Breaking News: આવતીકાલે અમદાવાદ શહેર અને જિલ્લાની તમામ શાળા-કોલેજ રહેશે બંધ, બિપરજોય વાવાઝોડાની અસરને પગલે લેવાયો નિર્ણય

Ahmedabad: આવતીકાલે અમદાવાદ જિલ્લા અને શહેરની તમામ શાળાઓમાં શૈક્ષણિક કાર્ય બંધ રહેશે. રાજ્ય પર ત્રાટકેલા બિપરજોય વાવાઝોડાની અસરને પગલે જિલ્લા શિક્ષણાધિકારીએ શાળાઓ બંધ રાખવાનો પરિપત્ર બહાર પાડ્યો છે.

| Edited By: | Updated on: Jun 16, 2023 | 12:03 AM

Ahmedabad: આવતીકાલે અમદાવાદ શહેર અને જિલ્લાની તમામ શાળાઓમાં બંધ રહેશે. રાજ્ય પર ત્રાટકેલા બિપરજોય વાવાઝોડાની અસરને પગલે જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે. રાજ્યમાં બિપરજોય વાવાઝોડાનું સંકટ ઘેરાયુ છે. ત્યારે વિદ્યાર્થીઓની સુરક્ષાને ધ્યાને રાખી શાળાઓ બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

શિક્ષકોને શાળામાં હાજર રહેવાનુ રહેશે

જિલ્લા શિક્ષણાધિકારીના આદેશ મુજબ શાળાના સ્ટાફે શાળામાં હાજર રહેવાનુ રહેશે અને જરૂર પડે તો શેલ્ટર હોમમાં કામગીરીમાં સહકાર આપવા તથા અસરગ્રસ્ત વિસ્તારોમાં વહીવટીતંત્રને સૂચવે તે રીતે કામગીરી અને વહીવટીતંત્રને સંપૂર્ણ મદદગાર રહેવા જણાવાયુ છે.

રાજ્યની મોટાભાગની શાળા કોલેજોમાં આવતીકાલની રજા જાહેર કરાઈ

રાજ્યની મોટાભાગની શાળાઓમાં રજા જાહેર કરી દેવાઈ છે. રાજકોટમાં પણ જિલ્લાની શાળા કોલેજોમાં એક દિવસની રજા લંબાવાઈ છે. આવતીકાલે પણ જિલ્લાની શાળા કોલેજોમાં રજા જાહેર કરાઈ છે. આજે મધરાત્રે વાવાઝોડુ લેન્ડ ફોલ કરે તેવી શક્યતાને જોતા અતિભારે વરસાદ પડવાની હવામાન વિભાગ દ્વારા આગાહી કરાઈ છે. વરસાદની સ્થિતને જોતા જિલ્લાની તમામ શાળા કોલેજમાં રજા લંબાવી દેવાઈ છે. આ તરફ જામનગરમાં પણ શાળા કોલેજમાં એક દિવસની રજા વધારી દેવાઈ છે. અતિ ભારે વરસાદની આગાહીને લઈને આ નિર્ણય કરવામાં આવ્યો છે.

આ પણ વાંચો : Cyclone Biparjoy: જામનગરના અંધાશ્રમ આવાસમાંથી 1500 જેટલા લોકોનું કરાયું સ્થળાંતર, શાળાઓમાં બે દિવસની રજા, જુઓ Video

Input Credit- Narendra Rathod- Ronak Majithiya

બિપરજોય  વાવાઝોડાના તાજા સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

 

Published On - 8:28 pm, Thu, 15 June 23