ઈલેક્શન મોડમાં આવ્યુ ભાજપ, શહેર ભાજપની બૃહદ બેઠકમાં પેજ પ્રમુખની સિસ્ટમ પર પર ભાર મુકવા પાટીલે આપી સૂચના- વીડિયો

|

Jan 27, 2024 | 9:21 PM

લોકસભા ચૂંટણીને પગલે ભાજપ હવે સંપૂર્ણપણે ઈલેક્શન મોડમાં આવી ગયુ છે અને તડામાર તૈયારીઓ શરૂ કરી દીધી છે. અમદાવાદ શહેર ભાજપ દ્વારા આજે બૃહદ બેઠકનું આયોજન કરાયુ હતુ. જેમા પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલે પાંચ લાખ મતોથી જીતવાનો કાર્યકરોમાં જોશ ભર્યો. સાથોસાથ માઈનસ બુથ પર વધુ મહેનત કરવાની સૂચના આપી છે.

લોકસભા ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે હવે લોકસભા ચૂંટણીની જાહેરાતની રાહ જોવાઈ રહી છે.  ભાજપ સંપૂર્ણ ઈલેક્શન મોડમાં જોવા મળી રહ્યું છે. ગુજરાતમાં ભાજપની 26 લોકસભા બેઠક છે જે તમામ હાલ ભારતીય જનતા પાર્ટીના ફાળે છે. જે પૈકી આ લોકસભા ચૂંટણીમાં પણ તમામ બેઠક જીતવાની અને પાંચ લાખની લીડથી જીતવાનો લક્ષ્યાંક ભારતીય જનતા પાર્ટીએ રાખ્યો છે. તે માટે હવે પૂરજોશમાં તૈયારીઓ પણ કરવામાં આવી રહી છે.

અમદાવાદના તમામ 48 વોર્ડના હોદ્દેદારોને તૈયારીઓમાં લાગી જવા સૂચના

ભારતીય જનતા પાર્ટી પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ આજે અમદાવાદના દિનેશ હોલ ખાતે અમદાવાદના તમામ 48 વોર્ડના કાઉન્સિલર ઉપરાંત,ધારાસભ્યો સાંસદો કાઉન્સિલરો અને સંગઠનના પદાધિકારીઓને લોકસભા ચૂંટણી માટે લાગી જવા અને દરેક બુથોને મજબૂત કરવા માટે સંદેશ આપ્યો.સાંસદ કિરીટ સોલંકીએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યુ કે આ બેઠકમાં સંગઠનાત્મક ચર્ચાઓ થઇ છે. નરેન્દ્ર મોદી સરકારના 10 વર્ષ પૂર્ણ થયા અનેકને લાભ મળ્યા. 370 કલમ નાબૂદ ઉપરાંત 22 જાન્યુઆરીએ 500 વર્ષથી  જનતા રાહ જોતી હતી. તે રામ મંદિર પ્રતિષ્ઠા થઈ અને હવે દેશનું વાતાવરણ અનોખું બન્યું છે.

માઈનસમાં હોય તેવા બુથને મજબુત કરવા વધુ મહેનત કરવા કરી ટકોર

મહત્વનું છે કે અમદાવાદમાં બે લોકસભા સીટ આવેલી છે. અમદાવાદ પૂર્વ અને અમદાવાદ પશ્ચિમ. આ ઉપરાંત ગાંધીનગર લોકસભા ક્ષેત્રની કેટલીક વિધાનસભા પણ અમદાવાદમાં સમાવિષ્ટ છે ત્યારે કાર્યકરોને દરેક લોકો સુધી પહોંચવા માટે આહ્વાન કરવામાં આવ્યું. અમદાવાદ શહેરની બેઠકમાં પ્રદેશ અધ્યક્ષ દ્વારા સૂચન કરવામાં આવ્યું અને પેજ પ્રમુખની સિસ્ટમ પર પર ભાર મુકવા કહ્યું.  2 દિવસમાં તમામ પેજ પ્રમુખને મળવા સૂચના આપી. ઉપરાંત 246 બુથ અમદાવાદ શહેરના હાલ ભાજપમાં માઈનસમાં છે તેને પણ મજબૂત કરવા વધુ મહેનત કરવા સૂચનો આપ્યા છે.

કૃતિકા સાથે રોમેન્ટિક બન્યો અરમાન મલિક, તસવીરો થઈ વાયરલ
Rules For Toilet : રોજ ટોયલેટ જાઓ છો, પરંતુ નહીં જાણતા હોવ શૌચાલયના આ 10 શિષ્ટાચાર
Arjuna Bark Benefits : અર્જુનની છાલના હાર્ટ પેશન્ટ માટે 5 ચમત્કારિક ફાયદા જાણી ચોંકી જશો
બિગ બોસ 18માં ધમાલ મચાવી રહ્યો છે રજત દલાલ , જુઓ ફોટો
આ ત્રણ Seeds 25 વર્ષથી મોટા તમામ પુરુષો માટે છે વરદાન, ત્રીજું સૌથી મહત્વનું
ડિલિવરી બાદ મહિલાઓ કેટલા દિવસ સુધી પૂજા ન કરી શકે? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું

આ પણ વાંચો: અમદાવાદ: લોકસભાની તૈયારીઓમાં શહેર ભાજપમાં દેખાયો સંકલનનો અભાવ, પ્રભારી મંત્રીને બૃહદ બેઠકની ન કરાઈ અગાઉ જાણ, છેલ્લી ઘડીએ બોલાવાયા

MLA અમિત શાહને સભ્યોની ગેરહાજરી મુદ્દે આપ્યો ઠપકો

આ બેઠક દરમિયાન પાટીલે પેજ પ્રમુખની સિસ્ટમ પર ભાર મુકવા જણાવ્યુ. સાથોસાથ બે દિવસમાં તમામ પેજ પ્રમુખો સાથે મુલાકાત કરવાની સૂચના આપી. પાટીલે ખાનગી મિલક્તો પર પણ કમળનું પેઈન્ટિંગ કરવા જણાવ્યુ છે. બેઠક દરમિયાન પાટીલે ધારાસભ્ય અમિત શાહને સભ્યોની ગેરહાજરી મુદ્દે ઠપકો પણ આપ્યો. આ તકે તેમણે કાર્યકરોને માઈનસ બુથ અંગે નામજોગ સૂચના આપી અને બુથ નબળા બુથ પર વધુ મહેનત કરવા તાકીદ કરી હતી.

અમદાવાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો 

Published On - 9:20 pm, Sat, 27 January 24

Next Article