
અમદાવાદમાં ઠક્કરબાપાનગરમાં વેપારી પર તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરવાની ઘટના સામે આવી છે. અંગત અદાવતમાં તીક્ષ્ણ હથિયાર વડે ઓફિસમાં આવીને હુમલો કર્યો હતો. દીપક પરમાર નામના શખ્સે તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કર્યો હતો. હુમલામાં ઈજાગ્રસ્ત વેપારીને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયો છે. પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
અન્ય ક્રાઈમની ઘટના પર નજર કરીએ તો અમદાવાદમાં સોનાની લૂંટ સામે આવી, જેમા અમદાવાદથી મુંબઈ સોનું લઈ જવાતા પહેલા જ આરોપીઓ ચોરી કરીને ફરાર થઈ ગયા હતા. આરોપીઓએ રસ્તા વચ્ચે બસ રોકાવી 13.50 કરોડનું 25 કિલો સોનું લઈ ફરાર થઈ ગયા હતા. જેની અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચને ફરિયાદ નોંધાવવામાં આવી છે. ઘટનાની જાણ થતા પોલીસ તાત્કાલીક ધોરણે ઘટના સ્થળે પોંહચી હતી. ક્રાઇમબ્રાંચે 5 આરોપીની તપાસ હાથ ધરી હતી.
આ પણ વાંચો: મુંબઈમાં બીજેપી નેતા સુલતાના ખાન પર જીવલેણ હુમલો, બે અજાણ્યા લોકોએ તીક્ષ્ણ હથિયારોથી હુમલો કર્યો
અમદાવાદમાં ચોરી કરનાર આરોપી બુલિયન વેપારી ત્યાં નોકરી કરતો હતો. 19 જાન્યુઆરીના રોજ અમદાવાદથી મુંબઈ લક્ષ્મી ટ્રાવેલ્સમાં બેસી આરોપી યશ પંડ્યા અને નિકિત મુંબઈના એક વેપારીને સોનું આપવા જઈ રહ્યા હતા. ત્યારે ભરુચ થી અંકલેશ્વર હાઈવે પાસે ચૌધરી પેલેસમાં બસ ચા- નાસ્તા માટે ઉભી રહી હતી. તે સમયે આરોપીએ 25 કિલો સોનું બસમાંથી ઉતારી ઇનોવા ગાડી લઈ આવેલા દીપ ઝાં, મોઇન અને નિકત સાળો સાથે સોનુ લઈ ફરાર થઈ ગયા હતા.
ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…
Published On - 9:39 am, Mon, 3 April 23