Ahmedabad : ખાનગી હોસ્પિટલો માટે મનપાના નવા નિયમો, ડૉક્ટરોએ ICU બંધ કરવાની ચીમકી ઉચ્ચારી

|

Jul 20, 2022 | 9:14 AM

આહનાએ પણ તેમનું વલણ સ્પષ્ટ કરવા પ્રેસ કોન્ફરન્સ(Press Conference)  યોજી હતી. અને જો નિયમ ફરજિયાત પાળવા પડે તો ICU બંધ કરવા પડશે તેમ જણાવી ઉગ્ર વિરોધ વ્યક્ત કર્યો હતો.

Ahmedabad : ખાનગી હોસ્પિટલો માટે મનપાના નવા નિયમો, ડૉક્ટરોએ ICU બંધ કરવાની ચીમકી ઉચ્ચારી
Doctors Protest

Follow us on

ફાયર સેફ્ટી (Fire safety) અને બીયુ પરમિશન(BU Permission)  મુદ્દે હાઇકોર્ટે મનપાને ફટકાર લગાવ્યા બાદ હવે હોસ્પીટલો પ્રત્યે કડકાઇભર્યુ વલણ અપનાવવામાં આવી રહ્યું છે. રાજ્યભરના તમામ શહેરોની મહાનગરપાલિકાઓ દ્વારા ખાનગી હોસ્પીટલોને નોટિસ પાઠવી ICUની સુવિધાને ફરજિયાતપણે ગ્રાઉન્ડ ફ્લોર પર શિફ્ટ કરવા જણાવવામાં આવ્યું છે. તેમજ હોસ્પીટલોમાં (Hospital) લગાવેલા કાચ દૂર કરવા પણ જણાવવામાં આવ્યું છે, ત્યારે સમગ્ર રાજ્યના ડૉક્ટરોમાં (Doctors) આ મુદ્દે ભારે રોષ જોવા મળી રહ્યો છે.

હાઇકોર્ટે ફટકાર લગાવ્યા બાદ મનપા હરકતમાં

બીજી તરફ આહનાએ પણ તેમનું વલણ સ્પષ્ટ કરવા પ્રેસ કોન્ફરન્સ(Press Conference)  યોજી હતી. અને જો નિયમ ફરજિયાત પાળવા પડે તો ICU બંધ કરવા પડશે તેમ જણાવી ઉગ્ર વિરોધ વ્યક્ત કર્યો હતો.

AAdhaar Update : આધાર કાર્ડમાં ફક્ત આટલી વાર બદલી શકશો નામ, જાણો નિયમ
Enhance cognitive skills : દરરોજ કરો આ 5 કામ, તમારું મગજ બનશે તેજ
કથાકાર જયા કિશોરીના સૌથી 'મોડર્ન લુક' ની તસવીરો વાયરલ
શરીરના આત્માનું વજન કેટલું હોય છે? આ પ્રશ્ન UPSC માં પૂછવામાં આવ્યો
ઉનાળામાં આપણે અજમા ખાવા જોઈએ કે નહીં?
આજનું રાશિફળ તારીખ : 06-04-2025

કોર્ટના આદેશથી ખાનગી હોસ્પિટલોના સંચાલકો નારાજ

આહનાના સેક્રેટરી વિરેન શાહનું કહેવુ છે કે, હાઈકોર્ટ દ્વારા આપવામાં આવેલા  આ નિયમો ICU સિવાયની હોસ્પિટલોને પણ લાગુ પડે છે, અને આ માટે ડૉક્ટરોને 3 થી 6 દિવસમાં નિયમપાલનનો આદેશ કરવા સુચના આપવામાં આવી છે,પણ માત્ર આટલા દિવસમાં નિયમોનુ પાલન કરાવવુ અઘરુ છે.તમને જણાવી દઈએ કે, કોર્ટના આદેશથી નારાજ ખાનગી હોસ્પિટલોએ ICU બંધ રાખવાની ચીમકી ઉચ્ચારી છે.

Next Article