અમદાવાદમાં વેજલપુર વિસ્તારમાં જુગારની કુટેવમાં વિધર્મી યુવક સાથે પ્રેમ કરવો યુવતીને ભારે પડ્યો છે. વિધર્મી યુવકે પ્રેમલગ્નની લાલચ આપીને દુષ્કર્મ આચર્યું છે. યુવતીએ પતિને છૂટાછેડા આપ્યા છે. પરંતુ પ્રેમીએ લગ્ન કરવાનો ઈન્કાર કરતા યુવતીએ પોલીસ સ્ટેશનમાં પ્રેમી વિરુદ્ધ દુષ્કર્મની ફરિયાદ નોંધાઇ છે. પોલીસે ધરપકડ કરેલા મુસ્તકિમ પઠાણ નામના વિધર્મી યુવકની ધરપકડ કરવામાં આવી છે.વિધર્મી યુવકએ યુવતીને પ્રેમ જાળમાં ફસાવી દુષ્કર્મ આચર્યું છે.જે જુગારની લત ધરાવતી યુવતી ને જુગાર રમતા રમતા યુવક સાથે થયેલ પ્રેમ સંબંધ કરવો ભારે પડ્યો છે. આ ઘટનાની વિગતવાર વાત કરીએ તો યુવતીને છેલ્લા એક વર્ષથી જુગાર રમવાના બહાને વિધર્મી યુવક સાથે પરિચય થયો અને બંને વચ્ચે શારીરિક સંબંધ પણ બંધાયા હતા.
વિધર્મી યુવકે યુવતીની લાચારીનો ફાયદો ઉપાડીને પોતાને ઘરે બોલાવી દુષ્કર્મ ગુજાર્યો હતો.જોકે છેલ્લા એક વર્ષથી યુવતી શોષણ કરતો રહ્યો. આરોપી મુસ્તકિમએ યુવતીને ગમતી હોવાનુ કહીને લગ્ન કરવાની ઈચ્છા પણ વ્યક્ત કરી અને આરોપી એ યુવતીને પોતાના ઘરે 20 દિવસ સુધી રાખી પણ હતી.જ્યાં અવારનવાર શારીરિક સંબંધ બાંધતો હતો.જે બાદ લગ્ન કરવાનો ઇનકાર કરતા યુવતીએ વેજલપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
આ પણ વાંચો : Gujarati Video : સેટેલાઇટમાં બેનર લાગ્યા બાદ પોલીસ એક્શનમાં, ACP સ્થળ પર પહોંચી મેળવી માહિતી
ભોગ બનાર યુવતીએ વિધર્મી યુવક સાથે લગ્ન કરવા તેના પતિ સાથે છૂટાછેડા લીધા હતા.જેમાં પોતાના પહેલા લગ્ન થી 2 બાળકો હોવા છતાંય વિધર્મી યુવક સાથે લગ્ન કરવા માટે પતિને છોડી છૂટાછેડા આપી દીધા હતા.જો કે આરોપી વિધર્મી યુવક નશાનો વ્યસની હતો જેથી તેને રાજસ્થાન વ્યસન મુક્તિ કેન્દ્ર મોકલવામાં આવ્યો હતો.
જ્યાં ભોગ બનાર યુવતી પહોંચી પણ મળવા દેવામાં ના આવી. જ્યારે આરોપી પરત ફર્યો ત્યારે યુવતી ફરીથી તેના ઘરે ગઈ લગ્નની વાત કરી હતી. ત્યારે આરોપી મુસ્તકિમ યુવકે તેની સાથે મારામારી કરી ગાળો આપી લગ્ન કરવાથી ઇન્કાર કરી દીધો હતો. જેમાં પકડાયેલ વિધર્મી યુવક મુસ્તકિમ પરણિત હોવા છતાં પણ યુવતીને લગ્નની લાલચ આપી દુષ્કર્મ આચર્યું હતું. આ આરોપી છૂટક મજૂરી કરે છે અને નશાનો વ્યસની છે.ત્યારે હાલ તો વેજલપુર પોલીસ સ્ટેશનએ આરોપીની ધરપકડ કરી જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલ્યો છે.
ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
તથા ગુજરાત ના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…
Published On - 4:30 pm, Thu, 4 May 23