રેકર્ડનું ડીજીટલાઇઝેશન રૂ.200 લાખ
શેઠ વા.સા. જનરલ હોસ્પિટલ અને શેઠ ચિનાઇ પ્રસૂતિ ગૃહની સેવાઓનો લાભ શહેર અને રાજ્યના નાગરિકો બહોળા પ્રમાણમાં મેળવી રહ્યા છે. હાલમાં પુનઃ શરૂ કરવામાં આવેલ સુપર સ્પેશ્યાલીટી સર્વીરીસનો ખુબ જ સારી પ્રતિસાદ મળેલ છે. હોસ્પિટલના ઓપીડી, આઇ.પી.ડી. લેબોરેટરી, એક્સરે, એસ્ટાબ્લીશમેન્ટ, એકાઉન્ટ, સ્ટેટસ્ટીક તેમજ અન્ય આનુસાંગિક વિભાગોનું ડિજીટલાઇઝેશન કરવા માટે બજેટમાં રૂ.200 લાખની જોગવાઇ કરવામાં આવે છે. આ ડીજીટલાઇઝેશનથી રિસર્ચ વર્ક માટે જરૂરી માહિતી આસાનીથી મળી શકશે.
શેઠ વી.એસ. હોસ્પિટલ ખાતે મળતી સેવાઓનું જનજાગૃતિ અભિયાન શેઠ વા.સા. જનરલ હોસ્પિટલ અને શેઠ ચિનાઇ પ્રસૂતિ ગૃહ ખાતે હાલમાં તથા નજીકના ભવિષ્યમાં ઉપલબ્ધ થનાર સ્પેશ્યાલીટી, સુપર સ્પેશ્યાલીટી, લેબોરેટરી, રેડિયોલોજી તેમજ સેવાઓથી શહેરના નાગરિકો માહિતગાર થાય તે માટે ઉપલબ્ધ થનાર સેવાઓની જાહેરાત આપવા તેમજ સેવાઓની લગતી માહિતીઓની મિડીયા ક્લિપ્સ ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ, ફેસબુક જેવા સોશીયલ મિડીયા ઉપર એકાઉન્ટ બનાવી હોસ્પિટલની ઉપલબ્ધ સેવાઓનો સંદેશ પહોંચે તે માટે ઉપરોક્ત જુદા જુદા મીડીયા કવરેજ માટે રૂ. 50 લાખની બજેટમાં જોગવાઇ કરવામાં આવે છે.
હોસ્પિટલનું નવું બિલ્ડીંગ રૂ. 300 લાખ
શેઠ વા.સા. જનરલ પ્રેસ્પિટલ અને શેઠ ચિનાઇ પ્રસૂતિ ગૃહનું નજીકના ભવિષ્યમાં નવા ઉપલબ્ધ થનાર બિલ્ડીંગમાં હાલમાં ઉપલબ્ધ જુદી તબીબી સેવાઓ સ્પેશ્યાલીટી, સુપર સ્પેશ્યાલીટી, સુપ્રામેજર-મેજર માઇનોર ઓપરેશન (ગાયનેક સહિત), સ્પેશ્યલ સેમી સ્પેશ્યલ જનરલ વોર્ડ, લેબોરેટરી, રેડિયોલોજીની વધુ સારી સુવિધા, સગવડ તેમજ સ્પેસ પ્રાપ્ત થાય તે ઉપરાંત ભવિષ્યમાં તબીબી પી.જી. ડિપ્લોમા કોર્સીસ(ડી એન.બી.) શરૂ કરવાનું આયોજન કરેલ છે. જે માટે વધુ રૂ. 300 લાખની જોગવાઇ કરવામાં આવે છે.
મેડીકલ કોલેજ
શેઠ વા.સા. જનરલ હોસ્પિટલ અને શેઠ ચિનાઇ પ્રસૂતિ હોસ્પિટલનું નવું બિલ્ડીગ નિર્માણ થવા જઇ રહી છે. આ હોસ્પિટલ સાથે સંલગ્ન હોય તેવી નવી મેડીક્લ કોલેજ શરૂ કરવા માટેનું આયોજન છે. પબ્લીક પ્રાઇવેટ પાર્ટનરશીપથી સીટી સ્કેન એમ.આર.આઇ. સુવિધા થશે. શેઠ વા.સા. જનરલ હોસ્પિટલ અને શેઠ ચિનાઇ પ્રસૂતિ ગૃહમાં સીટી સ્કેન તેમજ એમ.આર.આઇ. જેવી અને રેડિયોલોજીની સેવાઓ ઉપલબ્ધ કરાવવા ખાનગી ક્ષેત્રની સેવાઓભાવી સંસ્થાઓનો સહયોગ મેળવવાનું આયોજન છે.
હોસ્પિટલ માટે દાન મેળવવાનું આયોજન
શેઠ વા.સા. જનરલ હોસ્પિટલ અને શેઠ ચિનાઇ પ્રસૂતિ ગૃહમાં કામ કરતા સીનીયર નામાંકિત ડૉક્ટર્સ જેઓ શ્રીમતી એન.એચ.એલ. મેડિકલ કોલેજમાંથી ભણેલ હોય તેવા ભૂતપૂર્વ તબીબો વી.એસ.બોર્ડ તેમજ અન્ય પ્રતિષ્ઠિત મહાનુભાવોની કમિટી બનાવી શેઠ વા.સા. જનરલ હોસ્પિટલ અને શેઠ ચિનાઇ પ્રસૂતિ ગૃહ માટે દાન મળી રહે તેમજ સી.એસ.આર. એટીવીટઝ (કોર્પોરેટ સોસીયલ રીસ્પોન્સીબીલીટી) હેઠળ હોસ્પિટલની માળખાકીય સુવિધાઓમાં વધારો કરવા માટે એકટીવીટી કરવાનું આયોજન કરવામાં આવેલ છે.
સ્પોર્ટસ ઇન્જરી ક્લિનીકનું આયોજન
માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા ખેલો ઇન્ડિયા પ્રોગ્રામ અંતર્ગત વિવિધ સ્પોર્ટસ ઇવેન્ટ યોજવામાં આવી રહી છે. ગુજરાત રાજ્ય સરકાર દ્વારા પણ પ્રતિભાશાળી ખેલાડીઓને તક અને તેમની પ્રતિભાને યોગ્ય પ્લેટફોર્મ મળી રહે તે માટે ખેલ મહાકુંભનું પણ આયોજન થતું રહે છે. આ યોજનાઓ અને ઇવેન્ટસમાં વિવિધ ખેલાડીઓ ઊત્સાહ પૂર્વક ભાગ લઇ રહ્યા છે. તેમને રમત દરમ્યાન થતી નાની-મોટી કે કોઈ ગંભીર ઇજાનું અત્રેની હોસ્પિટલમાં આધુનિક સારવાર મળી રહે તે માટે ઓર્થોપેડિક સર્જન, પેઇન મેનેજમેન્ટ એક્ષપર્ટ તેમજ નિષ્ણાંત ફિઝિયોથેરાપીસ્ટની સેવાઓ અત્રે ટ્રોમા સેન્ટર ખાતે ઉપલબ્ધ કરાવવામાં આવશે.
નિયોનેટલ મોર્ટાલીટીમાં ઘટાડો કરવાનું આયોજન રૂ.3 લાખ શેઠ વા.સા. જનરલ હોસ્પિટલ અને શેઠ ચિનાઇ પ્રસૂતિ ગૃહ ખાતે એન.આઇ.સી.યુ. માં નવજાત શિશુઓને થતા કમળા જેવા થતા રોગનું ત્વરિત નિદાન થાય તે માટે તેમજ કોઇપણ પ્રકારનો ચેપ થતો અટકાવી નિયોનેટલ મોર્ટાલીટી રેટ ઘટે તે માટે બે TCB મશીન ખરીદવા માટેનું આયોજન કરવામાં આવેલ છે. જે માટે રૂ. 3 લાખની જોગવાઇ કરવામાં આવેલ છે.
ગેસ્ટ્રોએન્ટોલોજી વિભાગનું આધુનિકરણ રૂ.30 લાખ શેઠ વા.સા. જનરલ હોસ્પિટલ અને શેઠ ચિનાઇ પ્રસૂતિ ગૃહ ખાતે વિવિધ સુપર સ્પેશ્યાલીટી વિભાગો શરૂ કરવામાં આવેલ છે. જે પૈકી ગેસ્ટ્રોએન્ટ્રોલોજી વિભાગ પણ શરૂ કરેલ છે આ વિભાગમાં RUT kit for H Pylori, Biopsy forceps with spike ( colonoscopy length), Pentex pediatric Upper GI Scope al આધુનિક સાધનો વસાવવા માટે બજેટમાં રૂ. 30 લાખના અંદાજની જોગવાઇ કરવામાં આવેલ છે.
પેથોલોજી વિભાગનું આધુનિકરણ રૂ.17 લાખ શેઠ વા.સા.જન.હોસ્પિટલ અને શેઠ ચિનાઇ પ્રસુતિ ગૃહમાં હાલમાં પેથોલોજી વિભાગ દ્વારા જુદા જુદા ટેસ્ટો દ્વારા દર્દીઓની તપાસ કરવામાં આવે છે. દર્દીઓને આધુનિક નવા ટેસ્ટોનો લાભ મળી રહે તે હેતુસર (1) એલીઝા રીડર, (2) ઇ.એસ.આર. એનાલાઇઝર તથા (3) ટીસ્યુ લેટશન બાથ તબીબી સાધનો વસાવવાનું આયોજન કરવામાં આવેલ છે.
નવા પેઇન મેનેજમેન્ટ વિભાગનું આધુનિકરણ અમદાવાદ મ્યુનિ.કોરિશન દ્વારા સંચાલિત હોસ્પિટલો પૈકી સૌ પ્રથમ આધુનિક પેઇન મેનેજમેન્ટ માટેના 3.89 લાખ ડિપાર્ટમેન્ટનું શેઠ વી.એસ. હોસ્પિટલ ખાતે નીચે મુજબના આધુનિક સાધનો વસાવી આધુનિકરણ કરવામાં આવશે.
3.462 લાખ હોસ્પિટલના સુપર સ્પેશ્યાલીટી વિભાગ જેવા કે, યુરોલોજી, કાર્ડિયોલોજી(ઓપીડી), ગેસ્ટ્રોલોજી મેડીસીન અને સર્જરી, નેકોલોજી, ઓન્કો સર્જરી,નિયોનેટલ, પેઇન મેડીસીન, ફિઝીયોથેરાપી,એન્ડોક્રીનોલોજી, ન્યુરોસર્જરી પ્લાસ્ટીંગ સર્જરી, કાર્ડીયોલોજી વિભાગ, ડેન્ટલ વિભાગ, ગાયનેક વિભાગ,લેબોરેટીના જુદા જુદા વિભાગ જેવાકે માઇક્રોબાયોલોજી, બાયોકેમેસ્ટ્રી, બ્લડબેંક,પેથોલોજી તેમજ ડેન્ટલ વિગેરે વિભાગો ચાલુ કરવામાં આવેલ છે. અને આવતા દર્દીઓને ગુણવત્તા સભર સારવાર રાહત દરે આ હોસ્પિટલમાં ઉપલબ્ધ કરાવવા માટે જરૂરીયાત મુજબના સાધનો વસાવવા બજેટમાં રૂ.462 લાખની જોગવાઇ કરવામાં આવેલ છે.
આ પણ વાંચો : અમદાવાદઃ AMTSનું વર્ષ 2022-23નું સુધારા સાથેનું બજેટ રજૂ, સિનિયર સિટીઝન માટે AMTSમાં ફ્રી પાસ મળશે
આ પણ વાંચો : કૃષિ પ્રધાન રાઘવજી પટેલને કોરોના સંક્રમણ બાદ હોસ્પિટલમાં દાખલ કરાયા