Ahmedabad : સોલા સિવિલની મેડિકલ કોલેજના ભોયરાની ખૂબ જ ખરાબ સ્થિતિ, બેઝમેન્ટમાં મોટા પ્રમાણમાં પાણી લીકેજ

સોલા સિવિલ હોસ્પિટલની (Sola Civil Hospital)  મેડિકલ કોલેજના (Medical College) બેઝમેન્ટમાં મોટા પ્રમાણમાં પાણી લીકેજ જોવા મળ્યું છે. એટલું જ નહીં સતત પાણીનો ભરાવો થતા મચ્છરોનું બ્રીડિંગ પણ સ્પષ્ટ દેખાય છે. અહીં મેડિકલ કોલેજમાં રેસીડેન્ટ ડોક્ટરો હોસ્પિટલ સ્ટાફની સતત અવર-જવર રહેતી હોય છે,

Ahmedabad : સોલા સિવિલની મેડિકલ કોલેજના ભોયરાની ખૂબ જ ખરાબ સ્થિતિ, બેઝમેન્ટમાં મોટા પ્રમાણમાં પાણી લીકેજ
| Edited By: | Updated on: Aug 18, 2023 | 1:55 PM

Ahmedabad : અમદાવાદની સોલા સિવિલ હોસ્પિટલની (Sola Civil Hospital)  મેડિકલ કોલેજના (Medical College) બેઝમેન્ટમાં મોટા પ્રમાણમાં પાણી લીકેજ જોવા મળ્યું છે. એટલું જ નહીં સતત પાણીનો ભરાવો થતા મચ્છરોનું બ્રેડિંગ પણ સ્પષ્ટ દેખાય છે. અહીં મેડિકલ કોલેજમાં રેસીડેન્ટ ડોક્ટરો હોસ્પિટલ સ્ટાફની સતત અવર-જવર રહેતી હોય છે, છતા મચ્છરોના ઉપદ્રવના કારણે હોસ્પિટલ જ મચ્છરોનું ઘર અને ગોડાઉન બની ચૂક્યું છે.

આ પણ વાંચો- વધુ એક બિભત્સકાંડ! યુવકે પાડોશીના બાથરુમમાં ગોઠવ્યા સ્પાય કેમેરા, મહિલા કેમેરા જોઈ જતા ભાંડો ફૂટ્યો, જૂઓ Video

સતત પાણીના લીકેજથી સડી ગયેલી દિવાલો

આરોગ્ય મંત્રી અને આરોગ્ય વિભાગના અધિકારીઓ સરકારી હોસ્પિટલોમાં ગંદકી અને પાણી લીકેજ બાબતે સુપરવિઝનમાં અવારનવાર  આવવા છતા બેદરકારી જોવા મળી રહી છે. જેના કારણે હોસ્પિટલ માંદગીનું સ્થળ બની ગયુ છે. કોર્પોરેશન દ્વારા કોઈપણ કન્સ્ટ્રકશન સાઈટ મોલ કે અન્ય કોઈપણ જગ્યા પર મચ્છરનું બ્રીડિંગ મળી આવે તો ત્વરિત પેનલ્ટી ફટકારવામાં આવે છે, જો કે બીજી તરફ સરકારી બિલ્ડીંગોમાં તેમજ હોસ્પિટલો જેવી જગ્યાઓ પર મચ્છરોના બિલ્ડીંગનું ચેકિંગ કરશે તો કોણ કરશે તે એક મોટો સવાલ છે.

આ પણ વાંચો-Gujarati Video: અમદાવાદ શહેરમાં પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળો વકર્યો, 12 દિવસમાં ડેન્ગ્યુના 246 કેસ નોંધાયા

PIUને લીકેજ રીપેરીંગ કરવા માટે સૂચના આપવામાં આવી

જોકે સોલાની મેડિકલ કોલેજના ડીનના ધ્યાન પર આ વાત આવતા તે એક્શનમાં આવ્યા છે અને PIUને લીકેજ રીપેરીંગ કરવા માટે સૂચના આપવામાં આવી છે. ઇન્ચાર્જ ડીન ડો. નીમા ભાલોડિયા દ્વારા ત્વરિત સાફ સફાઇ અને ફોગિંગ કરવા માટેની સૂચના અપાઇ છે. મહત્વનું છે કે એક તરફ અમદાવાદ શહેરમાં રોગચાળો ફેલાયો છે. પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળાએ માઝા મૂકી છે. ચાલુ મહિનાના ફક્ત 12 દિવસમાં જ શહેરમાં ઝાડા-ઊલટીના 481, કમળાના 76, ટાઈફોઈડના 313 અને કોલેરાના 18 કેસ નોંધાયા છે. જ્યારે ડેન્ગ્યુના 246 કેસ નોંધાયા છે.

અમદાવાદના વટવા, લાંભા, રામોલ, અસારવા, ઈસનપુર સહિત શહેરના પૂર્વ વિસ્તારમાં કોલેરા વકર્યો છે. ઝાડા-ઊલટી અને ડેન્ગ્યુના રોજના 40 કેસ નોંધાઈ રહ્યા છે. આ બાબતને ધ્યાનમાં લઈ આરોગ્ય વિભાગે કોર્પોરેશનના આરોગ્ય તંત્રને રોગચાળો ડામવા સૂચના આપી છે. કારણ કે ગત વર્ષની સરખામણીએ આ વર્ષે ઓગસ્ટ માસમાં નોંધાયેલા ઝાડા-ઊલટીના કેસ 50 ટકાથી વધુ છે.

અમદાવાદ સહિતગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

 

Published On - 1:51 pm, Fri, 18 August 23