ગુજરાતમાં પોલીસના ગ્રેડ પે મામલે આંદોલનના એંધાણ, અમદાવાદમાં મહિલા કોન્સ્ટેબલે અન્ન-જળનો ત્યાગ કર્યો

|

Oct 26, 2021 | 6:20 PM

અમદાવાદમાં પોલીસના ગ્રેડ-પેના વધારાની માંગ કરી છે. તેમજ જ્યાં સુધી ગ્રેડ-પેનો ચુકાદો નહિ આવે ત્યાં સુધી અન્ન અને જળ ગ્રહણ નહિ કરે તેવો મેસેજ સોશિયલ મીડિયામાં વાઈરલ કર્યો છે.

અમદાવાદના(Ahmedabad)નવરંગપુરા (Navrangpura)પોલીસ સ્ટેશનની મહિલા કોન્સ્ટેબલ(Woman Costable) નીલમબેને ગ્રેડ પે(Grade Pay)બાબતે ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન શરૂ કર્યું છે. જેમાં પોલીસના ગ્રેડ-પેના વધારાની માગ સાથે મહિલા કોન્સ્ટેબલે અન્ન અને જળનો ત્યાગ કર્યો છે. તેમજ જ્યાં સુધી ગ્રેડ-પેનો ચુકાદો નહિ આવે ત્યાં સુધી અન્ન અને જળ ગ્રહણ નહિ કરે તેવો મેસેજ સોશિયલ મીડિયામાં વાયરલ  કર્યો છે.

આ મેસેજ વાયરલ થતા જ નવરંગપુરા પીઆઇએ મહિલા પોલીસ કર્મીનો મોબાઇલ કબ્જે કરાયો હતો. જેના પગલે પોલીસ કોન્સ્ટેબલના ગ્રેડ પે મામલો વધુ ઉગ્ર બન્યો છે.

ગુજરાત પોલીસમાં ગ્રે પે વધારવા માટેનું આંદોલન વધુ વેગવંતુ બન્યું છે. જેમાં ગ્રેડ પે અને પગાર વધારાની માગ સાથે ઠેરઠેર આંદોલન અને ધરણા થઈ રહ્યા છે. આ હક માટેની લડાઈ લડવા સોશિયલ મીડિયા પર અવાજ ઉઠાવ્યો છે. ગ્રેડ પે વધારાના મામલે પોલીસ પરિવાર ગાંધીનગરમાં રોડ પર આવ્યા છે. સત્યાગ્રહ છાવણી પર પોલીસ પરીવાર ધરણા પર બેઠા છે. જેમાં અન્ય કર્મચારીની સાપેક્ષમાં પોલીસ કોન્સ્ટેબલના પગારધોરણ ઓછા હોવાની રાવ સાથે પોલીસ પરીવારે વિરોધ નોંધાવ્યો છે.

બીજી તરફ ગૃહ રાજ્ય પ્રધાન હર્ષ સંઘવીએ ખાતરી આપી કે આ મામલે ચોક્કસ વિચારણા કરવામાં આવશે અને માગણી યોગ્ય લાગશે તો જરૂરી બદલાવ કરાશે. તો આ મુદ્દે કોંગ્રેસે પણ ઝંપલાવ્યું છે અને વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણીએ મુખ્યપ્રધાનને પત્ર લખ્યો અને પોલીસ કોન્સ્ટેબલ, હેડ કોન્સ્ટેબલ, એએસઆઇ(ASI)જવાનોનો ગ્રેડ પે સુધારવા રજૂઆત કરી છે.

આ  પણ વાંચો : જામનગરઃ કાચામાલના કમરતોડ ભાવવધારાથી બ્રાસ ઉદ્યોગની વિકાસયાત્રામાં બ્રેક

આ પણ વાંચો : SURAT : મંત્રીઓને ઇલેક્ટ્રીક વાહનો આપવા અંગે નિર્ણય લેવાઇ શકે છે : પૂર્ણેશ મોદી

Published On - 6:05 pm, Tue, 26 October 21

Next Video