Ahmedabad: માંકડ થી ચેતજો, હવે નવી ગંભીર બીમારી, જેની સારવાર સમય પર ન થાય તો દર્દીનું મૃત્યુ નિશ્ચિત!

ગુજરાત માટે વધુ એક ચીંતાજનક બીમારી સામે આવી છે. બીમારીનું નામ “બેબીસીઓસીસ” છે. આ રોગ પેરાસાઇટથી થતો રોગ છે. આ રોગ ભારત માં એક જ વાર ફેબ્રુઆરી 2022 માં નોંધાયો હતો. પરંતુ મલ્ટી ઓર્ગન ડેમેજના લીધે દર્દીનું મૃત્યુ નીપજ્યું હતું. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશને આ રોગને ન્યું ઇમર્જીંગ રોગોની યાદીમાં સામેલ કરેલ છે.

Ahmedabad: માંકડ થી ચેતજો, હવે નવી ગંભીર બીમારી, જેની સારવાર સમય પર ન થાય તો દર્દીનું મૃત્યુ નિશ્ચિત!
બીમારીનું નામ “બેબીસીઓસીસ”
| Edited By: | Updated on: Oct 09, 2023 | 10:46 PM

ગુજરાત માટે વધુ એક ચીંતાજનક બીમારી સામે આવી છે. બીમારીનું નામ “બેબીસીઓસીસ” છે. આ રોગ પેરાસાઇટથી થતો રોગ છે. આ રોગ ભારત માં એક જ વાર ફેબ્રુઆરી 2022 માં નોંધાયો હતો. પરંતુ મલ્ટી ઓર્ગન ડેમેજના લીધે દર્દીનું મૃત્યુ નીપજ્યું હતું. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશને આ રોગને ન્યું ઇમર્જીંગ રોગોની યાદીમાં સામેલ કરેલ છે.

આ પણ વાંચોઃ Sabarkantha: હિંમતનગરમાં નવરાત્રી મેળાનો પ્રારંભ, એક જ સ્થળે ખલૈયાઓને મળશે આકર્ષક શણગાર, જુઓ Video

આ રોગના લક્ષણો પર નજર કરીએ તો આ પ્રકારના લક્ષણો જણાય તો કેટલીક સાવચેતી દર્દી માટે આશીર્વાદરૂપ બની શકે છે. આ લક્ષણો દરમિયાન ખાસ સચેત રહેવુ જેમ કે, પેરાલીસીસ થવું , કીડની ખરાબ થવી, હાઇગ્રેડ તાવ આવવો, લીવર ખરાબ થવું, મેન્ટલ ફોગીંગ થવું, હીમોલાઇસીસ થવું , લોહીની કણી થવી (DIC), એનિમિયાની તકલીફ. આ પ્રકારના લક્ષણો જણાય તો આ ગંભીર બીમારી નો શિકાર દર્દી હોઈ શકે છે. ચોંકાવનારી બાબત એ છે કે આ રોગ માંકડ કરવાથી થાય છે.

બીમારીને પકડવી પડકારરુપ

આ પ્રકારના લક્ષણો ધરાવતા દર્દી ની સારવાર કરતા તબીબો મોટેભાગે તમામ રિપોર્ટ કરાવતા હોય છે. જેમકે એક્સ રે, ઇસીજી, એમઆરઆઇ, સોનોગ્રાફી, બ્લડ રિપોર્ટ સહિતના તમામ રિપોર્ટ નોર્મલ આવતા હોય છે. જેના કારણે આ બીમારી પકડવામાં તબીબો માટે પણ એક ચેલેન્જ રૂપ બાબત બની રહે છે.

મેઘાણીનગરમાં રહેતા 70 વર્ષના ભદ્રાબેનને 23 સપ્ટેમ્બરે 106 તાવ તથા પેરાલીસીસની અસર થતા તેમને ચાંગોદર સ્થિત મલ્ટી સ્પેશિયાલીટી હોસ્પિટલમાં આઇ.સી.સી.યુ વિભાગમાં ખસેડાયા હતા. તમામ પ્રકારના રીપોર્ટ સીટી સ્કેન, સોનોગ્રાફી ,ફીવર પ્રોફાઇલ , કેન્સર પ્રોફાઈલ, બ્લડ કલ્ચર કરાવ્યા બાદ પણ દર્દીના રોગનુ ચોક્કસ નિદાન થતુ નહોતુ. ડૉ.હિતાર્થ શાહએ પેરીફેરલ સ્મિયર અવલોકન કર્યુ, જેમાં આ રોગની જાણ થઈ. ત્યારબાદ દર્દીને એટોવાક્વોન અને એઝીથ્રોમાઈસીન દવા ચાલુ કરતા 3 દિવસમાં દર્દીના સ્વાસ્થ્યમાં સુધારો થયો હતો. તબિબોની ખૂબ જ મહેનત અને પરિશ્રમ આખરે રંગ લાવ્યો અને દર્દીને 2 તારીખે હોસ્પિટલમાથી રજા આપવામા આવી હતી.

માંકડથી બચીને રહો

આ રોગથી બચવા સ્વચ્છતા રાખવી જોઈએ અને ખાસ કરીને માંકડ ન કરડે તેનું ધ્યાન રાખવું જોઈએ. જેમની રોગપ્રતીકરક શક્તી ઓછી હોય તેવા લોકોને આ રોગની અસર વધારે થાય છે. તેમનું બચવું પણ ખૂબ જ મુશ્કેલ ભર્યું બની રહેતું હોય છે. આમ સ્વચ્છતા રાખવા સાથે માંકડને ઘરમાંથી બહાર રાખવા જરુરી છે.

અમદાવાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published On - 10:44 pm, Mon, 9 October 23