સામાન્ય વરસાદ થવાની સંભાવના છે. જ્યારે બનાસકાંઠા, સાબરકાંઠા પણ વરસાદ પડશે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને એક સિસ્ટમ બનવાને કારણે વરસાદી માહોલ છવાયો છે.
હાલમાં ભુજમાં 38.4 ડિગ્રી તાપમાન, અમદાવાદમાં 36.4 ડિગ્રી અને ગાંધીનગરમાં 37 ડિગ્રી તાપમાન છે. જે 9 માર્ચ બાદ ત્રણ ડિગ્રી જેટલુ તાપમાન વધી શકે છે. એપ્રિલમાં વરસાદને લઈને ફોરકાસ્ટ થશે. માર્ચ એપ્રિલ મહિનામાં પ્રિમોન્સુન એક્ટિવિટી સક્રિય થતા વરસાદ સાથે હેલસ્ટ્રોમ થવાની પણ શક્યતા છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને સિસ્ટમ સક્રિય થતા વરસાદ પડી શકે છે.
આ પણ વાંચો: Dahod : માવઠાની આગાહીને પગલે ખુલ્લા અનાજને સુરક્ષિત મૂકવાની ખેતીવાડી અધિકારીએ આપી સૂચના
આ તરફ સુરત શહેરના વાતાવરણમાં પણ પલટો જોવા મળ્યો હતો. બપોર બાદ વરસાદી માહોલ જોવા મળ્યો અને શહેરના કેટલાક વિસ્તારોમાં વરસાદી ઝાપટા પડ્યા હચા. કમોસમી વરસાદને પગલે ખેડૂતોની ચિંતા વધી છે. ખેડૂતોને પાકને નુકસાન જવાની ભીતિ સતાવી રહી છે.
કમોસમી વરસાદને પગલે ખેડૂતોના ઉભા પાકને નુકસાન થઈ શકે છે. જેમા ચણા, મકાઈ અને ઘઉંના પાકને નુકસાન જવાની ભીતિ છે. જ્યારે જીરુ ધાણા, કપાસ અને દિવેલાના પાકમાં પણ માવઠુ મુશ્કેલી સર્જી શકે છે. આ તરફ આંબામાં પણ ફ્લાવરિંગની શરૂઆત થઈ ગઈ છે ત્યારે વરસાદી ઝાપટાથી આંબા પર આવેલો મોર પણ ખરી જાય છે. જેના કારણે કેરીના પાકને પણ નુકસાન ચિંતા ખેડૂતોને સતાવી રહી છે. બાગાયતી પાકોમાં કેરી અને તરબુચને પાકને નુકસાન જવાની સંભાવના છે.
Published On - 2:25 pm, Mon, 6 March 23