Ahmedabad : પશ્ચિમ રેલવે અમદાવાદથી અમૃતસર અને તિરુચિરાપલ્લી માટે ફેસ્ટિવલ સ્પેશિયલ ટ્રેન ચલાવશે

|

Oct 21, 2022 | 6:07 PM

પશ્ચિમ રેલવેએ(Western Railways)  મુસાફરોની સુવિધાને ધ્યાનમાં રાખીને, અમદાવાદથી અમૃતસર અને તિરુચિરાપલ્લી વચ્ચે વિશેષ ભાડા પર ફેસ્ટિવલ સ્પેશિયલ ટ્રેનોની કુલ 16 ટ્રીપ ચલાવવાનો નિર્ણય લીધો છે. જેની વિગતો આ મુજબ છે.

Ahmedabad : પશ્ચિમ રેલવે અમદાવાદથી અમૃતસર અને તિરુચિરાપલ્લી માટે ફેસ્ટિવલ સ્પેશિયલ ટ્રેન ચલાવશે
Western Railways Train
Image Credit source: File Image

Follow us on

દિવાળીના(Diwali 2022)  તહેવારોમાં મુસાફરોની સુવિધાને ધ્યાનમાં રાખીને રેલવે અને ટ્રેનોના સમયમાં ફેરફાર કર્યો છે. તેમજ અનેક ટ્રેનોને લંબાવવાનો અને અનેક ટ્રેનોના સ્ટોપેજ પણ વધારવાનો નિર્ણય લીધો છે. જેમાં પશ્ચિમ રેલવેએ(Western Railways)  મુસાફરોની સુવિધાને ધ્યાનમાં રાખીને, અમદાવાદથી અમૃતસર અને તિરુચિરાપલ્લી વચ્ચે વિશેષ ભાડા પર ફેસ્ટિવલ સ્પેશિયલ ટ્રેનોની કુલ 16 ટ્રીપ ચલાવવાનો નિર્ણય લીધો છે. જેની વિગતો આ મુજબ છે.

• ટ્રેન નંબર 09425/09426 અમદાવાદ-અમૃતસર-અમદાવાદ સ્પેશિયલ (કુલ 06 ટ્રીપ)

ટ્રેન નંબર 09425 અમદાવાદ – અમૃતસર સ્પેશિયલ અમદાવાદથી 24 ઓક્ટોબરથી 07 નવેમ્બર 2022 સુધી દર સોમવારે અમદાવાદથી 21:05 કલાકે ઉપડશે અને ત્રીજા દિવસે 00:20 કલાકે અમૃતસર પહોંચશે. તેવી જ રીતે, ટ્રેન નંબર 09426 અમૃતસર – અમદાવાદ સ્પેશિયલ 26 ઓક્ટોબરથી 09 નવેમ્બર 2022 સુધી દર બુધવારે અમૃતસરથી 02:45 કલાકે ઉપડશે અને બીજા દિવસે 08:45 કલાકે અમદાવાદ પહોંચશે. માર્ગમાં બંને દિશાઓમાં આ ટ્રેન છાયાપુરી, ગોધરા, રતલામ, નાગદા, કોટા, સવાઈ માધોપુર, ગંગાપુર સિટી, ભરતપુર, મથુરા, દિલ્હી સફદરજંગ, અંબાલા કેન્ટ અને ચંદીગઢ સ્ટેશનો પર રોકાશે. આ ટ્રેનમાં ફર્સ્ટ એસી, સેકન્ડ એસી, થર્ડ એસી, સ્લીપર ક્લાસ અને જનરલ ક્લાસ કોચ રહેશે.

• ટ્રેન નંબર 09419/09420 અમદાવાદ-તિરુચિરાપલ્લી-અમદાવાદ સ્પેશિયલ (કુલ 10 ટ્રિપ્સ)

ટ્રેન નંબર 09419 અમદાવાદ – તિરુચિરાપલ્લી સ્પેશિયલ અમદાવાદથી 27 ઓક્ટોબરથી 24 નવેમ્બર 2022 સુધી દર ગુરુવારે અમદાવાદથી 09:30 કલાકે ઉપડશે અને ત્રીજા દિવસે 03:45 કલાકે તિરુચિરાપલ્લી પહોંચશે. તેવી જ રીતે, ટ્રેન નંબર 09420 તિરુચિરાપલ્લી – અમદાવાદ સ્પેશિયલ 30 ઓક્ટોબરથી 27 નવેમ્બર 2022 સુધી દર રવિવારે 05:45 કલાકે તિરુચિરાપલ્લીથી ઉપડશે અને બીજા દિવસે 21:15 કલાકે અમદાવાદ પહોંચશે. રૂટમાં આ ટ્રેન વડોદરા, સુરત, વાપી, વસઈ રોડ, કલ્યાણ, પુણે, સોલાપુર, કલબુરગિ, વાડી, રાયચૂર, મંત્રાલયમ, ગુંટાકલ, તાડીપત્રી, કડપા, રેનિગુંટા, અરાક્કોનમ, પેરામ્બુર, ચેન્નાઈ એગમોર, તામ્બરમ, ચેંગલપટ્ટુ, વિલ્લુપુરમ, કડલુર પોર્ટ ચિદમ્બરમ, શિરકષી, વૈદ્દીસ્વરન કોઈલ, મઈલા કુતુરૈ, કુંભકોણમ, પાપનાશમ અને તંજાવુર સ્ટેશનો. આ ટ્રેનમાં ફર્સ્ટ એસી, સેકન્ડ એસી, થર્ડ એસી,સ્લીપર અને જનરલ ક્લાસ કોચ હશે.

આ 5 લોકોના ઘરે ક્યારેય ન કરવુ જોઈએ ભોજન
શ્રાદ્ધમાં આ સરળ ટીપ્સની મદદથી બનાવો દૂધપાક
આજનું રાશિફળ તારીખ : 20-09-2024
કોણ છે એ છોકરી જેના કારણે કોહલી-ગંભીર સાથે જોવા મળ્યા?
લગ્ન પહેલા પુરુષોએ આ મેડિકલ ટેસ્ટ જરૂર કરાવવા જોઈએ, જુઓ List
Phoneમાં ઝડપથી થઈ જશે ચાર્જિંગ? ફોલો કરી લો બસ આ ટ્રિક

ટ્રેન નંબર 09425 અને 09419 માટે બુકિંગ ઓક્ટોબર, 2022 થી PRS કાઉન્ટર અને IRCTC વેબસાઇટ પર શરૂ થશે.

ટ્રેનના સંચાલન સમય, સ્ટોપેજ અને સરંચના અંગેની વિગતવાર માહિતી માટે, મુસાફરો www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લઈ શકે છે.

Published On - 6:04 pm, Fri, 21 October 22

Next Article