અમદાવાદમાં હવે 14 હોલમાં જ થશે કોરોના વેકસીનેશનની કામગીરી, અન્ય હોલ ભાડે અપાશે

|

Oct 17, 2021 | 1:39 PM

અમદાવાદ શહેરમાં કોરોના વેકસીનેશનની ઝડપી કામગીરી માટે 25 જેટલા હોલમાં કામગીરી કરવામાં આવતી હતી. જો કે હવે કોર્પોરેશનના નિર્ણય બાદ 14 હોલમાં જ કોરોના વેકસીનેશનની કામગીરી ચાલુ રાખવામાં આવશે.

ગુજરાતમાં(Gujarat)  કોરોનાની(Corona) ત્રીજી લહેરની નહિવત આશંકા વચ્ચે રાજ્યમાં કોરોના વેકસીનેશનની(Vaccination) કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. જો કે આ દરમ્યાન અમદાવાદમાં(Ahmedabad)  કોર્પોરેશને વેક્સિનેશન માટે રોકાયેલા કેટલાક હોલ પબ્લિક પ્રોગ્રામમાં ઉપયોગમાં લેવા માટે હવે આ હૉલોમાં રસીકરણની કામગીરી બંધ કરવાનો નિર્ણય લીધો છે. જેના પગલે હવે આ હોલમાં હવે જાહેર કાર્યક્રમ પણ કરી શકાશે.

અમદાવાદ શહેરમાં કોરોના વેકસીનેશનની ઝડપી કામગીરી માટે 25 જેટલા હોલમાં કામગીરી કરવામાં આવતી હતી. જો કે હવે કોર્પોરેશનના નિર્ણય બાદ 14 હોલમાં જ કોરોના વેકસીનેશનની કામગીરી ચાલુ રાખવામાં આવશે. જયારે અન્ય નવ હોલને જાહેર પ્રોગ્રામ માટે ભાડે આપવાની કાર્યવાહી કરવામાં આવશે.

ગુજરાતમાં સૌથી વધારે અમદાવાદમાં રસીકરણ થયું છે. જેનો આંક 69 લાખ 56 હજાર છે. સુરતમાં 53 લાખ 46 હજાર લોકોએ રસી લીધી છે. બનાસકાંઠામાં 31 લાખ 25 હજાર લોકોએ રસીકરણ કર્યું છે. વડોદરામાં 23 લાખ 86 હજાર લોકોએ રસીકરણ કર્યું છે. આણંદમાં 22 લાખ 51 હજાર લોકોએ રસી લીધી છે.

અમદાવાદમાં ઉત્તર-પશ્ચિમ વિસ્તારમાં 113 ટકા રસીકરણ થયું છે. મધ્યઝોનમાં 111 ટકા અને પશ્ચિમ ઝોનમાં 105 ટકા રસીકરણ થયું છે. જ્યારે રાજકોટમાં ગ્રામ્યમાં 90 ટકા, જામનગર શહેરમાં 90 ટકા, મોરબીમાં 80 ટકા અને જુનાગઢમાં 100 ટકા રસીકરણ થયું છે.

ગુજરાત સરકાર આગામી દિવસોમાં અનેક સ્થળોએ કોરોના રસીકરણ માટે અભિયાન હાથ ધરવામાં આવશે.

આ પણ વાંચો : ગુજરાત હાઈકોર્ટમાં 7 નવા ન્યાયાધીશોની નિમણૂક, બે મહિલા જજનો પણ સમાવેશ

આ પણ વાંચો : The Big Picture : ઉત્સાહી રણવીર સિંહે ટીવી પર બાળકને લઇને કહી દીધી આ વાત, દિપીકાનું શું હશે રિએક્શન ?

Published On - 1:37 pm, Sun, 17 October 21

Next Video