ગોધરા માર્કેટ યાર્ડ તરફથી ખેડૂતોને માવઠાથી તૈયાર પાકને બચાવવા અપીલ કરાઇ

ગુજરાતમાં આગામી બે દિવસમાં માવઠાની આગાહીના પગલે ખેડૂતોને ગોધરા માર્કેટ યાર્ડ તરફથી અપીલ કરાઈ છે. ખેડૂતોના જણસને કમોસમી વરસાદથી બચાવવા તાડપત્રીઓ ઢાંકી ગોડાઉનમાં સાચવી રાખવા સુચના અપાઈ છે. તેમજ હાલ સમગ્ર જિલ્લામાં ટેકાના ભાવે ખરીદી ચાલુ હોવાથી જણસને વરસાદથી બચાવવા ગોડાઉનમાં મુકી રાખવા ખેડૂતોને જણાવવામાં આવ્યું છે. તેમજ શક્ય હોય તો બે દિવસ પાકને બજારમાં […]

TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 30, 2021 | 10:03 PM

ગુજરાતમાં આગામી બે દિવસમાં માવઠાની આગાહીના પગલે ખેડૂતોને ગોધરા માર્કેટ યાર્ડ તરફથી અપીલ કરાઈ છે. ખેડૂતોના જણસને કમોસમી વરસાદથી બચાવવા તાડપત્રીઓ ઢાંકી ગોડાઉનમાં સાચવી રાખવા સુચના અપાઈ છે. તેમજ હાલ સમગ્ર જિલ્લામાં ટેકાના ભાવે ખરીદી ચાલુ હોવાથી જણસને વરસાદથી બચાવવા ગોડાઉનમાં મુકી રાખવા ખેડૂતોને જણાવવામાં આવ્યું છે.

તેમજ શક્ય હોય તો બે દિવસ પાકને બજારમાં ન લાવવા માટે પણ સૂચના આપવામાં આવી છે. આ ઉપરાંત એપીએમસીમાં ખુલ્લામાં રાખવામાં આવેલા માલને પણ ઢાંકવાની વ્યવસ્થા કરવામાં આવી રહી છે.

ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં ફરી એકવાર માવઠુ ખેડૂતો માટે મુશ્કેલી લઈને આવી શકે છે. રાજ્યમાં ફરી કમોસમી વરસાદ (Unseasonal Rain) પડે તેવી હવામાન વિભાગે શક્યતા વ્યક્ત કરી છે. આજથી 2 ડિસેમ્બર સુધી માવઠુ પડે તેવી આગાહી કરાઈ છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે વાતાવરણ પર તેની અસર વર્તાશે. જેના ભાગરૂપે દક્ષિણ ગુજરાત, ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં કમોસમી વરસાદ પડશે. 1 ડિસેમ્બરે અરબી સમુદ્રમાં લૉ-પ્રેસર સર્જાશે. જેના કારણે ભારેથી અતિભારે વરસાદ પડી શકે.

જ્યારે કે 2 તારીખે પણ ભારે વરસાદ પડશે. મહત્વનું છે કે, માવઠાના કારણે સૌથી મોટો ફટકો ખેડૂતોને પડે છે. માવઠાના કારણે પાકને નુકસાન થતા ખેડૂતોની કફોડી થઈ જાય છે. ત્યારે ખેડૂતોને પણ પાક સુરક્ષિત સ્થાને રાખવા સૂચના અપાઈ છે.

જણાવી દઈએ કે IMD અનુસાર, ગુજરાતમાં 1-2 ડિસેમ્બરે ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના છે. આણંદ, ભરૂચ, નવસારી, વલસાડ, અમરેલી અને ભાવનગરમાં 1લી ડિસેમ્બર માટે ઓરેન્જ એલર્ટ અને 2જી ડિસેમ્બર માટે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ સાથે માછીમારો માટે 5 દિવસની ચેતવણી પણ આપવામાં આવી છે.

આ પણ વાંચો :  Ahmedabad: મંદિરોમાંથી ચોરી કરતા બે આરોપીની ક્રાઈમ બ્રાંચે કરી ધરપકડ, આ કારણે બન્ને સાઢુ ચોરીના રવાડે ચડ્યા, જાણો સમગ્ર મામલો

આ પણ વાંચો : ઓમિક્રોન પર ગભરાટ વચ્ચે બુધવારે લોકસભામાં કોરોના પર થશે ચર્ચા, સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયા આપશે જવાબ

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">