Breaking News: અટલ બ્રિજનો કાચ તૂટ્યા બાદ કોર્પોરેશનની ટીમ હરકતમાં, કાચની ફરતે લોખંડની ગ્રીલ લગાવવા વિચારણા

|

Apr 06, 2023 | 12:29 PM

Ahmedabad: શહેરની ઓળખ સમા અટલ બ્રિજનો કાચ તૂટ્યા બાદ કોર્પોરેશનની ટીમ હરકતમાં આવી છે. અટલ બ્રિજને ખુલ્લો મુક્યાના સાત જ મહિનામાં કાચ તૂટી જતા કોર્પોરેશનના અધિકારીઓ દોડતા થયા છે. હવે બ્રિજ પર આવેલા કાચના ભાગ પર લોખંડની ગ્રીલ લગાવવા વિચારણા ચાલી રહી છે.

Breaking News: અટલ બ્રિજનો કાચ તૂટ્યા બાદ કોર્પોરેશનની ટીમ હરકતમાં, કાચની ફરતે લોખંડની ગ્રીલ લગાવવા વિચારણા

Follow us on

અમદાવાદની ઓળખ સમા અટલ બ્રિજને ખુલ્લો મુક્યાના 7 મહિનામાં જ બ્રિજનો કાચ તૂટવાની ઘટના સામે આવતા કોર્પોરેશનની ટીમ હરકતમાં આવી ગઈ છે. અટલ બ્રિજના કાચ તૂટી જતા અધિકારીઓ દોડતા થયા છે. બ્રિજ ખુલ્લો મુકાયો ત્યારે કોર્પોરેશનના અધિકારીઓ દ્વારા બ્રિજને 50 વર્ષ સુધી કંઈ નહીં થાય તેવા દાવા કરાયા હતા અને સાત જ મહિનામાં બ્રિજનો કાચ તૂટવાની ઘટના સામે આવી છે. આ ઘટના બાદ કોર્પોરેશન હવે બ્રિજના કાચની  ફરતે લોખંડની ગ્રીલ લગાવવાની વિચારણા કરી રહ્યુ છે.  સૌપ્રથમ તો 6 દિવસની અંદર તૂટેલા કાચ બદલવાની પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવશે.

જો કે કોર્પોરેશનના અધિકારીઓ દ્વારા ગરમીને કારણે ગેસ થવાથી કાચ તૂટ્યો હોવાનુ પ્રાથમિક તારણ આપવામાં આવ્યુ છે. હાલ તૂટેલા કાચને બેરિકેડથી ઢાંકવામાં આવ્યો છે. જેથી કોઈ દુર્ઘટના ન ઘટે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 27 ઓગષ્ટે બ્રિજનું કર્યુ હતુ લોકાર્પણ 

આપને જણાવી દઈએ કે  વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સાબરમતી નદી પર બનેલા નવા આકર્ષક અટલ ફૂટ ઓવરબ્રિજનું લોકાર્પણ કર્યું હતું. 300 મીટરની લંબાઈના બ્રિજને કારણે શહેરના આકર્ષણમાં વધુ એક નજરાણુ  ઉમેરાયુ છે. રિવરફ્રન્ટ પર આ પ્રકારની ડિઝાઈન ધરાવતો દેશનો સૌપ્રથમ ફુટ ઓવરબ્રિજ છે. બ્રિજ 2100 ટન વજનનો છે. જેની 300 મીટર લંબાઈ અને 100 મીટર પહોંળાઈ છે. આ ફુટઓવરબ્રિજ પર RCCનું ફ્લોરિંગ અને સ્ટેનલેસ સ્ટીલ અને ગ્લાસની રેલિંગની વ્યવસ્થા કરવામાં આવી છે.

અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના
IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1
IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે
કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ
સૌથી સસ્તી Tata Car ની કાર કેટલાની આવે ? જાણો તેની કિંમત

આ પણ વાંચો: Ahmedabad : બે મહિના પૂર્વે જ પોલીસ કમિશનરે બ્રિજ તૂટવાની આશંકા વ્યક્ત કરી હતી, અટલ બ્રિજ પર ટિકિટ રાખવાની ભલામણ કરી

આકર્ષક ડિઝાઇન અને LED લાઇટિંગ સાથેનો આ આઇકોનિક પુલ લગભગ 300 મીટર લાંબો અને મધ્યમાં 14 મીટર પહોળો છે. નદીના પશ્ચિમ છેડે આવેલા ફૂલ બગીચાને અને પૂર્વમાં મુલાકાતી કળા અને સંસ્કૃતિ કેન્દ્રને જોડે છે. પદયાત્રીઓ ઉપરાંત સાયકલ સવારો પણ આ પુલનો ઉપયોગ કરી શકશે. બ્રિજને એવી રીતે ડિઝાઇન કરવામાં આવ્યો છે કે લોકો નીચલા અને ઉપરના બંને તરફ અથવા રિવર ફ્રન્ટના રિસોર્ટ સુધી પહોંચી શકે.

ઈનપુટ ક્રેડિટ- રોનક વર્મા- અમદાવાદ

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

Published On - 11:32 am, Thu, 6 April 23

Next Article