Ahmedabad : કોરોનાની સંભવિત ત્રીજી લહેર સામે તંત્ર સજ્જ, ટેસ્ટિંગ ડોમ વધારવામાં આવ્યા

|

Jul 21, 2021 | 2:36 PM

અમદાવાદમાં કોરોના માટેના ટેસ્ટિંગ ડોમ ફરી શરૂ કરવામાં આવ્યા છે. કોરોનાની સંભવિત ત્રીજી લહેરના પગલે ટેસ્ટિંગ ઉપર ભાર મૂકવામાં આવી રહ્યો છે.

Ahmedabad : કોરોનાની (Corona) સંભિવત ત્રીજી લહેર માટે સરકાર દ્વારા તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે. અમદાવાદમાં ટેસ્ટિંગ ડોમ ફરી શરૂ કરવામાં આવ્યા છે.

સંભવિત કોરોનાની ત્રીજી લહેરને લઈને તંત્ર સજ્જ થયું છે. અમદાવાદમાં કોરોનાનું સંક્રમણ ઘટતા મોટાભાગના ટેસ્ટિંગ ડોમ બંધ કરવામાં આવ્યા હતા. પરંતુ કોરોનાની સંભવિત ત્રીજી લહેરના પગલે ટેસ્ટિંગ ઉપર ભાર મૂકવામાં આવી રહ્યો છે. કોરોનાની સંભવિત ત્રીજી લહેરની શક્યતાના પગલે ફરી ટેસ્ટિંગ ડોમ શરૂ કરવામાં આવ્યા છે. તો બીજી તરફ અમદાવાદના વિવિધ વિસ્તારમાં ટેસ્ટ કરાવનારા લોકોની પણ સંખ્યા પણ વધી રહી છે.

અમદાવાદ  મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા 30 ડોમ શરૂ કરવામાં આવ્યા છે. આ 30 ડોમમાં રોજ 50 રેપિડ એન્ટિજન ટેસ્ટ અને 50 આરટી-પીસીઆર ટેસ્ટ કરવાની કામગીરી પણ હાથ ધરવામાં આવશે. નોંધનીય છે કે, એક સમયે ગુજરાતમાં કોરોનાના સૌથી વધુ કેસ અમદાવાદમાં જ નોંધાતા હતા, પરંતુ રાહતની વાત એ છે કે, હવે સિંગલ ડિજીટમાં જ કેસ નોંધાયા છે.

Next Video