અમદાવાદ(Ahmedabad)શહેરના વસ્ત્રાપુર વિસ્તારમાં રેસ્ટોરન્ટમાં કામ કરતા બે કર્મચારીઓ વચ્ચે મારામારીનો બનાવ સામે આવ્યો છે..જેમાં એક કર્મચારીનું મૃત્યુ નીપજતા પોલીસ એ હત્યાનો(Murder)ગુનો દાખલ કરીને સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે.રેસ્ટોરન્ટમાં આવેલ ઓર્ડર ને લઈને બંને કર્મચારીઓ વચ્ચે થયેલી બોલાચાલી હત્યામાં વણસી હતી.શહેરના વસ્ત્રાપુર તળાવ પાસે આવેલ ચારકોલ રેસ્ટોરન્ટમાં ગત મોડી રાત્રે રેસ્ટોરન્ટના બે કર્મચારીઓ વચ્ચે મારામારીનો બનાવ બન્યો હતો. જેમાં સતીશ પાસવાન નામના કર્મચારીને પવન કુમાર સુરી નામના કર્મચારીએ માર મારતા સારવાર દરમિયાન તેનું મૃત્યુ નિપજ્યું છે.
આ અંગે પોલીસ ને જાણ કરતા વસ્ત્રાપુર પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી. અને હત્યા નો ગુનો દાખલ કરી ને આ સમગ્ર મામલે વધુ કાર્યવાહી શરૂ કરી છે.સમગ્ર ઘટના અંગે વાત કરીએ તો બંને કર્મચારી વચ્ચે થયેલા મારામારીના લાઈવ સીસીટીવી સામે આવ્યા હતા.જેમાં મારમારી દરમિયાન જ એક યુવકનું મૃત્યુ નીપજ્યું છે.
આ પણ વાંચો : Surat: દાદાની ઉંમરે 10 વર્ષની બાળકી સાથે કર્યા શારીરિક અડપલા, પોલીસે ગુનો નોંધી વૃદ્ધની કરી ધરપકડ
આ ઘટના કઈક એવી છે કે મૃતક સતીશ પાસવાન છેલ્લા પાંચ વર્ષથી વસ્ત્રાપુર તળાવ પાસે આવેલ ચારકોલ રેસ્ટોરન્ટમાં રસોયા તરીકે નોકરી કરે છે. ગત મોડી રાત્રે આશરે 2:30 વાગ્યાના આસપાસ આ રેસ્ટોરન્ટમાં સાફ-સફાઈ નું કામ કરતા પવન કુમાર સુરીએ મેનેજર તરફથી આપવામાં આવેલ ગ્રાહકના ઓર્ડર ની ચીઠ્ઠી મૃતકને નહીં આપીને પોતાની પાસે રાખી મુકતા બંને વચ્ચે બોલા ચાલી ઝઘડો અને છુટા હાથની મારામારી થઈ હતી.
જેમાં મારા મારી દરમિયાન મૃતક નીચે પડી જતા બેભાન થઈ ગયો હતો.. બાદમાં રેસ્ટોરન્ટમાં હાજર અન્ય કર્મચારીઓ દ્વારા તેને તાત્કાલિક સારવાર માટે નજીકની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો જ્યાં સારવાર દરમિયાન તેનું મૃત્યુ નીપજ્યું હતું.નોંધનીય છે કે મૃતક અને આરોપી બિહારના વતની છે.
ઘટનાની જાણ પોલીસને કરતા પોલીસ ઘટના સ્થળ પર પહોંચી હતી અને મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરાવી એફએસએલ ની મદદ લઈ સમગ્ર મામલે વધુ કાર્યવાહી શરૂ કરી છે.
ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…