અમદાવાદ: ગુજરાત યુનિવર્સિટીમાં બોર્ડ ઓફ મેનેજમેન્ટ અને એક્ઝિક્યુટિવ કાઉન્સિલની થઇ રચના

રાજ્યની 11 યુનિવર્સીટીઓમાં કોમન એક્ટ લાગુ થયા બાદ હીરા નિર્ધારિત સમયમાં સત્તામંડળની રચના કરી દેવા માટે સૂચના અપાઈ હતી. સોમવારે ગુજરાત યુનિવર્સિટીએ બોર્ડ ઓફ મેનેજમેન્ટના 11 સભ્યો અને એક્ઝિક્યુટિવ કાઉન્સિલના સભ્યોની રચના કરી હતી. બોર્ડ ઓફ મેનેજમેન્ટ માં 17 સભ્યો પૈકી હજી પણ 6 સભ્યોના નામની જાહેરાત કરવામાં નથી આવી.

અમદાવાદ: ગુજરાત યુનિવર્સિટીમાં બોર્ડ ઓફ મેનેજમેન્ટ અને એક્ઝિક્યુટિવ કાઉન્સિલની થઇ રચના
| Edited By: | Updated on: Nov 07, 2023 | 4:01 PM

ગુજરાતની 11 સરકારી યુનિવર્સિટીઓમાં પબ્લિક યુનિવર્સિટી એક્ટ 9 ઓક્ટોબરથી લાગુ થયો છે. નવા એક્ટ મુજબ બોર્ડ ઓફ મેનેજમેન્ટના સભ્યોની નિમણૂંક કરવાની હતી. જેની શરૂઆત ગુજરાતી યુનિવર્સિટી દ્વારા સૌપ્રથમ બોર્ડ ઓફ મેનેજમેન્ટ તથા એક્ઝિક્યુટિવ સભ્યોની નિમણૂક કરી કરવામાં આવી છે. બન્ને કમિટીમાં કેટલાક સભ્યોની જગ્યા એટલા માટે ખાલી રહી છે કારણ કે યોગ્ય લાયકાત વાળા સભ્યોની કમી છે.

રાજ્યની 11 યુનિવર્સીટીઓમાં કોમન એક્ટ લાગુ થયા બાદ હીરા નિર્ધારિત સમયમાં સત્તામંડળની રચના કરી દેવા માટે સૂચના અપાઈ હતી. સોમવારે ગુજરાત યુનિવર્સિટીએ બોર્ડ ઓફ મેનેજમેન્ટના 11 સભ્યો અને એક્ઝિક્યુટિવ કાઉન્સિલના સભ્યોની રચના કરી હતી. બોર્ડ ઓફ મેનેજમેન્ટ માં 17 સભ્યો પૈકી હજી પણ 6 સભ્યોના નામની જાહેરાત કરવામાં નથી આવી. એક્ઝિક્યુટિવ કાઉન્સિલના 22 સભ્યો પૈકી 11 સભ્યોના નામની જ જાહેરાત કરાઈ છે. બાકીના 11 સભ્યો પૈકી રાજ્ય સરકારમાંથી 4 સભ્યોના નામ આવશે. આ સિવાય NAAC એક્રેડિટેડ કોલેજોની અછતના કારણે પણ કેટલાક સભ્યોના નામ જાહેર ના થઇ શક્યા હોવાનું સામે આવી રહ્યું છે.

સત્તામંડળમાં મહિલાઓને પ્રાધાન્ય

બોર્ડ ઓફ મેનેજમેન્ટ અને એક્ઝિક્યુટિવ કાઉન્સિલ 11-11 નામો જાહેર થયા છે, તે પૈકી બંને કમિટીમાં 5-5 મહિલાઓને સ્થાન મળતા એ ચર્ચા પણ શરૂ થઈ છે કે મહિલા કુલપતિ હોવાના કારણે મહિલાઓને પ્રાધાન્ય આપવામાં આવ્યું છે. બંને સત્તા મંડળમાં વીસી નિરજા ગુપ્તા સામેલ છે. આ સિવાય IIM ના ડિરેકટર ભરત ભાસ્કર, ધારાસભ્ય જૈનનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે.

  • બોર્ડ ઓફ મેનેજમેન્ટના સભ્યો
  •  ડૉ. નીરજા ગુપ્તા (કુલપતિ, ગુજ યુનિ)
  •  શાંતિશ્રી પંડિત – કુલપતિ JNU
  •  પ્રો. ભારતી પાઠક – HOD
  •  ડૉ. વિદ્યા રાવ
  •  ડૉ. જેમ્સ
  •  ડો. રાજશ્રી જોટનીયા
  • ડૉ. ગોવિંદ ચૌધરી
  • ડૉ. હેમંત વૈષ્ણવ
  •  ચંદુ પટેલ
  • કૌશિક જૈન (ધારાસભ્ય)
  •  ડૉ. ભરત ભાસ્કર (IIM)

એક્ઝિક્યુટિવ કાઉન્સિલના સભ્યો

  • ડૉ. નીરજા ગુપ્તા (ચેરપર્સન, કુલપતિ, ગુજ યુનિવર્સિટી)
  •  ડૉ. પિયુષ પટેલ
  • ડૉ. નીતા શાહ
  •  ડૉ. મીનુ શ્રોફ
  • ડૉ. પ્રણવ શ્રીવાસ્તવ
  • ડૉ. ભારતી પાઠક
  •  ડૉ. જેમ્સ
  •  ડૉ. ગોવિંદ ચૌધરી
  •  ડૉ. હેમંત વૈષ્ણવ
  •  ડૉ. મહેશ પટેલ
  •  ડૉ. વિદ્યા રાવ

અમદાવાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો