એએમસીએ કોમર્શિયલ યુનિટોના કર્મચારીઓના વેક્સિન સ્ટેટ્સની તપાસ શરૂ કરી

|

Nov 24, 2021 | 7:02 AM

અમદાવાદ કોર્પોરેશનના સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગની 100થી વધુ ટીમોએ આ ચેકિંગની કામગીરી હાથધરી છે. સરસપુરમાં આવેલી કેપ્રીકોન રેસ્ટોરન્ટ સહિત અનેક સ્થળોએ વેક્સિનને લઇને ચેકિંગ હાથ ધર્યું છે.

અમદાવાદમાં (Ahmedabad) AMCના સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગની ટીમે શોપિંગ મોલ્સ,(Malls) હોટલો અને રેસ્ટોરન્ટમાં વેક્સિનને(Vaccine)લઈ ચેકિંગ કર્યું છે. જેમાં શોપિંગ મોલ, હોટલ અને રેસ્ટોરન્ટના સ્ટાફ તેમજ મુલાકાતે આવેલા લોકોએ વેક્સિન લીધી છે કે નહીં તે બાબતે ચકાસણી કરવામાં આવી રહી છે.

કોર્પોરેશનના સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગની 100થી વધુ ટીમોએ આ ચેકિંગની કામગીરી હાથધરી છે. સરસપુરમાં આવેલી કેપ્રીકોન રેસ્ટોરન્ટ, દાણીલીમડામાં બ્રાન્ડ ફેક્ટરી, વટવા અને નિકોલના ઓશિયા મોલ, રામોલમાં આવેલી અન્નપૂર્ણા રેસ્ટોરન્ટમાં ચેકિંગ કરવામાં આવ્યું હતું.

આ ઉપરાંત અમદાવાદ (Ahmedabad) કોર્પોરેશને કોરોના (Corona) રસીકરણને(Vaccination)ઝડપી બનાવવા એક્શનમાં આવી છે. જેમાં છેલ્લા 10 દિવસમાં 150 ટીમે 30 હજારથી વધુ ઘરનો સર્વે કર્યો છે. અમદાવાદ કોર્પોરેશનની(AMC) ટીમ ડોર ટૂ ડોર સરવે કરી રહી રહી છે જેમાં જે ઘરમાં રસી લેવામાં ન આવી હોય તેના ઘરની બહાર ચોકડીનું માર્કિંગ કરવામાં આવી રહ્યું છે.

તો બીજી તરફ જે ઘરમાં રસી લીધી હોય તેના ઘરની બહાર P લખવામાં આવી રહ્યું છે.. સરવે કર્યા બાદ કોર્પોરેશનની ટીમ સોસાયટીમાં રસીકરણ માટે જશે. અહીં ઉલ્લેખનીય છે કે, બીઆરટી બસ સ્ટેન્ડ અને AMTS બસ તથા શહેરના કોમર્શિયલ કોમ્પલેક્ષોમાં પણ રેડન્મ ચેકિંગ કરશે અને રસી ન લીધી હોય તેને રસી આપવામાં આવશે.

આ પણ વાંચો : વડોદરા ધર્માંતરણ અને આફમી હવાલાકાંડમાં એસઓજીએ 1800 પાનાની ચાર્જશીટ દાખલ કરી

આ પણ વાંચો : અમદાવાદ દર્શન માટે હેલીકોપ્ટર સેવા શરૂ કરાશે : પૂર્ણેશ મોદી

Published On - 6:58 am, Wed, 24 November 21

Next Video