ગુજરાતમાં અમદાવાદમાં એલિસબ્રિજ વિસ્તારમાં એડીસી બેંકના કબજામાં રહેલી મિલકતની ઇ-હરાજીની જાહેરાત આપવામાં આવી છે. જેમાં છદાવાડની સીમમાં આવેમાં રુદ્ર કોમ્પલેક્ષમાં ઓફિસ નંબર- 801 ની ઇ- હરાજીની જાહેરાત કરવામાં આવી છે. જેમાં પ્રોપર્ટી નું માપ 134.76 ચોરસ મીટર છે. જેની રિઝર્વ કિંમત 42,41,250 અને અર્નેસ્ટ મની ડિપોઝીટ 4,24,125 રાખવામાં આવી છે. જ્યારે નિરીક્ષણની તારીખ 27/03/2023 અને ઇ- હરાજી તારીખ : 13-04-2023 4 રાખવામાં આવી છે.
ધી સિક્યોરિટાઇઝેશન એન્ડ રીકન્સ્ટ્રક્શન ઓફ ફાયનાન્શિયલ એસેટ્સ એન્ડ એન્ફોર્સમેન્ટ ઓફ સિક્યોરીટી ઇન્ટરેસ્ટની રાહે ધ સિક્યોરિટી ઇન્ટરેસ્ટ (એન્ફોર્સમેન્ટ) નિયમો, 2002 ના નિયમ 8(6) જોગવાઈ વંચાણે લેતાં અસ્ક્યામતોના વેચાણની ઈ-હરાજી નોટિસ આપવામાં આવી છે. જેમાં જાહેર જનતાને સામાન્ય રીતે અને વિશેષ રૂપે દેવદારો અને જમીનદારોને નોટિસ આપવામાં આવે છે કે નીચે વર્ણવેલ જંગમ સ્થાવર મિલકત સિક્યોર્ડ પાસે ચાર્જમાં ગિરવે મૂકેલ છે, તેનો ફિઝિકલ બોજો એડીસી બેંક ના સિક્યોર લેણદાર છે.
સિક્યોરીટી લેણદાર મિલકતનું જે સ્થળે, જ્યાં છે, જે કંઈ છે તેમ જ સ્થિતિના આધારે વેચાણ કરવાનું છે. તેમજ 12-04 -2023 અને સાંજે 4 વાગ્યા સુધી દરખાસ્તો સ્વીકારવામાં આવશે.
Published On - 6:27 pm, Sat, 11 March 23