અમદાવાદ શહેરમાં બીજા ડોઝના ઝડપી વેકસીનેશન માટે મનપાએ આઇ-ફોન સ્કીમ લોન્ચ કરી

|

Nov 30, 2021 | 11:05 PM

AMC દ્વારા કોરોનાં વેક્સિનના બીજા ડોઝનું 100 ટકા વેક્સિનેશન જલ્દી પુરા થાય તેના માટે તેલના પાઉચની સ્કીમ બાદ હવે I PHONEની સ્કીમ લાવ્યા છે.

અમદાવાદ સહિત રાજ્યભરમાં કોરોનાના કેસમાં આંશિક વધારો થયો છે, ત્યારે રસીકરણ ઝડપથી પૂરુ થાય તે માટે અમદાવાદ મનપાએ આઇફોન યોજના લૉન્ચ કરી છે…AMC દ્વારા કોરોનાં વેક્સિનના બીજા ડોઝનું 100 ટકા વેક્સિનેશન જલ્દી પુરા થાય તેના માટે તેલના પાઉચની સ્કીમ બાદ હવે I PHONEની સ્કીમ લાવ્યા છે.

જેમાં AMCમાં 1 ડિસેમ્બર થી 7 ડિસેમ્બર સુધી જે કોઈ નાગરિકોઓએ કોરોના વેક્સિનનો બીજો ડોઝ લીધો હશે તેવા તમામ નાગરિકો પૈકી એક વ્યકિતને લકી ડ્રો મારફતે પસંદગી કરવામાં આવશે અને તેમજ પસંદગી પામેલ આ એક વ્યકિતને અંદાજિત રૂ.60,000ની કિંમતનો iphone પ્રોત્સાહન સ્વરૂપે આપવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે, અમદાવાદ (Ahmedabad) કોર્પોરેશને કોરોના (Corona) રસીકરણને(Vaccination)ઝડપી બનાવવા એક્શનમાં આવી છે. અમદાવાદ કોર્પોરેશનની(AMC)ટીમ ડોર ટૂ ડોર સર્વે કરી રહી રહી છે જેમાં જે ઘરમાં રસી લેવામાં ન આવી હોય તેના ઘરની બહાર ચોકડીનું માર્કિંગ કરવામાં આવી રહ્યું છે.

તો બીજી તરફ જે ઘરમાં રસી લીધી હોય તેના ઘરની બહાર P લખવામાં આવી રહ્યું છે.. સરવે કર્યા બાદ કોર્પોરેશનની ટીમ સોસાયટીમાં રસીકરણ માટે જશે. અહીં ઉલ્લેખનીય છે કે, બીઆરટી બસ અને AMTS બસ તથા શહેરના કોમર્શિયલ કોમ્પલેક્ષોમાં પણ રેડન્મ ચેકિંગ કરશે અને રસી ન લીધી હોય તેને રસી આપવામાં આવશે.

અમદાવાદ (Ahmedabad) મહાનગરપાલિકાએ કોરોનાની (Corona) ત્રીજી લહેરને(Third Wave) રોકવા માટે કવાયત હાથ ધરી છે. જેમાં શહેરમાં 21 દિવસમાં કોરોનાના 187 કેસ નોંધાયા છે. તેમજ અમદાવાદ શહેરના પ્રથમ ડોઝના કોરોના વેકસીનેશનનો 100 ટકા લક્ષ્યાંક પૂર્ણ થઇ ચૂકયો છે. જયારે બે ડોઝ લીધેલા લોકોની સંખ્યા 55 ટકા જ છે.

આ પણ વાંચો :  ગોધરા માર્કેટ યાર્ડ તરફથી ખેડૂતોને માવઠાથી તૈયાર પાકને બચાવવા અપીલ કરાઇ

આ પણ વાંચો : સુરત ચેમ્બર ઓફ કોમર્સ અને ફિઆસ્વીએ ટેક્સટાઇલ પર જીએસટીના દરમાં વધારાને પરત ખેંચવા દેશવ્યાપી અભિયાન શરૂ કર્યું

Published On - 11:01 pm, Tue, 30 November 21

Next Video