Breaking News: આગામી 5 દિવસ રાજ્યમાં ભારે વરસાદની આગાહી, સૌરાષ્ટ્ર સહિત ભરૂચ, સુરત, વલસાડ. દાદરાનગર હવેલીમાં અતિભારે વરસાદની આગાહી

|

Jun 27, 2023 | 9:26 PM

Ahmedabad: રાજ્યમાં આગામી 5 દિવસ ભારે વરરસાદની આગાહી કરવામાં આવી છે. આવતીકાલથી અત્યંત ભારે વરસાદ પડવાની સંભાવના વ્યક્ત કરાઈ છે. જેમા સૌરાષ્ટ્ર, સુરત, ભરૂચ, વલસાડ, નવસારી, દાદરા નગર હવેલીમાં અતિભારે વરસાદની આગાહી છે.

Breaking News: આગામી 5 દિવસ રાજ્યમાં ભારે વરસાદની આગાહી, સૌરાષ્ટ્ર સહિત ભરૂચ, સુરત, વલસાડ. દાદરાનગર હવેલીમાં અતિભારે વરસાદની આગાહી
5 દિવસ ભારે વરસાદ

Follow us on

Ahmedabad: રાજ્યમાં આગામી 5 દિવસ મેઘ મહેર રહેશે. હવામાન વિભાગે દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. ભરૂચ, સુરત, વલસાડ, નવસારી, દમણ, દાદરા નગર હવેલીમાં અતિભારે વરસાદ પડી શકે. દક્ષિણ ગુજરાતના અન્ય સ્થળોમાં પણ વરસાદી માહોલ રહેશે. સૌરાષ્ટ્રના ભાવનગર, અમરેલી, રાજકોટ, ગીર-સોમનાથના કેટલાક વિસ્તારોમાં પણ ભારે વરસાદની સંભાવના છે. હવામાન વિભાગે અમદાવાદમાં સામાન્યથી મધ્યમ વરસાદી ઝાપટા પડવાની આગાહી વ્યક્ત કરી છે.

અમદાવાદમાં સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી

હવામાન વિભાગના જણાવ્યા મુજબ અમદાવાદમાં પણ સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં સાઈક્લોનિક સર્ક્યુલેશન અને વરસાદી સિસ્ટમ સક્રિય થતા ગુજરાતમાં વરસાદી માહોલ રહેશે.

ડાંગમાં સતત ચોથા દિવસે સાર્વત્રિક વરસાદ, વલસાડમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ

આજે ડાંગ જિલ્લામાં ચોથા દિવસે સાર્વત્રિક વરસાદ વરસ્યો છે. જિલ્લાના તમામ જિલ્લાઓમાં વરસાદ નોંધાયો છે. જેમા આહવા, વઘઈ અને સાપુતારામાં વાતાવરણ આહલાદક બન્યુ છે. આ તરફ વલસાડ જિલ્લામાં વરસાદને લઈને ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યુ છે. સતત બીજા દિવસે વરસાદી માહોલ છે. ધરમપુરમાં એક ઈંચ વરસાદથી રોડ પર પાણી ભરાયા છે. ધરમપુર સ્ટેટ હોસ્પિટલની બહાર પાણી ભરાતા લોકોને હાલાકી પડી રહી છે. પાલિકાની પ્રિમોન્સુન કામગીરી સામે સવાલ ઉઠ્યા છે ભારે વરસાદથી વાપીના અંડર પાસમાં પાણી ભરાયા છે. જેના કારણે વાહનચાલકો અને રાહગીરોને પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છે.

ટ્રમ્પના કેન્ડલ લાઇટ ડિનરમાં Ivanka Trump નો ગ્લેમરસ લુક આવ્યો સામે, જુઓ ફોટા
Astrological advice : કયા દિવસે દારૂ પીવો સારો છે? જાણી લો
IPLનો સૌથી મોંઘો કેપ્ટન, એક મેચની કમાણી 1.92 કરોડ રૂપિયા
જો નાગા સાધુ તમારા ઘરે ભિક્ષા માંગવા આવે તો શું કરવું?
ભોજપુરી એક્ટ્રેસ મોનાલિસાની આ તસવીરો જોઈને ચાહકો થયા ઘાયલ
અમદાવાદના Coldplay કોન્સર્ટની લાઇવ સ્ટ્રીમ ક્યાં જોઈ શકશો, જાણો

વલસાડમાં નેશનલ હાઈવે 48 ધોવાયો

વલસાડ જિલ્લામાં છેલ્લા બે દિવસથી સાર્વત્રિક વરસાદ પડી રહ્યો છે. ભારે વરસાદને પગલે અમદાવાદ-મુંબઈ નેશનલ હાઈવે પર મોટા ખાડા પડ્યા છે. નેશનલ હાઈવે 48 ધોવાયો છે. પહેલા જ વરસાદમાં હાઈવે પર મસમોટા ખાડા પડ્યા છે. ખાડાગ્રસ્ત હાઈવે પરથી પસાર થઈ રહેલા વાહનચાલકોને ભારે હાલાકી પડી રહી છે. બગવાડા ટોલ નાા નજીક લાંબો ટ્રાફિકજામ સર્જાયો જેના કારણે અનેક વાહનચાલકો અટવાયા હતા.

આ પણ વાંચો : Gujarat Video : ગુજરાતમાં ચોમાસાની ધમાકેદાર એન્ટ્રી, હવે ધોધમાર વરસાદ માટે તૈયાર રહેવુ પડશે

અમરેલી જિલ્લામાં મેઘમહેર

આ તરફ અમરેલી જિલ્લામાં ધારી પંથકમાં વરસાદી મહેર થઈ છે. ધારીના ડાંગાવદર, ખીચા, ખોખરા સહિતના ગામોમાં વરસાદ વરસ્યો છે. ગીરના અન્ય ગામડાઓમાં પણ વરસાદી ઝાપટા પડ્યા છે.

Input Credit- Darshal Raval- Ahmedabad

 

Published On - 3:26 pm, Tue, 27 June 23

Next Article