Ahmedabad : પોલીસ કમિશનર કચેરીમાં પ્રેમીએ હાથની નસ કાપી આપઘાતનો પ્રયાસ કર્યો, ક્રાઇમ બ્રાંચના ડીસીપીએ ગાડીમાં લઈ જઈ સારવાર કરાવી

|

May 10, 2023 | 7:32 AM

આ ઘટનાને લઈ ડીસીપી ચૈતન્ય મંડલીક સાથે વાતચીત કરતા કહ્યું કે યુવકના હાથમાં રૂમાલ બાંધ્યો હતો અને લોહી નીકળી રહ્યું હતું જેમાં એમ્બ્યુલન્સની રાહ જોયા વગર જ મારી ગાડીમાં સારવાર કરાવવા લઈ ગયા હતા. હાલ આ સમગ્ર મામલે માધુપુરા પોલીસે જાણવાજોગ દાખલ કરી વધુ તપાસ શરૂ કરી છે બીજી બાજુ એક તરફી પ્રેમમાં પાગલ યુવક આકાશ તબિયત સારી છે

Ahmedabad : પોલીસ કમિશનર કચેરીમાં પ્રેમીએ હાથની નસ કાપી આપઘાતનો પ્રયાસ કર્યો, ક્રાઇમ બ્રાંચના ડીસીપીએ ગાડીમાં લઈ જઈ સારવાર કરાવી
Ahmedabad CP Office

Follow us on

અમદાવાદમાં(Ahmedabad)  એક તરફી પ્રેમમાં પાગલ યુવકે આપઘાતનો પ્રયાસ(Suicide Attempt)  કર્યો હતો. જેમાં પ્રેમીએ શાહીબાગમાં આવેલ પોલીસ કમિશનર કચેરી બહાર પોતાના હાથની નસ કાપીને આપઘાતનો પ્રયાસ કર્યો હતો.ઘટનાની વિગતવાર વાત કર્યે તો નોબલનગરમાં રહેતો આકાશ એક પોલીસ કર્મીની દીકરીના પ્રેમમાં છે. જે પ્રેમનો ઇનકાર કરતા પ્રેમિકાની માતા પોલીસ કમિશનર કચેરીમાં ફરજ બજાવતા હોવાનું જાણ થતાં પ્રેમી યુવક પોલીસ કમિશનર કચેરી પહોંચીને હાથની નસ કાપીને આપઘાતનો પ્રયાસ કર્યો હતો.

એમ્બ્યુલન્સની રાહ જોયા વગર જ પોતાની ગાડીમાં લઈ ગયા હતા

પોલીસ કમિશનર કચેરી બહાર જ પોલીસની અવર જવર વચ્ચે યુવકે હાથની નસ કાપતા જ લોહીલુહાણ હાલતમાં રહેલ યુવકને લોકો જોઈ રહ્યા હતા.જો કે 108 એમ્બ્યુલન્સ માટે ફોન કર્યો હતો પરંતુ ઇજાગ્રસ્ત યુવકને ક્રાઇમ બ્રાંચના ડીસીપી ચૈતન્ય મંડલીક જોતા તરત જ પોતાની ગાડીમાં યુવકને સારવાર અર્થે લઈ ગયા હતા.જ્યાં શાહીબાગ માં આવેલ નજીકની હોસ્પિટલમાં યુવકને ડીસીપી ચૈતન્ય મંડલીક દાખલ કરાવ્યો..નોંધનીય છે કે પોલીસ કમિશનર કચેરી માં ઉચ્ચ અધિકારીની મીટીંગ હતી જે સમયે ક્રાઇમ બ્રાંચના ડીસીપી કચેરીમાં અંદર પ્રવેશ કરે તે પહેલાં જ ધ્યાન પર આવતા જ એમ્બ્યુલન્સની રાહ જોયા વગર જ પોતાની ગાડીમાં લઈ ગયા હતા.

આ પણ  વાંચો : Rajkot: શહેરમાં 4થી વધુ બાકી ઈ-મેમો ધરાવનાર લોકોના વાહન કરાશે ડિટેઇન

Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?
Mahakumbh 2025: મહિલા નાગા સંન્યાસીની ક્યાં રહે છે અને શું ખાય છે? જાણો તેમની રહસ્યમય દુનિયા વિશે
'પ્રીતિ ઝિન્ટાના કારણે મારું ઘર તૂટ્યુ !' તેને નહીં માફ કરુ, કોણ છે આ મહિલા જેણે આવું કહ્યું
ભારતની એ જેલ, જ્યાં કેદીઓ સામેથી માંગે છે મોત!, ત્યાં જાય છે તે ક્યારેય પાછા નથી આવતા

યુવકના પરિવારને જાણ કરી તેને સમજવાનો પ્રયાસ કર્યો હતો

આ ઘટનાને લઈ ડીસીપી ચૈતન્ય મંડલીક સાથે વાતચીત કરતા કહ્યું કે યુવકના હાથમાં રૂમાલ બાંધ્યો હતો અને લોહી નીકળી રહ્યું હતું જેમાં એમ્બ્યુલન્સની રાહ જોયા વગર જ મારી ગાડીમાં સારવાર કરાવવા લઈ ગયા હતા. હાલ આ સમગ્ર મામલે માધુપુરા પોલીસે જાણવાજોગ દાખલ કરી વધુ તપાસ શરૂ કરી છે બીજી બાજુ એક તરફી પ્રેમમાં પાગલ યુવક આકાશ તબિયત સારી છે.જેને લઈ યુવકના પરિવારને જાણ કરી તેને સમજવાનો પ્રયાસ કર્યો હતો.

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

Next Article