ગુજરાતના અમદાવાદમાં સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા દ્વારા બાકી લેણાના વસૂલાત માટે કંપનીની સ્થાવર અને જંગમ મિલકતોના વેચાણ માટે ઇ- હરાજીની નોટિસ આપવામાં આવી છે. જેમાં બેંક દ્વારા અમદાવાદના ત્રાગડમાં જીયા ઇકો પ્રોડક્ટના રેસિડેન્ટલ ફ્લેટની ઇ-હરાજીની નોટિસ આપવામાં આવી છે. જેમાં ઓક્શનનો વિસ્તાર અમદાવાદના ત્રાગડમાં આવેલા 307 રેસિડેન્સીનો 61 વારનો ફ્લેટ છે.
કરભારણ : અધિકૃત અધિકારીની શ્રેષ્ઠ જાણકારી મુજબ મિલકત પર કોઇ બોજો નથી. ઇચ્છુક બિલ્ડરો બીડ જમા કરાવતા પહેલા પોતાની સ્વતંત્ર રીતે કરભારણ, હરાજીમાં મુકેલ મિલકતના ટાઇટલ, મિલકતને અસર કરતાં દાવાઓ/ અધિકારો /લેણાં અંગે પૂછપરછ કરાવી શકે છે. ઇ હરાજી બેંક જાહેર ખબર બેંકની કોઇ પ્રતિબદ્ધતા દર્શાવતી નથી કે કરશે નહિ. મિલકતનું તેના તમામ વર્તમાન અને ભાવિ કરભારણ કે જે બેંક માટે અજાણ્યા હોય તે તમામ સાથે વેચાણ થશે. અધિકૃત અધિકારી/સિકયોર્ડ લેણદારો થર્ડ પાર્ટી દાવાઓ/ લેણાં અંગે કોઇ જવાબદાર ગણાશે નહિ.
વેચાણની વિગતવાર નિયમો અને શરતો માટે સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા, સિકયોર્ડ લેણદારની વેબસાઇટ www.sbi.co.in , https//www.mstcecommerce.com/auctionhome/ibapi.in પર આપેલી લિન્ક જુઓ અથવા સંપર્ક કરો.
આ સૂચનાને સિક્યોરીટી ઇન્ટરેસ્ટ (એન્ફોર્સમેન્ટ) નિયમ 2000 ના નિયમ 8(6) હેઠળ કરજદાર, જામીનદાર/ ગીરોદારે 30 દિવસની નોટિસ તરીકે પણ ગણવામાં આવે છે.
Published On - 6:30 pm, Fri, 24 February 23