Ahmedabad : આખો દેશ જેની આતુરતાથી રાહ જોઈ રહ્યો છે, તે ઘડી આજે આવી જશે. મિશન મૂન ચંદ્રયાન-3 આજે ચંદ્રની ધરતી ઉપર ઉતરશે,ત્યારે ચંદ્રયાન 3ના સોફ્ટ લેન્ડિંગને લઈને આજે શહેરમાં વિવિધ સ્થળે કાર્યક્રમ યોજાવાના છે. વિક્રમ એ સારાભાઈ કોમ્યુનિટી સાયન્સ સેન્ટર (VASCSC) અને સાયન્સ સિટી ખાતે વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ છે.
વિક્રમ એ સારાભાઇ કોમ્યુનિટી સાયન્સ સેન્ટર (SSC)એ એક કોમ્યુનિટી વિજ્ઞાન કેન્દ્ર છે,જેની સ્થાપના 1960ના દાયકામાં જાણીતા અવકાશ વૈજ્ઞાનિક ડૉ. વિક્રમ એ સારાભાઇ દ્વારા 50 વર્ષથી વધુ સમયથી વૈજ્ઞાનિક વિચાર અને નવીન વિજ્ઞાન શિક્ષણને પ્રોત્સાહિત કરવા માટે કરવામાં આવી હતી.ચંદ્રયાન ૩ એ ISRO નું ત્રીજું અને સૌથી નવું ચંદ્ર અન્વેષણ માટેનું મિશન છે. ચંદ્રયાન 2ની જેમ જ તે પણ એક લેન્ડર અને રોવર ધરાવે છે.14 જુલાઈ 2023ના રોજ લોન્ચ બાદ 40 ક્વિસ પોતાની મુસાફરી કર્યા બાદ તે 23 ઓગસ્ટના એટલે કે આજે સાંજે 17.32 થી 17.47ની વચ્ચેના સમયે ચંદ્રની સપાટી પર સલામત ઉતરાણ કરવા જઇ રહ્યું છે.
23 ઓગસ્ટના રોજ ગુજરાત યુનિવર્સીટી પાસે આવેલા વિક્રમ સારાભાઈ કોમ્યુનીટી સાયન્સ સેન્ટર દ્વારા વાર્ષિક કાર્યક્રમમાં જોડાયેલા વિધાર્થીઓ માટે એક કાર્યક્રમ થવા જઇ રહ્યો છે. VASSCમાં જોડાવા માટે કોઇ ફી રાખવામાં આવી નથી. આ કાર્યક્રમ 5.15 pmએ શરૂ થશે અને 5.20 pm થી ISRO દ્વારા લાઈવ કરવામાં આવતો કાર્યક્રમ બતાવવામાં આવશે. કાર્યક્રમની શરૂઆત ટુંકી ચર્ચા દ્વારા થશે અને બાદમાં ચંદ્રયાન 3ના ઉતરાણની લાઈવ સ્ટ્રીમ બતાવવામાં આવશે.
આ કાર્યક્રમ વિદ્યાર્થીઓમાં ચંદ્રયાન ૩ અને અવકાશ વિજ્ઞાન ક્ષેત્રે ભારતની સિદ્ધિઓ વિશે વધુ માહિતી પ્રાપ્ત થાય તે હેતુથી કરવામાં આવી છે.તો બીજી તરફ સાયન્સ સીટી ખાતે પણ એક વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.જેમાં આવતીકાલે સાયન્સ સિટી ખાતે ભારતના મૂન મિશન પર વિશેષ આઉટરીચ પ્રોગ્રામ સવારે 8 થી 8 વાગ્યા સુધી ગુજરાત સાયન્સ સિટી ખાતે રખાયો છે.
મહત્વનું છે કે આજે સાંજે 6.04 કલાકે ઈતિહાસ રચાશે.ચંદ્રની સપાટી પર લેન્ડર ઉતરશે અને લેન્ડરમાંથી બહાર આવીને રોવર ચંદ્રની સપાટી ઉપર ઉતરશે. જે 14 દિવસ સુધી ચંદ્ર પર વૈજ્ઞાનિક સંશોધનો કરતું રહેશે..જો સફળ લેન્ડિંગ થશે તો ચંદ્રના દક્ષિણી ધ્રુવ પર ઉતરનારો ભારત પ્રથમ દેશ બની જશે. ઈસરો સહિત આખા દેશને વિશ્વાસ છે કે ચંદ્રયાન-3 સફળતાપૂર્વક લેન્ડ કરશે. ફક્ત ભારત જ નહીં આખા વિશ્વની નજર ચંદ્રયાન-૩ના સોફ્ટ લેન્ડિંગ પર છે. ઈસરોના રૂ. 600 કરોડના આ મૂન મિશનની સફળતા માટે દેશભરના મંદિર, મસ્જિદ, ચર્ચમાં એવી પ્રાર્થના કરાઈ રહી છે કે ઈસરોને સફળતા મળે.
Published On - 10:02 am, Wed, 23 August 23