Ahmedabad : શાહપુરમાં અનૈતિક સબંધના વિવાદમાં યુવકની થઈ હત્યા,ચાર લોકોએ પરિવાર પર હુમલા કરતા એક યુવકનું નીપજ્યું મોત.

|

Nov 15, 2022 | 6:14 PM

અમદાવાદમાં(Ahmedabad) પ્રેમિકાના પતિ અને તેના પરિવાર પર પ્રેમીએ હુમલો કર્યો છે. જેમાં અનૈતિક સંબધની જાણ થતાં પતિએ આપ્યા હતા છૂટાછેડા.. જેની અદાવત રાખીને હુમલો કરતા એક વ્યક્તિનું મોત નીપજ્યું.. શાહપુર પોલીસે હત્યાનો ગુનો નોંધી તપાસ શરૂ કરી. જેમાં અનૈતિક સંબધએ ફરી એક પરિવારનું ઘર ઊજડયું છે.

Ahmedabad : શાહપુરમાં અનૈતિક સબંધના વિવાદમાં યુવકની થઈ હત્યા,ચાર લોકોએ પરિવાર પર હુમલા કરતા એક યુવકનું નીપજ્યું મોત.
Ahmedabad youth Murder

Follow us on

અમદાવાદમાં પ્રેમિકાના પતિ અને તેના પરિવાર પર પ્રેમીએ હુમલો કર્યો છે. જેમાં અનૈતિક સંબધની જાણ થતાં પતિએ છૂટાછેડા આપ્યા હતા . જેની અદાવત રાખીને હુમલો કરતા એક વ્યક્તિનું મોત નીપજ્યું.. શાહપુર પોલીસે હત્યાનો ગુનો નોંધી તપાસ શરૂ કરી. જેમાં અનૈતિક સંબધએ ફરી એક પરિવારનું ઘર ઊજડયું છે.. હસતો પરિવાર ચૌધાર આંસુએ રડી રહ્યા છે. આ ઘટના શાહપુર વિસ્તારની છે. જેમાં એક પરિવાર પર હથિયારોથી ઘરમાં ઘૂસીને હુમલો કરતા એક યુવકનું મોત નીપજ્યું છે..ઘટના કંઈ એવી છે કે શાહપુરમાં મિલ કમ્પાઉન્ડ માં રહેતા મોહમદ ફરીદ કુરેશી અને તેનો પરિવાર ઘરે હતા ત્યારે ઝઘડાની અદાવત રાખીને પડોશમાં રહેતા બિલાલ ઉસ્માન કુરેશી અને તેના કાકાનો દીકરો મુદ્દદુસીર ઉર્ફે મુદ્દદુ કુરેશી ,બિલાલના મામાનો દીકરો ઇમરાન ઉર્ફે અમુલ કુરેશી અને તેના પિતા મોહંમદ ઉસ્માન કુરેશી છરી લઈને ઘરમાં ઘુસી ગયા અને હુમલો કરવા લાગ્યા. જેમાં મોહમદ કાદર અબ્દુલ કુરેશીને ગંભીર ઇજા પહોંચતા સારવાર દરમ્યાન મોત નીપજ્યું. પોલીસે 4 વ્યક્તિ વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધી તપાસ શરૂ કરી.

આ હત્યાને લઈને તપાસ કરતા જાણવા મળ્યું કે મૃતક મોહમદ કાદરની ભાભી નું આરોપી બિલાલ સાથે છેલ્લા એક વર્ષથી અનૈતિક સંબધ હતો. 2 મહિના પહેલા આ સંબંધની જાણ મૃતકના ભાઈ ફરીદ કુરેશી ને થઈ હતી. જેથી તેમનો ઝઘડો થયો હતા. ફરીદએ પોતાની પત્ની ને છૂટાછેડા આપી દીધા હતા. પ્રેમિકા ને છૂટાછેડા આપી દેતા અને અવાર નવાર ઝઘડો થતા ઉશ્કેરાયેલા બિલાલે પોતાના પરિવાર સાથે મળીને હુમલો કરીને ફરાર થઇ ગયો હતો . હાલમાં શાહપુર પોલીસે 4 વ્યક્તિ વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધી તપાસ શરૂ કરી.

ડ્રાઇવિંગ લાયસન્સના નિયમોમાં મોટો ફેરફાર! 1 જૂનથી થશે લાગુ
Makhana : ગરમીમાં એક દિવસમાં આટલા મખાના ખાવા, શરીરમાં જોવા મળશે બદલાવ
લાઈવ મેચમાં સચિન તેંડુલકરના પુત્ર અર્જુને કર્યું એવુંકામ, આ દિગ્ગજ ખેલાડી ગુસ્સાથી જોવા લાગ્યો
આજનું રાશિફળ તારીખ : 18-05-2024
ત્રીજા લગ્નના 4 મહિના બાદ હનીમૂન પર પહોંચ્યો ક્રિકેટર, પત્ની સાથે રોમેન્ટિક થઈ આપ્યા પોઝ
ગંભીરે નકારી કાઢ્યો અબજોનો બિઝનેસ, ક્રિકેટથી બન્યો 200 કરોડનો માલિક

શાહપુર પોલીસે હત્યાની ઘટનાને લઈને સમગ્ર વિસ્તારમાં પોલીસ બંદોબસ્ત ગોઠવ્યું છે.. આ ઉપરાંત આરોપીને પકડવા જુદી જુદી ટિમો બનાવી શોધખોળ શરૂ કરી છે. આ હત્યા પાછળ આડા સંબધ જ જવાબદાર છે કે અન્ય કોઈ કારણ છે તે મુદ્દે તપાસ શરૂ કરી.

Published On - 6:11 pm, Tue, 15 November 22

Next Article