ગુજરાતના વડોદરાના સાવલીના બહુચામાં ગુજરાતની વડી અદાલત સાથે જોડાયેલ કોર્પોરેટ બાબતોના મંત્રાલય દ્વારા ઇ-હરાજી નોટિસ આપવામાં આવી છે . જેમાં ઓફિશિયલ લીકવીડેટરના રિપોર્ટ નંબર 74માં ગુજરાતની વડી અદાલતે પસાર કરેલા હુકમના આધારે એસેટની ઇ-હરાજીની જાહેરાત આપવામાં આવી છે. જેની વડી અદાલત સાથે જોડાયેલા કોર્પોરેટ બાબતોનું મંત્રાલય દ્વારા ઇન્ડસ્ટ્રિયલ જમીનની ઇ હરાજીની જાહેરાત આપવામાં આવી છે. જે પ્રોપર્ટી નું માપ 28,650 ચોરસ મીટર છે. જેની રિઝર્વ કિંમત 7,00,000 રાખવામાં આવી છે. તેમજ અર્નેસ્ટ મની ડિપોઝીટ 70,000 છે.
જેમાં ફડચામાં ગયેલી કંપનીના મિલકતોની વેચાણ અંગે ઇ- વેચાણ માટે જાહેરાત આપવામાં આવી છે. જે તારીખ 06.04.2023 ના રોજ સાંજે 4 વાગે સુધી ટેન્ડર ફોર્મ, નિયમો અને શરતો 1000 રૂપિયા ઓફિશિયલ લીકવીડેટરની કચેરી ખાતેથી મળી શકશે.
જ્યારે 11.04. 2023ના રોજ બપોરના 3.30 કલાકથી વેબસાઇટ https://olauction.enivida.com મારફતે ઇ-હરાજી કરવામાં આવશે. જેની નિરીક્ષણની તારીખ 28-03-2023 સવારે 11.30 થી સાંજે 4.00 વાગ્યે સુધી રાખવામાં આવ્યું છે. જેમાં ઇ- હરાજી તારીખ 11-04-2023 બપોરે 3.30 વાગ્યેથી કરવામાં આવશે.
આ પણ વાંચો : Auction Today: ખેડાના માતર તાલુકાના ત્રાજમાં બંગલાની ઇ- હરાજી, જાણો સમગ્ર વિગતો