Ahmedabad : ફેસબુક પર છેતરપીંડી,વેપારીને કેમિકલના સ્થાને પાણી પધરાવી દીધું, આરોપીની સાયબર ક્રાઇમે ધરપકડ કરી

|

Aug 12, 2022 | 4:55 PM

અમદાવાદમાં(Ahmedabad) ફેસબુક(Facebook)પર વેપારીઓને સંપર્ક કરી રો મટીરીયલ આપવાની ડિલ કરી કેમિકલની જગ્યાએ પાણી આપી દઈ ઠગાઈ(Fraud)કરનાર આરોપીની સાયબર ક્રાઇમે ધરપકડ કરી છે

Ahmedabad : ફેસબુક પર છેતરપીંડી,વેપારીને કેમિકલના સ્થાને પાણી પધરાવી દીધું, આરોપીની સાયબર ક્રાઇમે ધરપકડ કરી
Ahmedabad Crime Branch Arrest Accused

Follow us on

અમદાવાદમાં (Ahmedabad)  ફેસબુક(Facebook)પર વેપારીઓને સંપર્ક કરી રો મટીરીયલ આપવાની ડિલ કરી કેમિકલની જગ્યાએ પાણી આપી દઈ ઠગાઈ(Fraud)કરનાર આરોપીની સાયબર ક્રાઇમે ધરપકડ કરી છે. જેમાં આરોપીએ એક વેપારી સાથે 1.24 કરોડની ઠગાઈ આચરી હોવાનું સામે આવ્યું છે પણ પોલીસને શંકા છે કે આવા અનેક ભોગ બનનાર વેપારીઓ હોઈ શકે છે. સાયબર ક્રાઇમે ફઝલશરીફ સૈયદે 1.24 કરોડની ઠગાઈના ગુનામાં મુંબઈથી ધરપકડ કરાઈ છે. આ આરોપી મૂળ નાઇઝેરીયન ગેંગનો સભ્ય છે.જે અનેક વેપારીઓ સાથે ઠગાઈ આચરી ચુક્યો છે. આ આરોપી જે ગેંગ સાથે સંકળાયેલો છે તે ગેંગ અલગ અલગ વેપારીઓનો ફેસબુક થકી સંપર્ક કરતા હતા. જેની બાદમાં કેમિકલ કંપની કે જે ફાર્મા કંપની સાથે કામ કરે છે તેના ઇન્સ્પેક્ટરની ઓળખ આપતા હતા. કંપનીને દવા બનાવવા કાચા મટીરીયલ ની જરૂર હોવાથી પ્લુકેન્ટીયા ઓઇલ તેમજ સિડ્સ અને બિયારણની જરૂરિયાત હોવાનું જણાવી મુંબઈની કંપની સાથે સંકળાયેલ હોવાનું કહી વેપારીને ભરોસો આપતા.

આરોપી પાસેથી 10 મોબાઈલ, 11 સીમકાર્ડ અને ઇન્ટરનેશનલ સીમકાર્ડ કબ્જે કર્યું

જો વેપારી સીધો તે કંપની સાથે કોન્ટેક્ટ કરે તો તેને નોકરીમાંથી બરતરફ કરી દેશે તેવી વાત કરી રો મટીરીયલ લઈ ઊંચા ભાવે મુંબઈની કંપનીને આપવાનું કહી આ ગેંગ ઠગાઈ આચરતી હતી. આ ઝડપાયેલા આરોપી ફઝલશરીફ સૈયદ નાઇઝીરિયન ગેંગ સાથે સંકળાયેલ છે અને આંગડિયા પેઢીમાંથી થતા વેપારીઓના વ્યવહાર પર નજર રાખી સાચવતો હતો.આ આરોપી વેપારી સાથે થયેલા સવા કરોડના ચિટિંગ ના ગુનામાં આંગડિયા પેઢીમાંથી રૂપિયા લઈ જતો હતો.જે બાબત તપાસમાં સામે આવતા સાયબર ક્રાઇમે આરોપી ની મુંબઈથી ધરપકડ કરી છે. આ આરોપી પાસેથી 10 મોબાઈલ, 11 સીમકાર્ડ અને ઇન્ટરનેશનલ સીમકાર્ડ કબ્જે કર્યું છે.ઝડપાયેલ આરોપીની સાથે ઇલા વિલીયમ્સ ના નામનું બનાવતી આઈડી ધરાવનાર સીમા જૈન અને ખાનગી કંપનીના મેનેજર તરીકેની ઓળખ આપનાર બે આરોપી ફરાર છે જેની પોલીસ શોધખોળ કરી રહી છે.

શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો

નાઇઝીરિયા થી ઓપરેટ થતી આ ગેંગ વેપારીઓ સાથે સંપર્ક બનાવવા સોશ્યલ મીડિયાનો સહારો લે છે અને સોશિયલ મીડિયા થકી જ વેપારીને ભોગ બનાવતા હોવાનું સામે આવ્યું છે.જેથી સાયબર ક્રાઇમ દ્વારા સોશિયલ મીડિયા પર આવા અજાણ્યા લોકો સાથે વાત ન કરવા પોલીસ અપીલ કરી રહી છે.

Published On - 4:52 pm, Fri, 12 August 22

Next Article