અમદાવાદ : થલતેજ ગુરુદ્વારા પાસે અંડર પાસ જેવો જ પાલડી જલારામ મંદિર પાસે અંડર પાસ બનશે

|

Feb 19, 2022 | 3:17 PM

નવી ડિઝાઇનના કારણે અંડર પાસનું 200 મીટર જેટલું અંતર વધ્યું છે. તેમજ 10 થી 15 કરોડ ખર્ચ પણ વધ્યો છે. જોકે તેની સામે સ્થાનિકોની સમસ્યા હળવી થતી દેખાઈ રહી છે. જેના કારણે ધારાસભ્ય રાકેશ શાહે હાલના મુખ્યમંત્રી અને AMCનો આભાર માન્યો.

અમદાવાદ :  થલતેજ ગુરુદ્વારા પાસે અંડર પાસ જેવો જ પાલડી જલારામ મંદિર પાસે અંડર પાસ બનશે
Ahmedabad: Underpass will be constructed near Paldi Jalaram temple just like underpass near Thaltej Gurudwara (ફાઇલ)

Follow us on

અમદાવાદ (Ahmedabad) શહેરમાં ટ્રાફિકની (Traffic) સમસ્યા દિવસેને દિવસે જટીલ બનતી જઈ રહી છે. જેને પહોંચી વળવા માટે શહેર પોલીસ અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સતત પ્રયાસ કરી રહ્યું છે. જે પ્રયાસના ભાગરૂપે શહેરમાં અંડર બ્રિજ (Under bridge)અને ઓવર બ્રિજ (Over bridge)બનાવવામાં આવી રહ્યા છે. આવી જ રીતે પાલડી જલારામ મંદિર (Paldi Jalaram Temple)પાસે ટ્રાફિકની સમસ્યા હળવી કરવા માટે અંડર પાસ બનવાનો હતો. જોકે તે બ્રિજની ડિઝાઈનને લઈને સમસ્યા સર્જાઇ.

શું સર્જાઈ સમસ્યા ?

બ્રિજની ડિઝાઇનના કારણે પ્રીતમનગર અખાડાથી સુવિધા સુધીનો રસ્તો બંધ થઈ જતો હતો. જેના કારણે સ્થાનિકોને 100 મીટરનું અંતર 1 કિમિ કાપીને જવાનો વારો આવ્યો. જેની સ્થાનિકોએ ધારાસભ્યને રજૂઆત કરતા ધારાસભ્ય રાકેશ શાહે 2016માં આ મામલે તંત્ર અને જરૂરી વિભાગને રજુઆત કરી હતી. જે રજુઆતને આખરે 6 વર્ષ બાદ બે દિવસ પહેલા મજૂરી મળી છે. જે મંજૂરી મળતા હવે નવી ડિઝાઇન પ્રમાણે અંડર પાસનું કામ આગળ વધશે. જે કામ થલતેજ ગુરુદ્વારા પાસેના અંડર પાસની ડિઝાઇનની જેમ બનશે. એટલે કે અંડર પાસ પર સ્લેબ બનાવી એક અલાયદો રસ્તો બનાવવામાં આવશે. જેથી વાહન વ્યવહારને કોઈ અસર ન પડે.

Whatsapp પર અજાણ્યા નંબર પરથી વારંવાર આવે છે મેસેજ? તો કરી લો બસ આટલું
Tips and Tricks : શું તમે પીળી ટોયલેટ સીટથી કંટાળી ગયા છો? આ રીતે સાફ કરીને કમાલ જુઓ
કરોડોમાં પગાર, લિમોઝીન કાર, વ્હાઇટ હાઉસ... ટ્રમ્પને અમેરિકી રાષ્ટ્રપતિ તરીકે મળશે આ સુવિધાઓ
Vastu tips : તોડ-ફોડ વગર સીડીનો વાસ્તુ દોષ કરો દૂર, ફક્ત આ ઉપાયો અપનાવો !
Neem Karoli Baba: નીમ કરોલી બાબાએ કહ્યું કે, આ 3 લોકોના હાથમાં ક્યારેય નથી ટકતા પૈસા
Neeraj Chopra Wife: કોણ છે હિમાની મોર જે બની ગોલ્ડન બોય નીરજ ચોપરાની પત્ની ?

નવી ડિઝાઇનના કારણે અંડર પાસનું 200 મીટર જેટલું અંતર વધ્યું છે. તેમજ 10 થી 15 કરોડ ખર્ચ પણ વધ્યો છે. જોકે તેની સામે સ્થાનિકોની સમસ્યા હળવી થતી દેખાઈ રહી છે. જેના કારણે ધારાસભ્ય રાકેશ શાહે હાલના મુખ્યમંત્રી અને amc નો આભાર માન્યો. તેમજ સ્થાનિકોએ ધારાસભ્યનો આભાર માન્યો.

જોકે બીજી તરફ સ્થાનિકોની એ પણ નારાજગી હતી કે 2016માં જ્યારે રજુઆત કરી ત્યારે નવો નિર્ણય પહેલા લઈ લેવામાં આવ્યો હોત તો ખર્ચ અને સમય પણ વ્યર્થ ન થયો હોત. અને સ્થાનિકોને જલ્દી સુવિધા પણ મળી રહી હોત. અને કામગીરીનો સમય પણ લંબાયો ન હોત.

એટલું જ નહીં પણ આ સિવાય ધારાસભ્ય રાકેશ શાહે વિશાલાથી સરખેજ સાબરમતીના પટે બ્રિજ બનાવવાની પણ રજુઆત કરી. જેથી એરપોર્ટથી સરખેજ અને રાજકોટ જતા લોકોને તેમજ તે રીતે રાજકોટ થી એરપોર્ટ જતા લોકોને અમદાવાદ માં પ્રવેશ કર્યા વગર નીકળવામાં સરળતા રહે. અને ઓછા સમયમાં ટ્રાફિક વગર મુસાફરી કરી શકે. જે અંગે પણ ધારાસભ્યએ પૂર્વ મુખ્ય મંત્રી વિજય રૂપાણીને રજૂઆત કરી હતી. ત્યારે જોવાનું એ રહે છે કે તે રજુઆત પર હાલની સરકાર મહોર મારે છે કે કેમ. કે પછી હજુ શહેરમાં ટ્રાફિક સમસ્યા તેટલી જ રહે છે.

 

આ પણ વાંચો : લંડનના ફેશન સ્ટાર્ટઅપ ‘મટેરા’ને ગુજરાતમાં માન્યતા મળી, ગુજરાતમાં કામગીરી શરૂ કરનાર પ્રથમ વિદેશી સ્ટાર્ટઅપ બન્યું મટેરા

આ પણ વાંચો : રાજકોટ પોલીસ તોડકાંડ: જગજીવન સખિયાએ પુરવાના વીડિયો મીડિયાને આપ્યા, કહ્યું પોલીસે 4.5 લાખ પાછા આપ્યા તે ક્યાંથી આવ્યા તેનો હિસાબ આપે

Published On - 3:15 pm, Sat, 19 February 22

Next Article