Ahmedabad : પત્નીએ જ પીજી ચલાવતા પતિ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી, આડા સંબંધોનો આક્ષેપ

|

Jan 24, 2022 | 11:09 PM

મહિલાનો આક્ષેપ છે કે તેનો પતિ PG ચલાવવાને બહાને યુવતીઓ સાથે ઐયાસી કરે છે. અને આ જ કારણથી સેટેલાઈટ પોલીસ ગૌરવ સામે કાર્યવાહી કરીને PG પણ બંધ કરાવે

Ahmedabad : પત્નીએ જ પીજી ચલાવતા પતિ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી, આડા સંબંધોનો આક્ષેપ
Satellite Police Station (File Image)

Follow us on

અમદાવાદના(Ahmedabad)શિવરંજની વિસ્તારમાં રહેતી  પત્નીએ(Wife)તેના પતિ સામે સેટેલાઇટ પોલીસ સ્ટેશનમાં(Police Station) ફરિયાદ નોંધાવી છે. જેમાં આ યુવતીના લગ્ન 5 વર્ષ પહેલાં પરિવારની સંમતિથી થયા હતા. જો કે લગ્નના થોડા સમય પછી જ તેનો પતિ તેની સાથે નાની નાની વાતોમાં ઝઘડા કરવા લાગ્યો હતો જો કે યુવતીએ આ વાતો તેના પરિવારથી છુપાવીને સંસારને બચાવવાનો પ્રયત્ન કર્યો હતો પરંતુ આ ઘટનાક્રમ ચાલુ જ રહ્યો હતો.

જેને કારણે અવારનવાર પતિ-પત્ની વચ્ચે ઝઘડા થતા હતા. યુવતીનો પતિ ગૌરવ શાખરવાટે PG પણ ચલાવે છે જેને કારણે PG માં રહેતી યુવતીઓ સાથે પણ સમય વિતાવતો હતો જેને કારણે ફરિયાદી યુવતીને તેના પતિના આ યુવતીઓ સાથે આડા સંબંધ હોવાની પણ શંકા હતી. જેને કારણે ફરિયાદી યુવતીએ તેના પતિ ની તપાસ કરતા તે PG ની યુવતી સાથે શંકાસ્પદ હાલતમાં મળી આવ્યો હતો.

ફરિયાદી યુવતીનો પતિ એટલો નિષ્ઠુર છે કે ફરિયાદ બાદ તેણે યુવતીને ગળું દબાવી મારી નાખવાનો પ્રયત્ન કર્યો હતો.છેલ્લા કેટલાય સમયથી આરોપી ગૌરવ 5થી 6 PG ચલાવે છે જેમાં રહેતી યુવતીઓ સાથે તે પત્ની કરતા વધુ સમય વિતાવે છે આ કારણથી કંટાળેલી ફરિયાદી યુવતીએ આખરે સેટેલાઇટ પોલીસનો સહારો લીધો છે જો કે ફરિયાદ પછી પણ યુવતીના પતિની શાન ઠેકાણે આવી નથી. ફરિયાદ બાદ તેણે તેની પત્નીને કહ્યું હતું મારી બધે જ ઓળખાણ છે જેથી મને કશું નહીં થાય.. જો કે હાલ તો ફરિયાદને આધારે સેટેલાઇટ પોલીસે આરોપી ને પકડવા તજવીજ હાથ ધરી છે.

Neeraj Chopra Marriage : ઓલિમ્પિક ચેમ્પિયને આ છોકરી સાથે લીધા 7 ફેરા
અજય દેવગનની કો-સ્ટારે આ 7 બિકીની ફોટાથી મચાવી ધમાલ
Pitra Dosh Mantra : પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?

ફરિયાદી મહિલાનો આક્ષેપ છે કે તેનો પતિ PG ચલાવવાને બહાને યુવતીઓ સાથે ઐયાસી કરે છે. અને આ જ કારણથી સેટેલાઈટ પોલીસ ગૌરવ સામે કાર્યવાહી કરીને PG પણ બંધ કરાવે જેથી ફરિયાદી યુવતીનો ઘરસંસાર સારી રીતે ચાલી શકે તેવી યુવતીએ માંગ કરી છે.

આ પણ વાંચો : Mehsana : પાટીદાર યુવાનોના સંગઠન એસપીજીમાં હોદ્દેદારોની નિમણૂકને લઇને સર્જાયો વિવાદ

આ પણ વાંચો : Surat : હાઈટેક ગણાતી મનપાની વેબસાઈટ પર કોરોનાના આંકડા અપડેટ કરવામાં તંત્રની બેદરકારી

Published On - 10:28 pm, Mon, 24 January 22

Next Article