Breaking News : ડૉ. અતુલ ચગ આત્મહત્યા મુદ્દે હાઇકોર્ટે પોલીસ અધિકારીઓને નોટિસ ફટકારી, 28 માર્ચે હાજર થવા આદેશ

|

Mar 15, 2023 | 4:18 PM

ગુજરાતના વેરાવળના જાણીતા તબીબ ડૉ. અતુલ ચગની આત્મહત્યા મુદ્દે કોર્ટના હુકમના તિરસ્કારની અરજી પર હાઈકોર્ટમાં સુનાવણી યોજાઈ. હાઈકોર્ટે DIG મયંકસિંહ ચાવડા, SP મનોહરસિંહ જાડેજા, PI સુનીલ ઈશરાનીને નોટિસ ઈસ્યૂ કરી છે. મૃતકના સગાની ફરિયાદ છે કે કોગ્નિઝેબલ ગુનો હોવા છતાં પોલીસ FIR નોંધતી નથી.

Breaking News : ડૉ. અતુલ ચગ આત્મહત્યા મુદ્દે હાઇકોર્ટે પોલીસ અધિકારીઓને નોટિસ ફટકારી, 28 માર્ચે હાજર થવા આદેશ
Atul Chag Suicide Case HighCourt

Follow us on

ગુજરાતના વેરાવળના જાણીતા તબીબ ડૉ. અતુલ ચગની આત્મહત્યા મુદ્દે કોર્ટના હુકમના તિરસ્કારની અરજી પર હાઈકોર્ટમાં સુનાવણી યોજાઈ. હાઈકોર્ટે DIG મયંકસિંહ ચાવડા, SP મનોહરસિંહ જાડેજા, PI સુનીલ ઈશરાનીને નોટિસ ઈસ્યૂ કરી છે. મૃતકના સગાની ફરિયાદ છે કે કોગ્નિઝેબલ ગુનો હોવા છતાં પોલીસ FIR નોંધતી નથી. આ ઉપરાંત કોર્ટના હુકમનો અનાદર કરનારા પોલીસ કર્મીઓ સામે પગલા લેવા પણ મૃતકના સગાએ માગણી કરી છે. હાઈકોર્ટના આદેશને પગલે 28 માર્ચે તમામ અધિકારીઓએ કોર્ટમાં હાજર થવું પડશે.

મહત્વપૂર્ણ છે કે અગાઉ આ કેસમાં ન્યાયિક તપાસની માગ પણ થઇ ચૂકી છે

ઉલ્લેખનીય છે કે, ગીર સોમનાથના વેરાવળના તબીબ અતુલ ચગના આપઘાત કેસમાં હજી સુધી FIR નહીં નોંધાતા પરિવારજનો આકરા પાણીએ છે.આક્રોષિત પરિવારજનોએ હવે પોલીસને FIR નોંધવા 24 કલાકનું અલ્ટિમેટમ  આપ્યું  હતું. પરિવારજનોએ આ મામલે સુપ્રીમ કોર્ટના એક ચુકાદાનો હવાલો આપી તાત્કાલિક ફરિયાદ નોંધવા માગ કરી હતી.પોલીસ આ મામલે FIR નહીં નોંધે તો પરિવારજનો હાઇકોર્ટમાં જઇ  જવાબદાર અધિકારીઓ વિરુદ્ધ સુપ્રીમ કોર્ટના ચુકાદાના અવમાનનાની અરજી  કરી હતી. મહત્વપૂર્ણ છે કે અગાઉ આ કેસમાં ન્યાયિક તપાસની માગ પણ થઇ ચૂકી છે.

મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP

વેરાવળના તબીબ ડોક્ટર અતુલ ચગના ચકચારી આપઘાત કેસમાં પરિવારજનોને મોટો પુરાવો હાથ લાગ્યો છે.આર્થિક વ્યવહારોની તપાસ કરી રહેલા પરિજનોને કોરા ચેક મળી આવતા ખળભળાટ મચ્યો છે..તબીબે આપઘાત કરતા પહેલા લખેલી સુસાઇડ નોટમાં કથિત નામ વાળા વ્યક્તિ, નારાયણભાઇએ આપેલા કોરો મળી આવ્યા છે.

આર્થિક વ્યવહારો કે સુસાઇડ નોટને આધાર બનાવી ગુનો દાખલ નથી કરાયો

મહત્વપૂર્ણ છે કે પરિવારે આર્થિક વ્યવહારોની ભાળ મેળવવા માટે પુરાવા એકત્ર કરવાની કામગીરી શરૂ કરી હતી.ઉલ્લેખનીય છે કે પોલીસે માત્ર અકસ્માતે ગુનો નોંધીને જ તપાસ શરૂ કરી છે.આ કેસમાં હજુ સુધી આર્થિક વ્યવહારો કે સુસાઇડ નોટને આધાર બનાવી ગુનો દાખલ નથી કરાયો..સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ પોલીસ FSLના રિપોર્ટની રાહ જોઇ રહી છે.

Published On - 4:11 pm, Wed, 15 March 23

Next Article