Breaking News: ભાજપના ધારાસભ્ય જીતુ વાઘાણીને હાઈકોર્ટનું તેડુ, 21 એપ્રિલના રોજ હાજર રહેવા સમન્સ

Ahmedabad: ભાજપના ધારાસભ્ય જીતુ વાઘાણીને હાઈકોર્ટનું તેડુ આવ્યુ છે. ચૂંટણી દરમિયાન ખોટી પત્રિકાઓ વેચવા મામલે હાઈકોર્ટે 21 એપ્રિલે કોર્ટમાં હાજર રહેવા સમન્સ મોકલ્યુ છે.

Breaking News: ભાજપના ધારાસભ્ય જીતુ વાઘાણીને હાઈકોર્ટનું તેડુ, 21 એપ્રિલના રોજ હાજર રહેવા સમન્સ
| Edited By: | Updated on: Mar 20, 2023 | 3:29 PM

Breaking News: ભાજપના ધારાસભ્ય જીતુ વાઘાણીને હાઈકોર્ટનું તેડુ આવ્યુ છે. ચૂંટણી દરમિયાન ખોટી પત્રિકાઓ વેચવા મામલે હાઈકોર્ટે 21 એપ્રિલે કોર્ટમાં હાજર રહેવા સમન્સ મોકલ્યુ છે. આમ આદમી પાર્ટીના ઉમેદવાર રાજુ સોલંકીએ હાઈકોર્ટમાં અરજી કરી હતી. આ અરજીમાં જીતુ વઘાણીને સમર્થન આપતી ખોટી પત્રિકાઓની વહેંચણી કરવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. ગુજરાત હાઈકોર્ટે અરજીની સુનાવણી કરતા જીતુ વાઘાણીને સમન્સ પાઠવ્યુ છે.

આપને જણાવી દઈએ કે વિધાનસભાની ચૂંટણી 2022માં ભાવનગર પશ્ચિમ બેઠક પરથી ભાજપના ઉમેદવાર જીતુ વાઘાણીનો વિજય થયો હતો. તેમની સામે રહેલા કોંગ્રેસના ઉમેદવાર કિશોરસિંહ ગોહિલને કારમી હારનો સામનો કરવો પડ્યો હતો. ભાવનગર વિધાનસભા પશ્ચિમ બેઠક પરથી જીતુ વાઘાણીને સ્ટાર પ્રચારક બનાવાયા હતા. તેઓ લોકસંપર્ક કરી રહ્યા હતા. છેલ્લી બે ટર્મથી જીતુ વાઘાણી આ બેઠક પરથી ચૂંટાતા આવ્યા છે. ત્યારે આ ચૂંટણીમાં પણ તેઓ જીતની હેટ્રિક લગાવવામાં સફળ રહ્યા હતા. આ વખતે ભાવનગર પશ્ચિમ બેઠક પર ત્રીપાંખિયો જંગ હોવાથી રસાકસી સર્જાઈ હતી.

જીતુ વાઘાણીના પ્રચાર દરમિયાન તેમના સમર્થકોએ ખોટી પત્રીકાઓ વહેંચવા મામલે આમ આદમી પાર્ટીના ઉમેદવાર રાજુ સોલંકીએ હાઈકોર્ટમાં અરજી કરી હતી. આ અરજી પર સુનાવણી કરતા હાઈકોર્ટ દ્વારા વાઘાણીને સમન મોકલાયુ છે.

આ પણ વાંચો: Ahmedabad: બે દિવસીય સેન્ટર સ્ટેટ સાયન્સ કૉન્ક્લેવનું સમાપન, શિક્ષણમંત્રી જીતુ વાઘાણી અને કેન્દ્રીય મંત્રી જીતેન્દ્ર સિંહ રહ્યા હાજર

આ અગાઉ કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય લલિત કગથરા ટંકારાના ભાજપના ધારાસભ્ય દુર્લભ દેથરિયાનું ફોર્મ રદ થવું જોઇએ તેવી  માગ સાથે હાઇકોર્ટની શરણે પહોંચ્યા હતા. ગુજરાત વિધાનસભા 2022ની ચૂંટણીમાં ટંકારા બેઠક પરથી ચૂંટણી હારેલા લલિત કગથરાએ હાઇકોર્ટમાં અરજી કરી છે. કગથરાનો આરોપ છે કે ભાજપના ઉમેદવાર અને હાલના ધારાસભ્ય દુર્લભ દેથરિયાએ ચૂંટણી ફોર્મમાં અધૂરી વિગતો દર્શાવી છે.

કગથરાનો આરોપ છે કે,સોશિયલ એકાઉન્ટ હોવાછતાં દુર્લભજીએ ચૂંટણી ફોર્મમાં વિગતો નથી દર્શાવી સાથે જ દેથરીયાએ શૈક્ષણિક લાયકાત પણ ખોટી દર્શાવી છે.પોતાની મિલ્કતો અને કંપનીમાં ભાગીદાર હોવાની વાતનો ઉલ્લેખ પણ ન કરાયો હોવાનો આરોપ છે. તેમજ  જ ચૂંટણી ફોર્મમાં લોન અને દેણાનો ઉલ્લેખ નથી અને પોતાની ઇનોવા કારની પણ વિગતો ન દર્શાવ્યાનો દુર્લભજી પર આરોપ છે. TV9 સાથેની ખાસ વાતચીચમાં કગથરાએ હાઇકોર્ટ પર વિશ્વાસ હોવાની સાથે ન્યાય મળવાની વાત કરી છે.

Published On - 2:05 pm, Mon, 20 March 23