અમદાવાદ પશ્ચિમ રેલવે મહિલા કલ્યાણ સંસ્થાનો માનવતાવાદી અભિગમ, 92 કોન્ટ્રાક્ટ સફાઈ રેલવે કર્મચારીઓને રાશન કીટનું કર્યુ વિતરણ

|

Apr 06, 2023 | 5:11 PM

Ahmedabad News : 5 એપ્રિલના રોજ પશ્ચિમ રેલવે મહિલા કલ્યાણ સંસ્થા, અમદાવાદના પ્રમુખ ગીતિકા જૈને અમદાવાદ રેલવે સ્ટેશન અને મંડળ રેલ પ્રબંધક કાર્યાલયના 92 કોન્ટ્રાક્ટ સફાઈ કર્મચારીઓને રાશન કીટનું વિતરણ કર્યું હતુ.

અમદાવાદ પશ્ચિમ રેલવે મહિલા કલ્યાણ સંસ્થાનો માનવતાવાદી અભિગમ, 92 કોન્ટ્રાક્ટ સફાઈ રેલવે કર્મચારીઓને રાશન કીટનું કર્યુ વિતરણ

Follow us on

પશ્ચિમ રેલવે મહિલા કલ્યાણ સંસ્થા અમદાવાદ (WRWWO) માત્ર રેલવે કર્મચારીઓ અને તેમના પરિવારોને જ નહીં, પરંતુ સમાજના નબળા વર્ગોને પણ શક્ય તમામ મદદ પૂરી પાડવામાં હંમેશા અગ્રેસર રહે છે. ત્યારે 5 એપ્રિલના રોજ પશ્ચિમ રેલવે મહિલા કલ્યાણ સંસ્થા, અમદાવાદના પ્રમુખ ગીતિકા જૈને અમદાવાદ રેલવે સ્ટેશન અને મંડળ રેલ પ્રબંધક કાર્યાલયના 92 કોન્ટ્રાક્ટ સફાઈ કર્મચારીઓને રાશન કીટનું વિતરણ કર્યું હતુ.

આ પણ વાંચો-Gujarati Video : રાજકોટ રૈયા રોડ પર આવેલી આંગડિયા પેઢીમાં 4 લાખની રોકડની ચોરી

મહિલા સફાઈ કર્મચારીઓ માટે સહાનુભૂતિ

અમદાવાદના પશ્ચિમ રેલવે મહિલા કલ્યાણ સંસ્થાના પ્રમુખ ગીતિકા જૈને માનવતાવાદી અભિગમ અપનાવીને રેલવેના સફાઈ કામદારોને સહાય આપવાનું નક્કી કર્યું. મહિલા સફાઈ કર્મચારીઓ જેઓ હાલમાં પૂરતું કમાણી કરવામાં અસમર્થ છે, તેમના પ્રત્યે હૃદયપૂર્વકની સહાનુભૂતિ તેમણે વ્યક્ત કરી હતી.

આજનું રાશિફળ તારીખ : 20-09-2024
કોણ છે એ છોકરી જેના કારણે કોહલી-ગંભીર સાથે જોવા મળ્યા?
લગ્ન પહેલા પુરુષોએ આ મેડિકલ ટેસ્ટ જરૂર કરાવવા જોઈએ, જુઓ List
Phoneમાં ઝડપથી થઈ જશે ચાર્જિંગ? ફોલો કરી લો બસ આ ટ્રિક
આ છે ઢોલીવૂડનું સેલિબ્રિટી કપલ, જુઓ ફોટો
રબરનો છોડ ઘરે ઉગાડવાથી થાય છે અનેક ફાયદા

‘જરૂરિયાતમંદ લોકોને મદદ માટે સંસ્થા હંમેશા કરે છે પ્રયાસ’

આ પ્રસંગે ગીતિકા જૈને જણાવ્યુ હતુ કે, તેઓ સફાઈ કર્મચારીઓને મળીને ખૂબ જ ખુશ છે અને આ સંસ્થાનો હંમેશા પ્રયાસ રહ્યો છે કે તેઓ જરૂરિયાતમંદ લોકોને મદદ કરે. ખાસ કરીને જેઓ અમદાવાદ મંડળ રેલવે પરિવારનો ભાગ છે. તેમને મદદ પૂરી પાડવી જોઈએ. આ કર્મચારીઓની પ્રશંસા કરતા તેમણે કહ્યું કે, તેમની મહેનત અને સમર્પણથી તેઓ રેલવે સ્ટેશન, ટ્રેનો, રેલવે પરિસર, રેલવે કોલોની વગેરેની તમામ સ્થળોની સ્વચ્છતાની ખાતરી કરે છે.

રાશન કીટમાં લોટ, ખાંડ, ચોખા સહિતનો સામાન

આ પ્રસંગે 92 કોન્ટ્રાક્ટ સફાઈ કર્મચારીઓને રાશન કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું, જેમાં 5 કિલો લોટ, 2 કિલો ચોખા, 1 કિલો દાળ, 1 કિલો ખાંડ, 250 ગ્રામ ચા પત્તી અને 1 લિટર સરસવનું તેલ સામેલ હતું. પશ્ચિમ રેલવે મહિલા કલ્યાણ સંસ્થા અમદાવાદ દ્વારા સેવાના આ કાર્યથી તમામ સફાઈ કર્મચારીઓ અભિભૂત થયા હતા અને સંસ્થાની ઉદારતા પ્રત્યે તેમનો આભાર વ્યક્ત કર્યો હતો.

આ પ્રસંગે પશ્ચિમ રેલવે મહિલા કલ્યાણ સંસ્થા અમદાવાદના પ્રમુખ સહિત સંસ્થાના સભ્યો, કોન્ટ્રાક્ટર સફાઈ કર્મચારીઓ અને કલ્યાણ વિભાગના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

Next Article