Breaking News : અમદાવાદના ઓગણજમાં વરસાદી પાણી ભરાતા ધીરેન્દ્ર શાસ્ત્રીનો દરબાર કરાયો રદ, જુઓ Video

|

May 29, 2023 | 11:33 AM

અમદાવાદમાં ભારે પવન સાથે વરસાદ વરસતા બાબા ધીરેન્દ્ર શાસ્ત્રીનો દિવ્ય દરબાર રદ કરવામાં આવ્યો છે. કમોસમી વરસાદ આજે ઓગણજમાં યોજાનાર બાબાનો દરબાર રદ કરવામાં આવ્યો છે.

હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યના અનેક પંથકમાં કમોસમી વરસાદ વરસ્યો હતો. અમદાવાદમાં ભારે પવન સાથે વરસાદ વરસતા બાબા ધીરેન્દ્ર શાસ્ત્રીનો દિવ્ય દરબાર રદ કરવામાં આવ્યો છે. કમોસમી વરસાદ આજે ઓગણજમાં યોજાનાર બાબાનો દરબાર રદ કરવામાં આવ્યો છે.ઓગણજમાં વરસાદી પાણી ભરાતા કાર્યક્રમ રદ કરાયો છે. દરબાર માટેની વ્યવસ્થા ના થઈ શકતા નિર્ણય લેવામાં આવ્યો હતો. ચાણક્યપુરીના જૂના સ્થળે પણ પાણી ભરાયા છે.

આ પણ વાંચો : Ahmedabad: ઝુંડાલમાં બાબા બાગેશ્વરના દરબારને નડ્યુ વરસાદનું વિઘ્ન, તોફાની પવનમાં દરબારનો મંડપ તૂટ્યો, કરા પડતા ભાવિકો આમ તેમ દોડ્યા

ઝુંડાલમાં બાબા બાગેશ્વરના દરબારને નડ્યુ હતુ વરસાદનું વિઘ્ન

તો બીજીતરફ ગાંધીનગરમાં ઝુંડાલ સ્થિત ગઈ કાલે બાબાના દિવ્ય દરબારનું આયોજન હતુ. જો કે સાંજના સમયે એકાએક વાતાવરણમાં પલટો આવ્યો હતો. ભારે પવન અને ગાજવીજ સાથે ધોધમાર વરસાદ તૂટી પડ્યો હતો. ભારે પવનને કારણે બાબાના દરબારનો મંડપ તૂટી પડ્યો હતો. કરા સાથે ધોધમાર વરસાદ વરસતા ભાવિકો ખુરશીનો સહારો લેતા જોવા મળ્યા હતા. ટપોટપ કરા પડતા ભાવિકો ખુરશી માથા પર લઈ આમતેમ દોડતા દૃશ્યમાન થયા હતા.

પાકિસ્તાનમાં કામ કરતી હતી ક્રિકેટરની આ સુંદર પત્ની, હવે IPLમાં મળી નોકરી
અક્ષય તૃતીયા પર 23 વર્ષ પછી બનવા જઈ રહ્યો છે આ દુર્લભ સંયોગ, જાણો
ઉનાળા વેકેશનમાં બાળકોને રમાડો આ રમત, શારીરિક અને માનસિક સ્થિતિ થશે મજબૂત
કેરીના પાનનું પાણી પીવાના ફાયદા જાણી ચોંકી જશો
ગરમીની ઋતુમાં મધ ખાવું જોઈએ કે નહીં? જાણો શું છે સત્ય
બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર

ભારે પવનને કારણે ઝુંડાલમાં બાબાના દરબારનો મંડપ તૂટ્યો

બાબાના દરબારને પણ વરસાદનું વિઘ્ન નડતા દરબાર મુલતવી રાખવો પડ્યો હતો. દરબારમાં આવેલા ભાવિકોને પણ હાલાકી પડી હતી. કરા સાથે વરસાદ પડતા ભાવિકો દરબાર છોડી જવા લાગ્યા હતા. આ તરફ અમદાવાદમાં પણ ધોધમાર વરસાદને કારણે અનેક જગ્યાએ પાણી ભરાયા હતા.

શહેરમા ભારે વરસાદને કારણે સાબરમતી નદી ગાંડીતુર બની હોય તેવા દૃશ્યો સોશિયલ મીડિયા પર વાયરલ થયા હતો. તો વરસાદને જોતા સાબરમતી નદીમાંથી 4500 ક્યુસેક પાણીની જાવક કરવામાં આવી હતી. વાસણા બેરેજના બે દરવાજા ખોલવામાં આવ્યા હતા. 27 અને 28 નંબરના દરબાજા બે ફુટ સુધી ખોલવામાં આવ્યા હતા.

અમદાવાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published On - 10:52 am, Mon, 29 May 23

Next Article